Rajkot: ઘરેથી નારાજ થઈ ભાગેલી કિશોરી સાથે દુષ્કર્મની ઘટના, પોલીસે આરોપીની ધરપકડ કરી

રાજકોટમાં સભ્ય સમાજને શર્મસાર કરતી ઘટના સામે આવી છે.રાજકોટમાં 5માં ધોરણમાં અભ્યાસ કરતી 10 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે.આરોપીએ હોટેલમાં લઈ જઈને કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હતું.પોલીસે હાલ આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.આ સમગ્ર ઘટનામાં ભોગ બનનાર કિશોરી 10 વર્ષની છે અને તેને 16 વર્ષનો એક ભાઈ છે.

Rajkot: ઘરેથી નારાજ થઈ ભાગેલી કિશોરી સાથે દુષ્કર્મની ઘટના, પોલીસે આરોપીની ધરપકડ કરી
Rajkot Rape Case
| Edited By: | Updated on: Mar 24, 2023 | 5:24 PM

રાજકોટમાં સભ્ય સમાજને શર્મસાર કરતી ઘટના સામે આવી છે.રાજકોટમાં 5માં ધોરણમાં અભ્યાસ કરતી 10 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે.આરોપીએ હોટેલમાં લઈ જઈને કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હતું.પોલીસે હાલ આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.આ સમગ્ર ઘટનામાં ભોગ બનનાર કિશોરી 10 વર્ષની છે અને તેને 16 વર્ષનો એક ભાઈ છે. કિશોરીના પિતાએ તેના ભાઈએ મોબાઈલ લઈ આપ્યો હતો.જેથી ભોગ બનનાર કિશોરોએ પણ તેના પિતા પાસે મોબાઈલની માગ કરી કરી.પરંતુ કિશોરી નાની હોવાથી તેના પિતાએ તેને મોબાઈલ ન લઈ દીધો.બસ આ વાતનું કિશોરીને લાગી આવતા તે પિતાનો મોબાઈલ અને એક્ટવા લઈને રાત્રે 11 વાગ્યે પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગઈ.

કિશોરીને જણાવ્યું હતું કે એક હોટેલમાં તે તેને લઈ જશે અને ત્યાં તે રાત રોકાઈ શકશે.

ત્યારબાદ તે કોટેચા ચોકમાં આવેલી કે કે હોટેલ પહોંચી.કિશોરી અને તેનો પરિવાર અવારનવાર કે કે હોટેલમાં જમવા જતા હોવાથી ત્યાં કામ કરતા ગૌતમ ચુડાસમાં નામના શખ્સ સાથે તે ઈન્સ્ટાગ્રામમાં પરિચયમાં હતી.કે કે હોટેલ પહોંચી ત્યાં ગૌતમ ચુડાસમા હાજર નહોતો.ત્યાંથી કિશોરીએ ગૌતમનો નંબર મેળવ્યો અને તેને ફોન કરીને જણાવ્યું કે તેને કોઈ જગ્યાએ રાત રોકાવું છે.આ વાત સાંભળી ગૌતમ તેની પાસે આવ્યો હતો અને કિશોરીને જણાવ્યું હતું કે એક હોટેલમાં તે તેને લઈ જશે અને ત્યાં તે રાત રોકાઈ શકશે.

અન્ય યુવતીનું આઈડી કાર્ડ આપી કિશોરીને હોટેલમાં લઈ ગયો

ત્યારબાદ તે કિશોરીને માલવિયા ચોકમાં પ્રમુખ સ્વામી આર્કેડમાં 9માં માળે આવેલી હોટેલ તિલકમાં લઈ જાય છે.આરોપી હોટેલમાં કામ કરતો હોવાથી તેને હોટેલમાં સ્ટે કરવાના નિયમો ખબર હતી.આટલી નાની બાળકી સાથે હોટેલમાં જશે તો તેના આધાર કાર્ડ પર હોટેલમાં રૂમ નહિ મળે તે તેને ખ્યાલ હતો જેથી કોઇપણ રીતે તે અન્ય કોઈ યુવતીનું આઈડી હોટેલ તિલકમાં આપી રૂમ બુક કરાવી તેને રૂમમાં લઈ જાય છે.રૂમમાં લઈ ગયા બાદ કિશોરીની એકલતાનો ફાયદો ઉઠાવી તેના પર દુષ્કર્મ આચરે છે.ત્યારબાદ સવારે કિશોરીને પોતાની સાથે કઈક ખોટું થયું છે તેનો અહેસાસ થયો હતો.

પિતાના મોબાઈલ દ્વારા તેની માસી સાથે તેની ચેટ થાય છે

તેના પિતાના મોબાઈલ દ્વારા તેની માસી સાથે તેની ચેટ થાય છે.માસીએ કિશોરીને ફોસલાવી તેના ઘરે બોલાવી.ત્યારબાદ કિશોરીના પરિવારજન તેના માસીના ઘરે જાય છે અને બાળકી પોતાની સાથે જે કૃત્ય થયું તે જણાવ્યું હતું.ત્યારે બાળકીના પિતાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે બાળકીના પિતાની ફરિયાદના આધારે પોકસોની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી અને આરોપીને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.ત્યારે પોલીસે અન્ય યુવતીના આઈડી પ્રૂફનો ઉપયોગ કર્યાની પણ કલમનો ઉમેરો કર્યો છે.

હોટેલ તિલક સામે પણ કાર્યવાહીની શક્યતા

ત્યારે હોટેલ તિલક દ્વારા અન્ય યુવતીના આઈડી પ્રૂફમાં કેમ રૂમ આપવામાં આવ્યો? તે સવાલ પણ ઉઠી રહ્યો છે.શું 10 વર્ષની બાળકી અને આઈડી પ્રૂફમાં રહેલી યુવતી વચ્ચે હોટેલ મેનેજરને કોઈ ફરક ન દેખાયો? એ વાત માનવામાં નથી આવતી..ત્યારે હોટેલ સંચાલકોની બેદરકારીને લઈને પણ પોલીસ તપાસ કરી રહી છે અને જો હોટેલ તિલકની બેદરકારી અને સંડોવણી સામે આવશે તો તેની સામે પણ પોલીસ કાર્યવાહી કરશે.

આ પણ વાંચો : Gujarati Video : મહાઠગ કિરણ પટેલની પત્ની સામે નોંધાયો છેતરપિંડીનો કેસ, આગોતરા જામીન માટે કરી અરજી