ગુજરાતમાં કોળી સમાજની બેઠકમાં રાજકીય મુદ્દાની ચર્ચા, કુંવરજી બાવળિયાને સમર્થન આપવા આહવાન

|

Nov 08, 2021 | 10:51 PM

અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ કુંવરજી બાવળિયા લોકોને મળે છે તેમના કામ કરે છે તે બાબત પર ભાર મૂક્યો હતો. તેમજ કોળી સમાજને કુંવરજી બાવળિયાને સમર્થન કરવા આહવાન કર્યું હતું.

ગુજરાતમાં(Gujarat)વિધાનસભા ચુંટણી પૂર્વે કોળી સમાજ(Koli Community) પોતાના સમાજને રાજકીય રીતે યોગ્ય પ્રતિનિધિત્વ મળે તે માટે પ્રયાસો હાથ ધર્યા છે. જેમાં ભાગરૂપે રાજકોટના(Rajkot)વિંછીયા ખાતે કોળી સમાજની બેઠકમાં રાજકીય મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં બોટાદના જિલ્લા ભાજપના પૂર્વ સભ્ય પ્રભાત યાદવે આત્મારામ પરમાર પર નિશાન સાધ્યું હતું. તેમજ કહ્યું હતું કે આત્મારામ પરમાર સ્થાનિક આગેવાનોને એક એક વર્ષ સુધી મળતા નથી

જ્યારે બીજી તરફ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ કુંવરજી બાવળિયા(kunvarji Bavaliya)લોકોને મળે છે તેમના કામ કરે છે તે બાબત પર ભાર મૂક્યો હતો. તેમજ કોળી સમાજને કુંવરજી બાવળિયાને સમર્થન કરવા આહવાન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારના મંત્રી તરીકે પદભારમાંથી મુક્ત થવાના થોડા સમય પૂર્વે જ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ તરીકે ફરીથી કુંવરજી બાવળિયાની વરણી કરવામાં આવી હતી. જેમાં 13 રાજ્યોના પ્રતિનિધિએ કુંવરજી બાવળિયાનો પ્રમુખ તરીકે સ્વીકાર હોવાનો ઠરાવ કર્યો હતો. જેમાં 17 રાજ્યોના કોળી અગ્રણીઓને સામાન્ય સભામાં નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમજ ત્રણ વર્ષ માટે કુંવરજી બાવળિયાની કોળી સમાજના પ્રમુખ તરીકે નિયુક્તિ થઇ છે.

જો કે આ પૂર્વે થોડા સમય માટે નિયુક્ત કરાયેલા અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ અજિત પટેલે પુર્વ પ્રમુખ કુંવરજી બાવળીયા સામે ગંભીર આક્ષેપો કર્યા હતા.અજિત પટેલે કુંવરજી બાવળીયાએ કોળી સમાજ માટે સમય ન આપ્યાનું નિવેદન કર્યુ હતું.

આ પણ વાંચો :  ગુજરાતમાં આ વિસ્તારોમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી

આ પણ વાંચો : સુરેન્દ્રનગર એન્કાઉન્ટર : આખરે પરિવારે બંને આરોપીના મૃતદેહ સ્વીકાર્યા, ગેડિયા ગામમાં જ થશે દફનવિધિ

Published On - 10:49 pm, Mon, 8 November 21

Next Video