રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં, પરીક્ષાના પેપરને લઇને છબરડો

|

Nov 23, 2021 | 6:10 PM

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વધુ એક છબરડો સામે આવ્યો છે. જેમાં  LLBની સેમેસ્ટર 5ની પરીક્ષામાં છબરડો સર્જાયો છે,

રાજકોટની(Rajkot) સૌરાષ્ટ્ર યુનિવર્સિટી(Saurashtra University)ફરી એક વાર વિવાદમાં (Contravorsey) આવી છે. જેમાં આ વખતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરીક્ષામાં(Exam)કરાયેલા છબરડાને લઇને ચર્ચામાં છે. તેમજ વિવાદોનો પર્યાય બનેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વધુ એક છબરડો સામે આવ્યો છે. જેમાં  LLBની સેમેસ્ટર 5ની પરીક્ષામાં છબરડો સર્જાયો છે,

CPCના પેપરની પેપરની ફેર બદલ થઈ હોવાનો વિદ્યાર્થીઓ આક્ષેપ કરી રહ્યા છે.  વિદ્યાર્થીઓને સવારના 10:30ના બદલે 10:55 કલાકે પેપર આપવામાં આવ્યું હતું. CPCના બદલે અન્ય પેપર નીકળતા છેલ્લી ઘડીએ દોડધામ મચી હતી.તેમજ વિદ્યાર્થીઓને પેપર મોડું અપાયું  અને સમય વધારી આપવામાં આવ્યો હતો

જયારે આ મુદે પોતાનો બચાવ કરતાં યુનિવર્સિટી સત્તાધીશો પ્રિન્ટીંગ પ્રેસની ભૂલ હોવાનું રટણ કરી રહ્યા છે. આ બધા વચ્ચે વિધાર્થીઓને પડી રહેલી હાલાકીને લઇને કોઇ કશું જ બોલવા તૈયાર નથી.

આ પણ વાંચો : Surat: આશરે સાડા ત્રણ દાયકા પછી વરાછાવાસીઓને બોટલનેક ટ્રાફિકજામની સમસ્યાથી મળશે મુક્તિ, જાણો કોર્પોરેશને શું કરી કામગીરી

આ પણ વાંચો : અમદાવાદ કોર્પોરેશન રસીકરણને ઝડપી બનાવવા એક્શનમાં, ડોર ટુ ડોર સર્વે શરૂ

Next Video