રાજકોટ (Rajkot) રૂરલ SOGએ મોટી માત્રામાં વિસ્ફોટક (explosives) પદાર્થ સાથે ભડલાથી 1 વ્યક્તિની ધરપકડ કરા છે. ડિટોનેટર અને ઝીલેટીન સ્ટિકનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. સિદ્ધરાજસિંહ જાડેજા નામના વ્યક્તિને વિસ્ફોટકના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે.તેની પાસેથી 500 ડિટોનેટર અને 800 જીલેટીન સ્ટિક અને વાયરનું 1 બંચ ઝડપાયું છે. બિલ કે આધાર પુરાવા વગર આ વિસ્ફોટક સામગ્રી લઈ જતા પોલીસ કરી કાર્યવાહી કરી હતી.
જસદણ તાલુકાના ભાડલા ગામની નજીક રાજાવડલા ગામના બસ સ્ટેન્ડ પાસેથી રાજકોટ ગ્રામ્ય SOGએ 500 નંગ ડિટોનેટર (Detonator) અને 800 નંગ જીલેટીન સ્ટીક સહિતના વિસ્ફોટકોના જથ્થા સાથે રાજકોટનાં એક શખસની ધરપકડ કરી છે. પોલીસે બિલ કે આધાર પૂરાવા વગર વિસ્ફોટક પદાર્થનો જથ્થો મોકલનાર રાજકોટના વેપારીની વધુ પૂછપરછ શરૂ કરી છે.
રાજકોટ જિલ્લા પોલીસ વડાની સુચનાને પગલે રાજકોટ ગ્રામ્ય SOGની ટીમને બાતમી મળી હતી કે, એક શખસ ગેરકાયદેસર રીતે વિસ્ફોટક પદાર્થને લગતો સામાન લઈ તેની એક શખસ રાજા વડલા ગામ બાજુ જવાનો છે. આ બાતમીના આધારે વોચ ગોઠવી રાજકોટના SOGની ટીમે સુકી સાજડીયારીના સિધ્ધરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજાને અટકાવીને તપાસ કરતા તેની પાસેથી ગેરકાયદેસર રીતે આધાર કે પૂરાવા વગરના વિસ્ફોટક સામાન ડીટોનેટર નંગ 500 કિંમત રૂ.7500, જીલેટીન સ્ટીક નંગ 800 કિંમત રૂ.9600, ઈલેક્ટ્રિક વાયરનું બંચ નંગ 1 કિંમત રૂ.3500 અને બોલેરો ગાડી કિંમત રૂ.1,50,000 નો મુદ્દામાલ મળી આવતાં તેની અટકાયત કરી હતી. પ્રાથમિક તપાસમાં તે રાજકોટમાં આવેલા એક ગોડાઉનમાંથી લવાયો હોવાનું ખુલ્યું હતું.
આ પણ વાંચોઃ Surat : સરકારી શાળાઓમાં હવે આદર્શ પુરુષ તરીકે પાંચમો ફોટો પીએમ મોદીનો, ગાંધીજી લગભગ આઉટ મોડ પર
આ પણ વાંચોઃ સી.જે.ચાવડાને વિધાનસભામાં દંડક બનાવાયા, ગુજરાત કોંગ્રેસે પક્ષના ધારાસભ્યોને અલગ અલગ જવાબદારી સોંપી