Rajkot: આયુર્વેદિક પીણાના નામે વેચાતા સીરપથી ખુલ્લેઆમ ચાલતા નશાના કારોબારની ખૂલી પોલ, વાંચો જીવલેણ સીરપ વિશે AtoZ

|

Aug 07, 2023 | 11:47 PM

Rajkot: આયુર્વેદિક પીણાના નામે મળતુ ટોનિક આપણા શરીરને નુકસાન પહોંચાડી શકે છે અને ગંભીર અસર પહોંચાડી શકે છે. વાંચો આ જીવલેણ સીરપનો જથ્થો કેવી રીતે પકડાયો અને કેવી ખુલ્લેઆમ ચાલતો હતો નશાનો વેપલો. જેને લોકો એનર્જી ટોનિક માની રહ્યા હતા તે ટોનિક સ્વરૂપે ઈથાઈલ આલ્કોહોલ હોવાનો મોટો ખૂલાસો

ગુજરાતમાં ઠેર ઠેર આર્યુવૈદિક પીણાના નામે લોકો ઝેર પી રહ્યા છે. તાજેતરમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્રારા પકડવામાં આવેલા આર્યુવેદિક સીરપના જથ્થાએ આ પોલ ખોલી દીધી છે અને ખુલ્લેઆમ ચાલતા નશાના કારોબારનો પર્દાફાશ થયો છે.પોલીસ આવા ડિસ્ટ્રીબ્યુટરને પકડે છે પરંતુ આ જથ્થાનું ઉત્પાદન ક્યાં થાય છે ત્યાં સુધી શું નહીં પહોંચી શક્તી હોય તે  મોટો સવાલ છે.

આર્યુવેદિક પીણું કોઇ ટોનિક નહિ પરંતુ ઝેર !

રાજકોટ સહિત ગુજરાતનું ભાગ્યે જ કોઇ ગામ બાકી હશે જ્યાં આર્યુવેદિક પીણા નહિં વહેચાતા હોય,શહેર હોય કે ગ્રામ્ય વિસ્તાર દરેક જગ્યાએ પાનના ગલ્લે અને જનરલ સ્ટોરમાં આસાનીથી મળી જાય છે આ પીણા,યુવાનો આને એનર્જી ટોનિક માની રહ્યા છે તો કેટલાક લોકો મીઠાં નશાની લાલચમાં આ આર્યુવેદિક પીણું પીવે છે પરંતુ આપ એ નહિ જાણતા હોય કે આ આર્યુવેદિક પીણું કોઇ ટોનિક નહિ પરંતુ ઝેર છે. ગત 3 જુલાઇના રોજ ક્રાઇમ બ્રાન્ચ દ્રારા આ આર્યુવેદિક પીણાની 73000થી વધારે બોટલો ઝડપી પાડવામાં આવી હતી અને જ્યારે તેનો FSLનો રિપોર્ટ આવ્યો ત્યારે સૌ કોઇ ચોંકી ગયા હતા.

આયુર્વેદિક ટોનિકમાં ઈથાઈલ આલ્કોહોલ અને આઈશાપ્રોપાઈલ આલ્કોહોલ મળ્યા

આ આર્યુવેદિક ટોનિકમાં ઇથાઇલ આલ્કોહોલ અને આઇશાપ્રોપાઇલ આલ્કોહોલનું પ્રમાણ મળી આવ્યું છે જે લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક છે.જેના કારણે રાજકોટ પોલીસે પ્રોહિબીશનની અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. તાજેતરમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાંથી આ સીરપનો જથ્થો મોટા પ્રમાણમાં પકડાય ચૂક્યો છે.તાજેતરમાં પકડાયેલા જથ્થા પર નજર કરીએ તો

અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો
Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ

ક્યાં સ્થળોએ પકડાયો જથ્થો ?

  • રાજકોટ- ક્રાઇમ બ્રાન્ચ- 73275 બોટલ
  • રાજકોટ- થોરાળા પોલીસ સ્ટેશન 4200 બોટલ સીરપ
  • શાપર પોલીસ-4850
  • પડધરી પોલીસ સ્ટેશન 8000 સીરપ
  • ખંભાળીયા SOG 4000 સીરપ
  • પોરબંદર 30000 સીરપ
  • બાબરા-40073 સીરપ

જો કે હજુ પણ ગ્રામ્ય વિસ્તારોમાં આ જથ્થો મોટા પ્રમાણમાં મળી રહ્યો છે. ઇથાઇલ આલ્કોહોલ હોવાને કારણે પ્રોહિબીશન એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી શકે છે.આ કિસ્સાઓમાં પોલીસ પ્રોહિબીશનની કલમ હેઠળ કાર્યવાહી કરીને આરોપીને પકડી પાડે છે પરંતુ સવાલ એ વાતનો થઇ રહ્યો છે આ આલ્કોહોલીક આર્યુવેદિક સીરપ  બને છે ક્યાં?

