રાજકોટ લોધિકા સંઘના ચેરમેનની વરણીનું કાઉનટડાઉન થયુ શરૂ, નરેન્દ્રસિંહ જાડેજા vs અરવિંદ રૈયાણી-નીતિન ઢાંકેચા જુથ મેદાને

|

Apr 13, 2023 | 9:08 AM

રાજકોટ જિલ્લા દૂધ સહકારી ઉત્પાદ સંઘના ચેરમેનની વરણી બાદ હવે રાજકોટ લોધિકા સંઘના ચેરમેનની વરણીનું કાઉન્ટડાઉન શરૂ થયુ છે. 17 એપ્રિલે આ વરણી થવાની છે. જેના પર સહુ કોઈની નજરો ટકેલી છે. આ વરણીને લઈને મુખ્યમંત્રી અને સી.આર.પાટીલ સુધી રજૂઆતો કરવામાં આવી છે.

રાજકોટ લોધિકા સંઘના ચેરમેનની વરણીનું કાઉનટડાઉન થયુ શરૂ, નરેન્દ્રસિંહ જાડેજા vs અરવિંદ રૈયાણી-નીતિન ઢાંકેચા જુથ મેદાને
17 એપ્રિલે રાજકોટ લોધિકા સંઘના ચેરમેનની વરણી

Follow us on

રાજકોટ જિલ્લા દુધ સહકારી ઉત્પાદ સંઘના ચેરમેન તરીકે ગોરધન ધામેલિયાનું નામ જાહેર થયા બાદ રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘના ચેરમેનની વરણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. આગામી 17 એપ્રિલના રોજ આ વરણી થવાની છે ત્યારે રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન કોણ તેના પર સૌની નજર રહેલી છે.

આ વરણી એટલા માટે અગત્યની બની જાય છે કારણ કે આ વરણી પહેલા ભાજપના જ બે જુથ આમને સામને આવી ગયા છે અને વરણીને લઇને મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સુધી રજુઆતો કરવામાં આવી છે.

નરેન્દ્રસિંહ જાડેજા vs અરવિંદ રૈયાણી-નિતીન ઢાંકેચા જુથ

રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન તરીકે નરેન્દ્રસિંહ જાડેજા ફરી રિપીટ થાય તેવા પ્રયત્ન કરી રહ્યા છે. ભાજપના મહામંત્રી વિનોદ ચાવડા દ્રારા જ્યારે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્યારે નરેન્દ્રસિંહ જાડેજા તેના સમર્થક ડિરેક્ટરો સાથે સેન્સ આપવા માટે પહોંચ્યા હતા અને અઢી વર્ષના કામના આધારે ફરી નિર્ણય લેવા મોવડી મંડળ સમક્ષ રજૂઆત કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

બીજી તરફ અરવિંદ રૈયાણી અને નીતિન ઢાંકેચા તેના સમર્થક ડિરેક્ટરો સાથે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને બંન્નેમાંથી કોઇપણ એકને ચેરમેન બનાવવાની માંગ કરી હતી. નિતીન ઢાંકેચાએ દાવો કર્યો હતો કે નરેન્દ્રસિંહ જાડેજાને જ્યારે ચેરમેન બનાવ્યા ત્યારે તેને સંપૂર્ણ ટેકો આપ્યો હતો ત્યારે અઢી વર્ષમાં રોટેશન થાય તેવી માંગ કરી છે.

બંન્ને જુથ દ્રારા મુખ્યમંત્રી-પ્રદેશ અધ્યક્ષને રજુઆત

રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘ સહકારી સંસ્થા હવે રાજકીય અસ્તિત્વનો સવાલ થઇ ગઇ હોય તે પ્રમાણે બંન્ને જુથ પોતાની રીતે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. એક જુથ દ્રારા મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સુધી રજુઆત કરવામાં આવી હતી. રાજકોટ લોધિકા સંઘના વહિવટ અને હાલની સ્થિતિથી વાકેફ કરીને ચેરમેન બદલવાની માંગ કરી હતી. જ્યારે નરેન્દ્રસિંહ જાડેજાએ પણ હાલના ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યને સાથે રાખીને પ્રદેશ કક્ષાએ રજૂઆત કરી હતી.

આ પણ વાંચો: રાજકોટમાં વધુ બે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ, વૃદ્ધાના અવસાન બાદ કેર ટેકરે જ પચાવી પાડ્યુ ઘર

જયેશ રાદડિયા રાજકોટ લોધિકા સંઘથી દુર રહ્યા !

ગત ટર્મમાં રાજકોટ લોધિકા સંઘના ચેરમેનની વરણીમાં જયેશ રાદડિયાની મહત્વની ભુમિકા હતી. સૂત્ર પાસેથી મળતી વિગત પ્રમાણે જયેશ રાદડિયા રાજકોટ લોધિકા સંઘના ચેરમેનની વરણીમાં અંતર રાખ્યું છે. જયેશ રાદડિયાના સમર્થિનમાં 4 જેટલા ડિરેક્ટરો છે અને આ ડિરેક્ટરો પાર્ટી જેમને મેન્ડેટ આપે તેને સમર્થન આપશે.

જયેશ રાદડિયાએ પણ પ્રદેશ ભાજપના મોવડી મંડળ દ્રારા મેન્ડેટ આપવામાં આવશે. તેને ટેકો જાહેર કરવાની વાત કરી છે. જયેશ રાદડિયાએ વરણી પહેલા અંતર બનાવતા આ મામલો વધુ ગુચવાયો છે ત્યારે ભાજપ પ્રદેશ મોવડી મંડળ ચેરમેન તરીકે કોની પસંદગી કરે છે તે આગામી 17 માર્ચે જોવાનું રહેશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 9:01 am, Thu, 13 April 23

Next Article