Rajkot Police Station List: જાણો તમારા વિસ્તારને કયુ પોલીસ સ્ટેશન લાગુ પડે છે અને વધારો તમારુ Knowledge
રાજકોટ શહેર પોલીસને બે ઝોનમાં વિભાજિત કરવામાં આવી છે એટલે કે ઝોન 1 અને 2. તે આગળ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ વિભાગમાં વિભાજિત કરવામાં આવેલું છે જેમાં 12 પોલીસ સ્ટેશન છે.
Rajkot Police Station List
Follow us on
રાજકોટ શહેર પોલીસે ગુજરાત પોલીસનો જ એક ભાગ છે. રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ટ્રાફિક નિયમો જળવાઈ રહે માટે જવાબદાર એજન્સી છે. અગાઉ રાજકોટ શહેર અને રાજકોટ ગ્રામ્ય એક જ વિભાગ હેઠળ હતા. જે બાદ હવે રાજકોટ શહેર પોલીસ પાસે પોલીસ કમિશનરેટ સિસ્ટમ છે અને તેનું નેતૃત્વ પોલીસ કમિશનર કરે છે. હાલમાં મનોજ અગ્રવાલ આઈપીએસ પોલીસ કમિશ્નર તરીકે કાર્યરત છે. તેમજ રાજકોટમાં એક સંયુક્ત પોલીસ કમિશનર, બે નાયબ પોલીસ કમિશનર અને સાત મદદનીશ પોલીસ કમિશનર છે. ત્યારે અગાઉના લેખમાં અમદાવાદ અને સુરત પોલીસ સ્ટેશનની માહિતી આપણે જોઈ હતી. જે બાદ આજે રાજકોટ શહેર પોલીસ અંગે લેખમા જાણકારી મેળવીશું.
રાજકોટ શહેરના પોલીસ સ્ટેશનોની યાદી
રાજકોટ શહેર પોલીસને બે ઝોનમાં વિભાજિત કરવામાં આવી છે એટલે કે ઝોન 1 અને 2. તે આગળ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ વિભાગમાં વિભાજિત કરવામાં આવેલું છે, જેમાં 12 પોલીસ સ્ટેશન છે. દરેક વિભાગનું નેતૃત્વ મદદનીશ પોલીસ કમિશનર કરે છે. કાયદો અને વ્યવસ્થા પોલીસ સ્ટેશનો ઉપરાંત, રાજકોટ પોલીસ પાસે અન્ય શાખાઓ છે જેમ કે, ક્રાઈમ, ટ્રાફિક, પાસપોર્ટ, મહિલા, SC/ST, સાયબર ક્રાઈમ વગેરે. અગાઉ આપણે અમદાવાદ અને સુરતના પોલીસ સ્ટેશની માહિતી જોયા બાદ આજે રાજકોટ શહેર પોલીસ અંગે જાણકારી લેખમાં આપવામાં આવી છે.