Rajkot: રાજકોટ ઝૂને મળ્યા નવા વન્ય મહેમાનો, જાણો શુ છે આ તમામની વિશેષતા

|

Apr 19, 2023 | 1:20 PM

રાજકોટ (Rajkot) પ્રાણીઉદ્યાન દ્વારા પીલીકુલા બાયોલોજીકલ પાર્ક, મેંગલોર અને રાજીવ ગાંધી ઝૂલોજીકલ પાર્ક, પુના સાથે જુદા જુદા વન્યપ્રાણીઓની આપ-લે કરવામાં આવી છે.

Rajkot: રાજકોટ ઝૂને મળ્યા નવા વન્ય મહેમાનો, જાણો શુ છે આ તમામની વિશેષતા
રાજકોટ પ્રાણીઉદ્યાને મળ્યા નવા મહેમાનો

Follow us on

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઈન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનિક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રના પ્રવાસીઓ માટે ફરવા માટેનું ઉત્તમ સ્થળ બની ગયુ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે આવતા હોય છે. દર વર્ષે અંદાજિત 7.25 લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે આવતા હોય છે.

આ પણ વાંચો-કેનેડામાં ગુમ થયેલા મૂળ મહેસાણાના યુવકનો તળાવમાંથી મૃતદેહ મળ્યો, 4 દિવસ પૂર્વે રહસ્યમય સંજોગોમાં થયો હતો ગુમ

ત્યારે વન્યપ્રાણી વિનીમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા ભારતના અન્ય ઝૂ પાસેથી જુદી જુદી પ્રજાતીઓના પ્રાણી-પક્ષીઓ મેળવી ઝૂનો વિકાસ કરવામાં આવે છે. રાજકોટ પ્રાણીઉદ્યાન દ્વારા પીલીકુલા બાયોલોજીકલ પાર્ક, મેંગલોર અને રાજીવ ગાંધી ઝૂલોજીકલ પાર્ક, પુના સાથે જુદા જુદા વન્યપ્રાણીઓની આપ-લે કરવામાં આવી છે.

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

પીલીકુલા ઝૂ, મેંગલોર ખાતેથી મેળવેલ પ્રાણીઓ

  • એશીયાઇ સિંહ
    માદા -1
  • ભારતીય ઢોલ  (જંગલી કૂતરા)
    નર- 2 : માદા- 2
  • ભારતીય વરૂ
    નર -1 : માદા-1
  • દિપડા
    માદા- 1
  • શિયાળ
    નર- 1 : માદા-1
  • પામ સીવેટ કેટ
    નર-2 : માદા-2
  • કોમ્બ ડક (પક્ષી)
    નર-1 : માદા-1
  • રેટીક્યુલેટેડ પાયથન  (સાપ)
    નર-2 : માદા-2
  • સિલ્વર ફિઝન્ટ (પક્ષી)
    નર-1: માદા-1
  • રસલ્સ વાઇપર (સાપ)
    નર-1 : માદા-1
  • ગોલ્ડન ફિઝન્ટ (પક્ષી)
    નર-01
  • મોન્ટેન ટ્રીન્કેટ (સાપ)
    નર-2 : માદા-2
  • ફિંચ (પક્ષી)
    નર-4 : માદા-4
  • ગ્રીન વાઇન સ્નેક (સાપ)
    નર-1: માદા-1
  • રેટ સ્નેક (સાપ)
    નર-1: માદા-1
  • વ્હિટેકરસ બોઆ (સાપ)
    નર-2 : માદા-2

રાજીવ ગાંધી ઝૂલોજીકલ પાર્ક, પુના ખાતેથી મેળવેલ પ્રાણીઓ

  • ભારતીય વરૂ
    નર -1
  • ઝરખ
    નર-1

હાલ આ તમામ પ્રાણીઓને વેટરનરી ઓફીસરની દેખરેખ હેઠળ ઝૂ ખાતે ક્વોરેનટાઇનમાં રાખવામાં આવેલા છે. ક્વોરેનટાઇન પીરીયડ પૂર્ણ થતા મુલાકાતીઓ માટે પ્રદર્શીત કરવામાં આવશે.

 

રાજકોટ ઝૂમાં આવેલા નવા પ્રાણીઓની વિશેષતા

વાઇલ્ડ ડોગ (ભારતીય જંગલી શ્વાન)

વાઇલ્ડ ડોગને “ધોલ” તરીકે પણ ઓળખવામાં આવે છે. વાઇલ્ડ ડોગ આકર્ષક, લાલ-ભુરા કલરના મધ્યમ કદના શ્વાનકૂળના પ્રાણીઓમાં સમાવેશ થાય છે. જેની ઉંચાઇ લગભગ 20 ઇંચ તથા પૂંછડી કાળી અને દોઢ ફૂટ જેટલી લાંબી હોય છે. આ શ્વાન જંગલોમાં જૂથમાં રહે છે. ભારતમાં મુખ્યત્વે પશ્ચિમ ઘાટ, મધ્ય ભારત અને ઉત્તરપૂર્વ ભારતના જંગલોમાં વ્યાપકપણે જોવા મળે છે. ગુજરાતના જંગલોમાં વાઈલ્ડ ડોગ જોવા મળતા નથી. ગુજરાતમાં માત્ર સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય બાદ હવે રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે વાઇલ્ડ ડોગ જોવા મળશે.

