
રાજ્યમાં વધી રહેલા દેશી દારૂના દુષણને ડામવા હવે પોલીસે (Gujarat Police) કમરકસી છે.જે અંતર્ગત રાજકોટ પોલીસ (Rajkot Police) દેશી દારૂનું વેચાણ કરતા તત્વો પર નજર રાખી રહી છે સાથે જ આ માટે પોલીસે મેગા ડ્રાઈવ (mega Drive) પણ યોજી છે.શહેરના વિવિધ વિસ્તારો પર પોલીસ ડ્રોનથી નજર રાખી રહી છે. જંગલેશ્વર, કીટીપરા, કુબલિયાપરા અને છોટુનગર જેવા વિસ્તારો પર ડ્રોનથી (Drone) નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.પોલીસ ડ્રોનથી દેશી દારૂની ભઠ્ઠીઓ પર બાજ નજર રાખી રહી છે.
બોટાદમાં ઝેરી દારૂકાંડ (Botad Hooch Tragedy) ના સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યા છે. દારૂકાંડની આ ઘટના બાદ રાજ્યભરમાં પોલીસ દોડતી થઈ છે.ત્યારે રાજકોટમાં ઝેરી દારૂકાંડનો બનાવ ન બને તે માટે પોલીસ પણ એક્શનમાં આવી છે.અલગ- અલગ વિસ્તારોમાં દેશી દારૂના અડ્ડા પર પોલીસે દરોડા પાડીને કાર્યવાહી કરી રહી છે.