RAJKOT : જો આપ બાર મહિનાનું એકસાથે તેલ ખરીદી કરવા માંગતા હોય તો આ સમાચાર છે, છેલ્લા એક થી દોઢ મહિનામાં સિંગતેલની બજાર સ્થિર રહ્યા બાદ ફરી સિંગતેલમાં તેજી જોવા મળી છે.સિંગતેલમાં ડબ્બે 20 રૂપિયાના વધારા સાથે 15 કિલો ડબ્બાનો ભાવ 2300 રૂપિયા સુધી પહોંચી ગયો છે.સિંગતેલની સાથે સાથે કપાસિયા તેલ અને પામોલીન તેલમાં પણ આગઝરતી તેજી જોવા મળી રહી છે. કપાસિચા તેલ અને પામોલીન તેલમાં છેલ્લા એક મહિનામાં ભાવમાં 90 થી 100 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. જો તમામ ખાઘતેલોના ભાવ પર નજર કરીએ તો
સિંગતેલ-2250 થી 2300
કપાસિયા તેલ-2180 થી 2230
પામોલીન તેલ- 1980 થી 2050
સોયાબિન તેલ-2150 થી 2200
મકાઇ તેલ (15 લીટર) 1960 થી 2020 રૂપિયા જોવા મળ્યો છે.
સામાન્ય રીતે સિંગતેલ કરતા કપાસિયા તેલ 700 થી 800 રૂપિયા ઉંચી કિંમતનું હોય છે. પરંતુ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં વધારો થતા કપાસિયા તેલ અને સિંગતેલ લગભગ સરખા ભાવે થઇ ગયા છે. જેના કારણે લોકો સિંગતેલ ખાવાનું પસંદ કરી રહ્યા છે. સામાન્ય રીતે મઘ્યમ વર્ગીય પરિવાર કપાસિયા તેલ ઓછા ભાવ હોવાને કારણે ખરીદી કરવાનું પસંદ કરતા હોય છે. પરંતુ આ વર્ષે બંન્નેના ભાવ લગભર સરખાં હોવાને કારણે ખાઘતેલના વેપારી કપાસિયા તેલના બદલે સિંગતેલની ખરીદી લોકો કરે તેવું કહી રહ્યા છે. ખાઘતેલના વેપારી ભાવેશ પોપટના કહેવા પ્રમાણે મોટાભાગે ગુજરાતીઓ ડિસેમ્બર અને જાન્યુઆરી માસમાં બાર મહિનાના તેલની ખરીદી કરતા હોય છે. આ વર્ષે કપાસિયા તેલ અને સિંગતેલનો ભાવ લગભગ સરખો હોવાને કારણે લોકો સિંગતેલ તરફ વળ્યા છે.
મગફળીનું મબલખ ઉત્પાદન છતા ભાવવધારો
સૌરાષ્ટ્રમાં આ વખતે મગફળીનું મબલખ ઉત્પાદન થયું છે એક અંદાજ પ્રમાણે 32 થી 33 લાખ ટન ઉત્પાદન થાય તેવી શક્યતા છે. જોકે ગુજરાત એડિબલ ઓઇલ એન્ડ સિડ્સના પ્રમુખ સમીર શાહના કહેવા પ્રમાણે દેશમાં કુલ માંગની સરખામણીએ આ ઉત્પાદન ખુબ જ ઓછું છે. હાલની સ્થિતિ પ્રમાણે 65 ટકા જેટલું ખાધતેલોની આયાત કરવી પડે છે. ત્યારે ખાઘતેલનો આભાર આંતરરાષ્ટ્રીય માર્કેટ પર રહેલો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ફરી જોવા મળી તેજી
પામોલીન તેલ ઇન્ડોનેશિયા અને મલેશિયા જેવા દેશોમાંથી આયાત કરવામાં આવે છે. જોકે ત્યાંની સરકાર દ્વારા નિકાસને લઇને નિયંત્રણો લાગુ કરવાને કારણે ભારતે તેલની આયાતમાં નિયંત્રણોમાં ઘટાડો કરવા છતા આ ભાવમાં વધારો થયો છે. ત્યારે સિંગતેલના ભાવમાં તેજી પામોલીન સહિતના તેલમાં તેજી થતા થઇ હોવાનું ઓઇલમિલરો માની રહ્યા છે.આગામી દિવસોમાં સિંગતેલના ભાવમાં થોડી વધઘટ થાય તેવી શક્યતા છે. જોકે કપાસિયા અને પામોલીન તેલના ભાવમાં હજુ પણ વધારો થાય તેવી શક્યતા છે.
આ પણ વાંચો : Morbi: ધંધુકા ગામે વિધર્મીઓ દ્વારા કિશન ભરવાડની હત્યાનો કેસઃ હથિયાર આપનાર રાજકોટના અઝીમ સમાનો ભાઈ મોરબીથી પકડાયો
આ પણ વાંચો : કચ્છ : ધંધુકા હત્યા કેસના પડઘા, હિન્દુ સંગઠનોએ આવેદન આપી ન્યાયીક તપાસની માગ કરી