 

પામ સિવેટ કેટ (તાડ બિલાડી)

તાડ બિલાડી તાડીનો રસ, ફળો, પક્ષીઓ અને ઉંદરનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. ગુજરાતમાં શુલપાણેશ્વર અભયારણ્ય, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, વડોદરા, વલસાડ અને ડાંગનાં જંગલોમાં જોવા મળે છે. મોટાપણે આંબા તથા તાડનાં વૃક્ષો પર જોવા મળે છે.

 

રેટીક્યુલેટેડ પાયથન (જાળીદાર અજગર)

રેટીક્યુલેટેડ પાયથન દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ એશિયાનાં જંગલોમાં જોવા મળતો બિનઝેરી સાપ છે. દુનિયાનાં ભારેખમ સાપમાં તેનો સમાવેશ થાય છે. જાળીદાર અજગર ખુબજ સારા તરવૈયા છે. તેમાં શરીર પરની આકર્ષક ડીઝાઇનને કારણે મુલાકાતીઓમાં ખુબ પ્રચલિત પ્રાણી છે.

 

રસેલ્સ વાઇપર  (ખડચિતળો)

ખડચિતળો વાઇપર કુળનો ભારતીય ઉપખંડનો નિવાસી સાપ છે. ભારતમાં જોવા મળતા મુખ્ય ચાર ઝેરી સાપ પૈકીનો એક છે. તેનું માથુ ચપટુ અને ત્રિકોણાકાર હોય છે. જે ગળાથી અલગ પડે છે. કુલ લંબાઇ ૦૪ ફુટ સુધી હોય શકે છે. ઘાસનાં જંગલોમાં રાત્રિ દરમિયાન શિકારની શોધમાં નીકળે છે.

મોન્ટેન ટ્રીન્કેટ (મોન્ટેન રૂપસુંદરી)

મોન્ટેન રૂપસુંદરી પશ્ચિમ ઘાટની મુળ નિવાસી બિનઝેરી સાપની જાતિ છે. આ સાપ સોંદર્યનાં પ્રતિક તરીકે માનવામાં આવે છે. રૂપસુંદરીની આંખની પાછળ એક ત્રાંસી કાળી લીટી હોય છે. મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, અને તામિલનાડુમાં જોવા મળે છે. તે પક્ષીઓ દેડકા ગરોળી અને અન્ય સાપનો પણ શિકાર કરે છે.

ગ્રીન વાઇન સ્નેક (લીલવણ)

લીલવણ લાંબા મોઢાવાળા ચાબુક સાપ તરીકે પણ ઓળખાય છે. તે ભારતનાં પશ્ચિમ ઘાટનાં જંગલોમાં જોવા મળે છે. લીલવણ હળવા ઝેરી હોય છે. તેનો મુખ્ય ખોરાક દેડકા અને ગરોળી છે. લીલવણ વેલાઓમાં છુપાઇને જીવન જીવે છે.

 

રેટ સ્નેક (ધમણ)

આ સાપ ઉંદરનો ખોરાક તરીકે ઉપયોગ કરતો હોવાથી ખેડુતનાં મિત્ર તરીકે ઓળખાય છે. બિનઝેરી સાપ છે. તે શિકારની આસપાસ તેમના શરીરને લપેટીને અને સંકોચન દ્વારા શિકારને ગુંગળાવી દે છે.

વ્હીટેકર બોઆ

આ બોઆ પ્રજાતિનો બિનઝેરી સાપ છે. તે ભારતનો નિવાસી સાપ છે. અમેરિકન સર્પશાસ્ત્રી રોમ્યુલસ વ્હીટેકરનાં માનમાં આ સાપને વ્હીટેકર બોઆ કહેવામાં આવે છે. દક્ષિણ પશ્ચિમ ભારતમાં કેરળ કર્ણાટક ગોવા અને દક્ષિણ મહારાષ્ટ્રમાં જોવા મળે છે. તે મુખ્યત્વે દરિયા કિનારા અને ઝાડીવાળા જંગલોમાં રહેણાંક ધરાવે છે. તે મુખ્યત્વે ઉંદરનો શિકાર કરે છે. તે બચ્ચાને જન્મ આપે છે

ઝરખ

ઝરખએ  ઉત્તર અને પૂર્વ આફ્રિકા મધ્ય એશિયા અને ભારતીય ઉપખંડમાં જોવા મળે છે. તેનો મુખ્ય ખોરાક હાડકા છે. તે જંગલોનાં સફાઇ કામદાર તરીકે ઓળખાય છે. તે નિશાચર પ્રાણી છે. તેનાં આગળનાં પગ લાંબા અને પાછળનાં પગ ટુંકા હોય છે. તેમજ શરીર પર ભરાવદાર વાળનું આવરણ હોય છે. તે હસવા/રડવા જેવા અવાજો કરે છે.

 

 

 

ઉપરોક્ત પ્રાણીઓનો ઉમેરો થતા હવે રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે જુદી જુદી 67 પ્રજાતીઓના કુલ 539 વન્યપ્રાણી-પક્ષીઓ થયા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article