Rajkot : જસદણ શહેરના માર્ગો વરસાદમાં ધોવાયા, લોકો પરેશાન

|

Sep 19, 2021 | 8:56 AM

જસદણ શહેરના જૂના બસસ્ટેન્ડથી ચોટીલા તરફ જતો મુખ્ય રોડ થોડાક વરસાદમાં પણ બેહાલ થઈ જતાં લોકોને એ રસ્તેથી ચાલવામાં મુશ્કેલી પડી રહી છે

રાજકોટ(Rajkot)જિલ્લાના જસદણ(Jasadan)શહેરના માર્ગો(Road)સામાન્ય વરસાદમાં પણ ખરાબ થઈ જતાં લોકોને ભારે હેરાનગતિ થઈ રહી છે. શહેરના જૂના બસસ્ટેન્ડથી ચોટીલા તરફ જતો મુખ્ય રોડ થોડાક વરસાદમાં પણ બેહાલ થઈ જતાં લોકોને એ રસ્તેથી ચાલવામાં મુશ્કેલી પડી રહી છે. જસદણ શહેરમાં પ્રવેશવા માટેનો મુખ્ય રોડ જ ખાડાઓથી છવાઈ ગયો હોવાથી વાહનચાલકોને હવે આ રસ્તેથી અવર-જવર કરવી જ ગમતી નથી.

જસદણના સ્મશાનથી જસદણ બાયપાસ સુધી જતો માર્ગ ધોવાઈ ગયો છે. જ્યારે ગંગાભુવન વેકરીયા વાડી વિસ્તારના રોડ ઉપર મોટા મોટા ગાબડાં પડી ગયાં છે. જેના કારણે આ રસ્તાઓ ઉપર અગાઉ અકસ્માતો પણ થઈ ચૂક્યા છે. ત્યારે લોકોની તંત્રને એક જ માંગ છે કે પ્રાથમિક સુવિધામાં આવતા રોડ-રસ્તાની જેમ બને તેમ જલદી મરામત કરાવવામાં આવે.

ઉલ્લેખનીય છે, ગુજરાતમાં હાલ શરૂ થયેલા વરસાદ અંતર્ગત રાજ્કોટ જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો હતો. જેમાં જસદણ શહેર અને આટકોટમાં ભારે વરસાદ પડ્યો હતો. તેમજ જસદણ શહેરમાં 1 કલાકમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો અને રોડ ઉપર પાણી વહેતા થયા હતા. જેના પગલે શહેરના રોડ પર અનેક સ્થળોએ પાણી ભરાયેલા જોવા મળતા હતા. જેના લીધે જ સ્થળો પર પાણી ભરાયા હતા ત્યા રોડ બેસી જવાના અને ખાડા પડવાની શરૂઆત થઈ છે . જેના પગલે વાહન ચાલકો પરેશાન થઇ રહ્યા છે.

આ પણ વાંચો : ગુજરાતમાં રવિવારે કરાશે ગણેશ વિસર્જન, અમદાવાદ અને સુરત સહિતના શહેરોમાં પોલીસ ખડેપગે

આ પણ વાંચો :  Surat: ફાયર ફાઈટીંગ રોબોટ માટે સુરત કોર્પોરેશન અમદાવાદ કરતા 30 લાખ રૂપિયા વધુ ચુકવશે

Published On - 8:51 am, Sun, 19 September 21

Next Video