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં જે આર્યુવેદિક સીરપ મળી આવ્યું છે તેમાં વડોદરા જીઆઇડીસીનું શ્રીજી આર્યુવેદિક હેલ્થ કેર નામની ફેક્ટરીનું નામ લખવામાં આવ્યું છે.આર્યુવેદિક ટોનિકનો આ જથ્થો અહીં તૈયાર થયો હોવાની વાત કરવામાં આવી હતી પરંતુ પોલીસે કરેલી તપાસ કરતા આ ફેક્ટરી સાથે સંકળાયેલા લોકોએ આ પેઢી વર્ષ 2021થી બંધ હોવાનો દાવો કર્યો છે.

આપને જણાવી દઇએ કે આજકાલ માર્કેટમાં જે આર્યુવેદિક પીણા તરીકે પાનના ગલ્લા અને જનરલ સ્ટોરમાં મળી રહ્યું છે તે આર્યુવેદિક દવાઓ બજારમાં ઉપલબ્ધ છે.જેનું ઉત્પાદ સેલવાસ-દમણમાં થઇ રહ્યું છે.પરંતુ લેભાગુ તત્વો તેના ભળતા નામથી નશાકારક પદાર્થ વધારે પ્રમાણમાં ઉમેરીને ખુલ્લેઆમ વેપલો કરી રહ્યા છે અને જાણે ગુજરાતમાં ફરી લઠ્ઠાકાંડ કરવાની પ્રેરવીમાં હોય તેવા પ્રયાસો કરી રહ્યા છે.

સૌરાષ્ટ્રમાં પોલીસની કાર્યવાહીથી થોડો ફફડાટ જોવા મળી રહ્યો છે. મુખ્ય શહેરોમાંથી આ જથ્થો હાલ અદ્રશ્ય થયો છે પરંતુ હજુ પણ ગ્રામ્ય વિસ્તારોમાં આ આર્યુવેદિક પીણું વેચાઇ રહ્યું છે.અમે આપને જણાવીશું કે આ પીણું કેટલું ખત્તરનાક છે, લોકોના સ્વાસ્થ્યને કેટલું નુકસાન કરે છે.

tv9 આપની સમક્ષ હવે કરવા જઇ રહ્યો છે સૌથી મોટો ખુલાસો

આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. કોરોના સમયે આપે સેનેટાઇઝરનો ઉપયોગ ભરપૂર કર્યો,ઘરમાં આપ બાથરૂમ સાફ કરતા જે પ્રવાહીનો ઉપયોગ કરો છો,બસ આ જ છે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ,જંતુનાશક દવા કહી શકાય તે પ્રકારનું પ્રવાહી આપણા શરીરમાં જાય તો શું થાય.બજારમાં વેચાતા આર્યુવેદિક પીણામાં આ જ પ્રવાહી છે.

દેશમાં અનેક પ્રકારની આર્યુવેદિક દવાઓ ઉપલબ્ધ છે. આર્યુવેદિકમાં કેટલીક દવાઓમાં મર્યાદિત પ્રમાણમાં અલગ અલગ પ્રકારના આલ્કોહોલનો ઉપયોગ કરવામાં આવે છે અને તેની પરવાનગી પણ હોય છે, બસ આ જ વાતનો ફાયદો ઉઠાવીને લેભાગુ તત્વો લોકોના સ્વાસ્થ્ય સાથે કરે છે ચેડા. ગુજરાતમાં ફરી લઠ્ઠાકાંડ થાય તેવા ક્રુર પ્રયાસો કરી રહ્યા છે.હવે tv9 કરવા જઇ રહ્યો છે મોટો ખુલાસો જે આર્યુવેદિક ટોનિક કે જે એક સ્ફુર્તિ માટેનું ટોનિક છે,જે મીઠો નશો આપતું ટોનિક છે તેવું સમજીને બજારમાંથી ખરીદવામાં આવે છે તે આર્યુવેદિક સીરપની અસલીયત આપની સામે છે.જુઓ કેટલા પ્રમાણમાં થાય છે મિશ્રણ

 

આર્યુવેદિક પીણું ઇથેલોન આલ્કોહોલ આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ

