ખાડામાં પડતા યુવકના મોત થવા મામલે રાજકોટ મહાનગરપાલિકા એક્શનમાં, મનપા કમિશનરે તપાસ કમિટીની કરી રચના

|

Jan 30, 2023 | 2:27 PM

રાજકોટ (Rajkot) મહાનગરપાલિકા તંત્રની બેદરકારીથી યુવાનનું મોત થયાના અનેક આક્ષેપ થયા હતા. આ મામલે પોલીસ કેસ પણ દાખલ થયો છે. આ મામલે હર્ષના પિતાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતા પોલીસે માનવ વધનો ગુનો નોંધ્યો છે.

ખાડામાં પડતા યુવકના મોત થવા મામલે રાજકોટ મહાનગરપાલિકા એક્શનમાં, મનપા કમિશનરે તપાસ કમિટીની કરી રચના
રાજકોટમાં યુવકનું ખાડામાં પડતા મોત

Follow us on

રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે હર્ષ દાવડા નામનો યુવાન ખાડામાં પડી જતા તેનું મોત નિપજ્યુ હતુ. આ ઘટનાને લઇને રાજકોટ મહાનગરપાલિકાની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા હતા. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ થતા મહાનગરપાલિકા પાસે જવાબ માગ્યો હતો, ત્યારે હવે રાજકોટ મહાનગરપાલિકા એક્શનમાં આવી છે. પોલીસે મનપા પાસે જવાબ માગતા મનપા કમિશનરે તપાસ કમિટી બનાવી છે. જે સમગ્ર કેસમાં ઊંડાણ પૂર્વકની તપાસ કરશે.

રાજકોટ મહાનગરપાલિકા તંત્રની બેદરકારીથી યુવાનનું મોત થયાના અનેક આક્ષેપ થયા હતા. આ મામલે પોલીસ કેસ પણ દાખલ થયો છે. આ મામલે હર્ષના પિતાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતા પોલીસે સાપરાધ માનવ વધનો ગુનો નોંધ્યો છે. જે પછી પોલીસે આ કેસમાં મહાનગરપાલિકાની કામગીરીને મામલે જવાબ માગ્યો હતો.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

ત્યારે રાજકોટ મ્યુનિસીપલ કમિશનરે આખરે તપાસ કમિટીની રચના કરી છે. આ કમિટી બ્રિજ પાસે કોણે અને કોની મંજૂરીથી ખાડો ખોધ્યો હતો તે અંગે તપાસ કરશે, સાથે જ ખાડા ખોધ્યા બાદ બેરિકેટિંગની વ્યવસ્થા કોની જવાબદારી છે તે અંગે પણ તપાસ કરાશે.

ખાડાઓને કારણે તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલો

સમગ્ર ઘટના જોઇએ તો શહેરના 150 ફૂટ રિંગ રોડ પર રૈયા ટેલિફોન એક્સચેન્જથી ઇન્દિરા સર્કલ તરફ જતા રસ્તા પર ઓવરબ્રિજ શરૂ થતી જગ્યાએ ગટરની કામગીરી ચાલી રહી હતી. આ માટે એક મોટો ખાડો ખોદવામાં આવ્યો હતો, પરંતુ ખાડા પાસે કોઇ બેરિકેટ મુકવામાં ન આવ્યું હોવાનો આક્ષેપ થયો છે. શુક્રવારે સવારે હર્ષ બીજા વાહનને ઓવરટેક કરવા જતો હતો, તે સમયે ખાડામાં પટકાયો હતો.

ખાડામાં રહેલા સળિયા માથામાં વાગતાં હર્ષનું મોત થયું. જે બાદ હર્ષના પરિવારજનો અને પ્રત્યક્ષદર્શીઓએ મનપા દ્વારા ખાડો ખોદવાની કામગીરી દરમ્યાન બેજવાબદારી દાખવવામાં આવી હોવાના આક્ષેપો કર્યા છે. મહત્વનું છે કે શહેરમાં આડેધડ ખોદવામાં આવતા ખાડાઓને કારણે તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા હતા.

Next Article