Rajkot: ”નિયમો તમામ માટે સરખા હોય છે”, ABVP ની રેલી મામલે મેયર પ્રદીપ ડવનું નિવેદન, કહ્યુ ”પોલીસ આ મામલે કાર્યવાહી કરશે”

|

Dec 22, 2021 | 4:13 PM

રાજકોટમાં ABVPની રેલી યોજાઈ હતી. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. જેનું કારણ છે કે વિદ્યાર્થી નેતાઓએ રેલીમાં ટ્રાફિક નિયમોનો ભંગ કર્યો હોવાનું જોવા મળી રહ્યું છે.

રાજકોટ(Rajkot)માં એબીવીપી દ્વારા નિયમોનો ભંગ થતો હોવાનો એક વીડિયો વાયરલ(Video viral) થઇ રહયો છે. આ વિડીયો વાયરલ થયા બાદ ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે સમગ્ર મામલે રાજકોટના મેયરે (Mayor) પ્રતિક્રિયા (Reaction) આપી છે અને જણાવ્યુ છે કે નિયમો તમામ માટે સરખા હોય છે.

 

મેયર પ્રદીપ ડવનું નિવેદન

એબીવીપીની રેલીમાં નિયમો તોડવા મામલે મેયર પ્રદીપ ડવે જણાવ્યુ કે નિયમો તમામ માટે સરખા હોય છે અને કાયદાઓનું પાલન કરવુ એ તમામ નાગરિકોની ફરજ છે. તેમણે જણાવ્યુ કે કોર્પોરેશન હોય રાજ્ય સરકાર હોય કે કોઇ કાયદાકીય જોગવાઇ હોય તે પ્રજાની સુખાકારી માટે જ બનાવવામાં આવે છે. ત્યારે આ નિયમોનું પાલન થાય એ ખુબ જરુરી છે.

શું હતો મામલો?

વાત જાણે એમ છે કે રાજકોટમાં ABVPની રેલી યોજાઈ હતી. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. જેનું કારણ છે કે વિદ્યાર્થી નેતાઓએ રેલીમાં ટ્રાફિક નિયમોનો ભંગ કર્યો હોવાનું જોવા મળી રહ્યું છે. ત્યારે વિડીયોમાં જોવા મળે છે એક ABVP ના એક વિદ્યાર્થી નેતાની ગાડી પુરપાટ ઝડપે ભાગી રહી છે. તો આવામાં આ ડ્રાઈવર ડિવાઈડર કૂદાવી રોંગ સાઈડમાં બેફામ કાર ચલાવી રહ્યો છે.

એટલું જ નહીં પરંતુ અહીં ABVP ના નેતાઓ પોતાનું જોર બતાવતા પણ જોવા મળ્યા હોવાની વાત સામે આવી છે. આ રેલીમાં કોટેચા ચોકમાં રોડ વચ્ચે કાર ઉભી રાખી ટ્રાફિકજામ કર્યો હોવાની ઘટના ઘટી હતી. આવામાં પ્રશ્ન એ થાય છે કે સામાન્ય નિયમ ભંગમાં પણ સામાન્ય માણસના છોતરા કાઢી નાખતી પોલીસ અહીં કેમ ચુપ છે. રાજકોટ પોલીસ આ બાબતે શું પગલા ભારે છે, કોઈ કાર્યવાહી કરે છે કે કેમ એ તો જોવું જ રહ્યું.

આ પણ વાંચો: પેપર લીકનો મસમોટો ગુનાહિત ઈતિહાસ ધરાવનારને કેમ અપાયું પેપર છાપવાનું કામ? મુદ્રેશ પર કોના છે ચાર હાથ?

આ પણ વાંચો: રાજ્યમાં 78 PSIની PI તરીકે કરવામાં આવી બઢતી, જાણો કયા વિસ્તારના અધિકારીને મળ્યું પ્રમોશન

Published On - 3:41 pm, Wed, 22 December 21

Next Video