  • USHIRASAVA ASAV ARISHTA
  • BLOOD PURIFIER HELTHCARE 5.69 % 0.03 %
  • ASHVASHAV IMPROVE THE BRAIN
  • HEALHCARE 6.56 % 0.04 %
  • KAAL MEGHASAVA ASAVA 6.21 % 0.04 %
  • KANAKASAVA HEALTHCARE 5.95 %
  • GAREGEM ASAVA HEATHCARE 5.95 %

તબીબોનું માનીએ તો આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ શરીર માટે ખુબ હાનિકારક છે, આ પીણું પીવાથી શરીરમાં ખુબ જ હાનિ પહોંચે છે. સૌ પ્રથમ આ પીણું પીવાથી કેવા લક્ષણો જોવા મળે

  • મગજ શુન્યાવકાશ થાય છે
  • આલ્કોહોલની માત્રા વધારે હોવાથી ઘેનમાં રહે છે
  • જો એક કરતા વધારે પ્રમાણમાં આ પ્રવાહી પીવાથી વ્યક્તિને ભાન રહેતી નથી
  • વ્યક્તિ નશાની હાલતમાં રહે છે,એક જ સ્થળે લોથપોથ થઇને બેસી રહે છે
  • આ પદાર્થ પીવાથી સ્ટ્રોંગ દારૂ પીધો હોય તેવો અનુભવ થાય છે

 

હવે એ પણ જાણી લો આ દારૂ પીવાથી શરીરમાં કેટલું નુકસાન થાય છે ?

  • ચક્કર આવવા,ઉલટી થવી
  • માથું ભારે થઇ જવું,લીવરમાં ગંભીર પ્રકારની અસર થવી
  • આ પ્રવાહી પીવાને કારણે અંધાપો આવી જવો
  • પેટ અને આંતરડાના ગંભીર પ્રકારના રોગ થવા
  • લાંબા સમય સુધી અને વધારે પ્રમાણમાં પીવાને કારણે હ્રદયની નડીઓમાં ગંભીર અસર થાય છે.હ્રદય રોગ થવો, હ્રદય બંધ પડી જવું તેવા કિસ્સાઓ સામે આવે છે.

અમદાવાદના તબીબ ડો.તેજસ પ્રજાપતિનો દાવો છે કે રાજ્યમાં આ પ્રકારના કિસ્સાઓ વધી રહ્યા છે. મોટાભાગે આ પીણું પીવાને કારણે દર્દીઓને અંધાપો આવી રહ્યો છે. ઇથોલીન અને ઓઇસોપ્રોપાઇલ આલ્કોહોલને કારણે આ સીરપ મેથોલોનમાં પણ પરિણમે છે જે એક પ્રકારે લઠ્ઠો છે,જેના સેવનથી મૃત્યુનું જોખમ વઘી રહ્યું છે.

tv9 દ્રારા આ અંગે આર્યુવેદિક તબીબનો પણ સંપર્ક કરવામાં આવ્યો જેમાં ચોંકાવનારી હકીકતો સામે આવી.આયુર્વેદમાં અશ્વા એક એવી વસ્તુ છે જે આથામાંથી તૈયાર થાય છે અને તેના કારણે જ આ પ્રકારની સીરપ વેચતા લોકો અશ્વાના નામે મોટાભાગની સીરપ વેંચે છે. જેથી તેમાં કેફી પદાર્થ હોય પરંતુ આર્યુવેદ તબીબ ડૉ.જયેશ પરમારનું કહેવું છે કે આર્યુવેદમાં આ પ્રકારનું કોઇ કેમિકલ આવતું નથી અને જે પદાર્થ આર્યુવેદિક દવામાં ઉમેરવામાં આવે છે તે પદાર્થ શાસ્ત્રોને અનુરૂપ,માન્ય પ્રમાણમાં અને આર્યુવેદિક પદ્ધતિથી ઉપયોગ કરવામાં આવે છે. જેથી તેની કોઇ આડઅસર થતી નથી. દરેક વ્યક્તિએ આર્યુવેદિક દવા નિષ્ણાંત વૈદ્યની સલાહ મુજબ અને પ્રમાણ મુજબ લેવી હિતાવહ છે.

આ પણ વાંચો : Rajkot: રાજકોટ જિલ્લા કલેક્ટરને નામે ફોન નંબર માંગીને છેતરપિંડીનો પ્રયાસ, કરાઈ કાર્યવાહી, જુઓ Video

બેખૌફ રીતે વેચાતા આ આર્યુવેદિક સીરપ નશાબંધીના ખુલ્લેઆમ ધજાગરા ઉડાવી રહ્યા છે.આ સીરપ યુવાનોના શરીરને ખોખલું કરી રહ્યો છે તો લઠ્ઠાકાંડને પણ આમંત્રણ આપી રહ્યુ છે.

રાજકોટ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article