Rajkot: રોડ સેફટી કાઉન્સિલની યોજાઈ બેઠક, શહેરના મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિકને અડચણ રૂપ દબાણ કરાશે દૂર

|

Apr 27, 2023 | 5:58 PM

Rajkot: રાજકોટ રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. જેમાં શહેરના મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિકને અડચણરૂપ દબાણ અને લારીઓ દૂર કરાશે. આ બેઠકમાં વિવિધ વિભાગમાં કરવામાં આવતી કામગીરીનું મૂલ્યાંકન રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે કર્યુ હતુ.

Rajkot: રોડ સેફટી કાઉન્સિલની યોજાઈ બેઠક, શહેરના મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિકને અડચણ રૂપ દબાણ કરાશે દૂર

Follow us on

અકસ્માત નિવારણ અને ટ્રાફિક નિયંત્રણ અર્થે ગુજરાત રોડ સેફટી ઓથોરિટી હેઠળ કાર્યરત રાજકોટ રોડ સેફટી કાઉન્સિલની બેઠકમાં વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવતી કામગીરીનું મૂલ્યાંકન રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે કર્યું હતું અને ગંભીર અકસ્માતનું પ્રમાણ ઘટાડવા રોડ એન્જીનીયરીંગના ભાગરૂપે જંક્સન તેમજ રોડ પર જરૂરી સાઈનબોર્ડ મુકવા, લાઇટિંગ ગોઠવવા તેમજ ટ્રાફિક નિયમો અર્થે જનજાગૃતિ પર ભાર મૂકી આ બાબતમાં સઘન કાર્યવાહી કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને સુચના આપી હતી.

ટ્રાફિકને દબાણરૂપ લારીઓ કરાશે દૂર

આ મિટિંગમાં બ્લેક સ્પોટ પર થર્મોપ્લાસ્ટ રોડ માર્કિંગ, ઝીબ્રા માર્કિંગ, સાઈનેજીસ જેવા કે ડાયવરઝ્ન, ગો સ્લો, બમ્પ અહેડ, તેમજ પૂરતા પ્રમાણમાં લાઇટિંગ અંગે નેશનલ હાઇવે, આર.એન્ડ.બી. મહાનગર પાલિકા સહીતના વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીનું પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવ્યું હતું. રાજકોટના શહેરી વિસ્તારના વિસ્તરણ સાથે વધુ ટ્રાફિક સિગ્નલ અંગે સર્વે, ટ્રાફિક દબાણકર્તા વિરુદ્ધ ઝુંબેશ, રોડ પર સર્કલો રી-ડિઝાઇન કરવા, બિનવારસુ ગાડીઓ દૂર કરવા, ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ વધારવા સહિતના મુદ્દાઓ અંગે પોલીસ કમિશનર દ્વારા માર્ગદર્શન અપાયું હતું.

કુવાડવા ઝોન અને આજીડેમ ઝોનમાં સૌથી વધુ અકસ્માત

અત્રે ઉલ્લેખનીય છે કે, ગંભીર અકસ્માતો અંગે રજુ થયેલા ડેટા સર્વેક્ષણ મુજબ કુવાડવા ઝોન અને આજી ડેમ ઝોન વિસ્તારમાં અકસ્માતોનું પ્રમાણ સૌથી વધુ નોંધાયું છે. બપોરના ૩ થી 5 દરમ્યાન તેમજ સાંજે 6 થી 8 તેમજ મોડી રાત્રે અકસ્માતનું પ્રમાણ સૌથી વધુ રહે છે. જે અનુસંધાને ટ્રાફિક નિયમન અને જન જાગૃતિ વધારવા પણ આ તકે ચર્ચા કરવામાં આવી હતી.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

રોડ સેફટી કમિટીના એક્ઝિક્યુટિવ ચીફ એન્ફોર્સમેન્ટ ઓફિસરશ્રી જે.વી. શાહે હિટ એન્ડ રન કેસમાં નવા નિયમ મુજબ સેલેથીયમ ફંડમાં વધારો કરી ગંભીર અકસ્માતમાં રૂ. 50 હજાર તેમજ મૃત્યુ અર્થે રૂ. 2 લાખ વળતર મળતું હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત અકસ્માતમાં ઘાયલને દવાખાના સુધી પહોંચાડનારને ’ગુડ સમરિટન એવોર્ડ’ પણ આપવામાં આવતો હોવાની વિગતો જે.વી.શાહે આપી હતી.

આ પણ વાંચો: Gujarati Video : કોન્ટ્રાક્ટ પ્રથા દૂર કરવાની માગ સાથે રાજકોટ મનપાના કામદાર યુનિયન મંડળનું વિરોધ પ્રદર્શન, થાળી વગાડીને સરકારને જગાડવાનો પ્રયાસ

RTO,RMC,NHAI,PGVCLના અધિકારીઓ બેઠકમાં રહ્યા ઉપસ્થિત

આ બેઠકમાં જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ દ્વારા બ્રિજ નિર્માણની આસપાસ ટ્રાફિકને અડચણરૂપ વાહનો તેમજ રેકડી ધારકોને દૂર કરવા માટે ખાસ ડ્રાઈવ યોજવામાં આવી રહ્યાનું ટ્રાફિક ડી.સી.પી. પૂજા યાદવે જણાવ્યું હતું. રોડ સેફટી મિટિંગમાં નાયબ પોલીસ કમિશનર સુધીર દેસાઈ, એ.સી.પી.ટ્રાફિક જે.બી.ગઢવી, આર.ટી.ઓ., મહાનગરપાલિકા, હાઈ-વે ઓથોરિટી, પી.જી.વી.સી.એલ, એલ.એન્ડ.ટી, એન.એચ.આઈ.એ. આર.એન્ડ.બી. સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article