RAJKOT : છાપરા ગામે તણાયેલી કાર મળી આવી, કારમાંથી પેલિકન કંપનીના માલિકનો મૃતદેહ મળ્યો

|

Sep 14, 2021 | 3:53 PM

Rain in Rajkot : એક દિવસની શોધખોળ બાદ આખરે આ કાર મળી આવી અને આ કારમાં પેલિકન કંપનીના માલિકનો મૃતદેહ મળી આવ્યો છે.

RAJKOT : રાજકોટ શહેર અને જિલ્લામાં ગઈકાલે 13 સપ્ટેમ્બરે પડેલા ભારે વરસાદે ખુબ તારાજી સર્જી છે. ભારે વરસાદને કારણે ગઈકાલે છાપરા ગામ પાસે દોંડી નદીમાં કાર તણાઈ ગઈ હતી. એક દિવસની શોધખોળ બાદ આખરે આ કાર મળી આવી અને આ કારમાં પેલિકન કંપનીના માલિકનો મૃતદેહ મળી આવ્યો છે. આ કારમાં પેલિકન કંપનીના માલિક કિશન શાહ, કારચાલક અન્ય એક વ્યક્તિ સવાર હતા.. ઘટનાની જાણ થતા જ NDRFની ટીમે મોરચો સંભાળ્યો હતો અને કારની શોધખોળ હાથ ધરી હતી.. NDRFની ટીમને આજે રાજકોટ-કાલાવડ હાઈવે પાસેથી કાર મળી આવી છે.. કારમાંથી કિશન શાહનો મૃતદેહ મળ્યો છે.

રાજકોટ-જામનગર હાઈવે પર છાપરા ગામની દોંડી નદીમાં આ કાર તણાઈ હતી. આ કારમાં કુલ ત્રણ લોકો સવાર હતા, જેમાંથી એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો, જયારે પેલિકન કંપનીના માલિક કિશન શાહ અને કારચાલક કાર સાથે પાણીમાં તણાયા હતા. આખરે સતત મહેનત બાદ NDRF ની ટીમે કાર તણાઈ હતી ત્યાથી 500 મીટર દુરથી કાદવમાં ખુપેલી કારને શોધી કાઢી હતી. આ કારને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી.

ગઈકાલે 13 સપ્ટેમ્બરે રાજકોટ શહેર અને ગ્રામ્યમાં બારે મેઘ ખાંગા થયા હતા અને જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીની સ્થિતિ સર્જાઇ હતી. ભારે વરસાદને પગલે રાજકોટમાં હજારો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે, તો અનેક લોકો લોકોને એરલિફ્ટ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. પૂરની સ્થિતિને પગલે ઘણા લોકોના મોત થયા છે.સ્થિતિ વધુ બગડતા NDRF અને SDRFની ટીમની પણ મદદ લેવામાં આવી હતી.

આ પણ વાંચો : NARMADA : સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો, 24 કલાકમાં 22 સેમીનો વધારો થયો

Published On - 3:43 pm, Tue, 14 September 21

Next Video