Rajkot : રામ મોકરિયાના ઉછીના રુપિયા વાળી પોસ્ટમાં હવે કોંગ્રેસે ભાગીદારી નોંધાવી, કયા મુદ્દે ઘેરાયા ભાજપના નેતા, જુઓ Video

|

Jun 27, 2023 | 4:20 PM

કોંગ્રેસના (Congress) નેતા મહેશ રાજપૂતે દાવો કર્યો છે કે, રામ મોકરીયાએ મોટી રકમ કોઈને ઉછીની આપી હોય તો તેનું રાજ્ય સભાના ઉમેદવાર તરીકેના સોગંદનામામાં ઉલ્લેખ કેમ કરવામાં આવ્યો નથી. આ મુદ્દે કોંગ્રેસે સવાલ ઉઠાવતા આ મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે

Rajkot : રામ મોકરિયાના ઉછીના રુપિયા વાળી પોસ્ટમાં હવે કોંગ્રેસે ભાગીદારી નોંધાવી, કયા મુદ્દે ઘેરાયા ભાજપના નેતા, જુઓ Video

Follow us on

Rajkot :  થોડા સમય પહેલા રાજ્યસભાના સાંસદ રામ મોકરીયાએ (Ram Mokariya) સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી હતી. જેમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, ભાજપના (BJP) એક સિનિયર નેતા તેને આપેલા ઉછીના રૂપિયા પરત આપી રહ્યા નથી. આર્થિક વ્યવહારોને લઈને ભાજપમાં આંતરિક જૂથવાદ સામે આવ્યો હતો. હવે આ મામલામાં કોંગ્રેસે પણ ઝંપલાવ્યું છે.

આ પણ વાંચો-ગુજરાતના સૌથી મોટા વ્યાજખોરીના કેસમાં SITની રચના બાદ ઈકોનોમીક ઓફેન્સ વિંગને તપાસ સોંપાઈ, જુઓ Video

કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતે દાવો કર્યો છે કે, રામ મોકરીયાએ મોટી રકમ કોઈને ઉછીની આપી હોય તો તેનું રાજ્યસભાના ઉમેદવાર તરીકેના સોગંદનામામાં ઉલ્લેખ કેમ કરવામાં આવ્યો નથી. આ મુદ્દે કોંગ્રેસે સવાલ ઉઠાવતા આ મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. જોકે આ મુદ્દે રામ મોકરીયાએ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

અમે ચૂંટણી પંચમાં ફરિયાદ કરીશું-મહેશ રાજપૂત

મહેશ રાજપૂતે કહ્યું હતું કે જ્યારે પણ કોઈ ઉમેદવાર કોઈપણ ચૂંટણી લડતા હોય ત્યારે તેમણે મિલકતો,દેવું,રોકડ રકમ સહિતની વિગતો સોગંદનામામાં રજૂ કરવી પડે તો રામ મોકરિયાએ આ રકમ વિશે કેમ ઉલ્લેખ કર્યો નથી.આ મિલકલ કાં તો કાળું નાણું હોઇ શકે છે.મહેશ રાજપૂતે દાવો કર્યો છે કે આ મુદ્દે તેઓ ચૂંટણી પંચમાં પણ ફરિયાદ કરશે અને સભ્યપદ રદ્દ કરવામાં આવે તેવી માંગ કરશે,

રામ મોકરિયાના રૂપિયા વિજય રૂપાણી કે વજુ વાળા કોણ લઇ ગયું ?-કોંગ્રેસ

આ વિવાદમાં રામ મોકરિયાને રૂપિયા કોની પાસેથી લેવાના છે તે અંગે કોઇ સ્પષ્ટતા કરી નથી ત્યારે કોંગ્રેસે કહ્યું હતું કે રાજકોટના બે નેતાઓ ગુજરાત બહાર હોદ્દો ધરાવે છે તેમાં વિજય રૂપાણી અને વજુભાઇ વાળા છે ત્યારે આ બંન્નેમાંથી કોઇ એક નેતા હોય તેવો દાવો કોંગ્રેસે કર્યો હતો.

હું આ બાબતે મૌન રહેવા માગુ છું-રામ મોકરિયા

કોંગ્રેસના આક્ષેપો અંગે સાંસદ રામ મોકરિયાને પૂછતા તેઓએ કંઇપણ બોલવાનો ઇન્કાર કર્યો હતો.રામ મોકરિયાએ દાવો કર્યો હતો કે આ મારી વ્યક્તિગત બાબત છે અને તેનો જવાબ દેવો જરૂરી નથી હું મૌન રહેવા માંગુ છું.આ મુદ્દે મને પાર્ટી પુછશે તો હું જવાબ આપવા તૈયાર છું,જ્યાં સુધી સોગંદનામાની વાત છે તો આ મુદ્દે ફરિયાદ કરી શકે છે.મેં આ રૂપિયા અંગે ક્યારેય કોઇનું નામ લીધું નથી અને લેવા પણ માંગતો નથી.કોંગ્રેસના આક્ષેપોથી આ મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.

રાજકોટ  સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 2:45 pm, Tue, 27 June 23

Next Article