ઉનાળો (Summer 2023) આકરો થતાની સાથે રાજકોટ (Rajkot) જિલ્લાના ધોરાજીમાં (Dhoraji) પાણીની સમસ્યા પણ વધતી થતી જઇ રહી છે. ધોરાજીમાં તો લોકોને બેવડી સમસ્યા છે, એક તો જાણે પાણી નથી મળતું અને બીજું રજૂઆત કરવા જાય તો ઓફિસર નથી મળતાં, લોકોને હવે જવુ તો જવુ ક્યાં તે સમજાતુ નથી. ત્યારે પાણીની સમસ્યાથી ત્રસ્ત લોકોએ નગરપાલિકા કચેરીએ પહોંચી રોષ ઠાલ્યો હતો.
આ પણ વાંચો-PM મોદીએ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને બતાવી લીલી ઝંડી, કહ્યુ- ઉત્તરાખંડના તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન
ધોરાજીના વોર્ડ નબંર-4ના રહીશોના ઘરે નળ છે પણ પાણી નથી આવતું. ત્યારે હવે લોકો પાણીની સમસ્યાથી ત્રસ્ત થયા છે. ધોરાજીમાં પાણીની પારાયણ રોજની છે. સરકારની નલ સે જલની યોજનાનો અહીં ફિયાસ્કો થઈ ગયો છે એવું કહીએ તો ખોટું નહીં. કેમકે ધોરાજીના વોર્ડ નં-4માં છેલ્લા ત્રણ વર્ષથી નથી 70થી 80 પરિવારોને પીવાનું પાણી નથી મળી રહ્યું. આખરે કંટાળેલી મહિલાઓ અને લોકોએ નગરપાલિકા કચેરીએ પહોંચી સૂત્રોચ્ચાર કર્યા. દેખાવો કર્યા અને આક્ષેપો પણ કર્યા હતા.
મહિલાઓનું ટોળું આવતું જોઈને ચીફ ઓફિસર એમની ચેમ્બર છોડીને ભાગી છૂટયા હતા. અહીંના લોકોનો એવો પણ આક્ષેપ છે કે ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા પણ તેમના પ્રશ્નોને ઉકેલવામાં નિષ્ફળ ગયા છે. ઉપરથી ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર કાયમ લોકોને પાણીના બદલે થપ્પો આપી જતાં રહે છે.
બીજી તરફ બનાસકાંઠાના દિયોદર પંથકમાં ભૂગર્ભ જળ સતત ઊંડા જઇ રહ્યા હોવાથી લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. ત્યારે લાખણીના કુંડા અને લવાણા ગામના લોકોએ કોઇ પણ શુભ કે ધાર્મિક પ્રસંગે ધારાસભ્ય કેસાજી ચૌહાણને આમંત્રણ ન આપવાનો નિર્ણય કર્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે ધારાસભ્યને વિવિધ પ્રસંગોમાં બોલાવવાને કારણે તેમનો સમય વેડફાઇ રહ્યો છે. પ્રસંગમાં હાજરી આપવાને બદલે તેઓ તે સમયનો ઉપયોગ જો ભૂગર્ભ જળની સમસ્યાના ઉકેલ માટે કરે તો સમગ્ર પંથકને ફાયદો થઇ શકે તેમ છે.
કુડા અને લવાણા પંથકમાં ભૂગર્ભ જળ ઊંડા ઉતરતા સ્થાનિકોની સ્થિતિ ખૂબ વિકટ બની છે. પાણીની અછતને કારણે અત્યાર સુધીમાં લવાણા ગામના 50થી વધુ પરિવારો હિજરત કરી ચૂક્યા છે અને આગામી દિવસો વધુ કેટલાક પરિવારો પણ હિજરત કરવાની તૈયારીમાં છે.
(હુસેન કુરેશી, ટીવી નાઈન, ધોરાજી, રાજકોટ)
રાજકોટ સહિત ગુજરાત જિલ્લાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો