Rajkot: કેકેવી ચોક બ્રિજનું કામ પૂર્ણ થવામાં તારીખ પે તારીખનો સિલસિલો યથાવત, 2-2 મુદ્દત પુરી થયા બાદ આવી નવી તારીખ

|

May 05, 2023 | 6:03 PM

Rajkot: રાજકોટમાં માધાપર ચોકડી ઓવરબ્રિજ બાદ વધુ એક ઓવરબ્રિજનું કામ પુરુ થવામાં શહેરીજનોને તારીખ પે તારીખ મળી રહી છે. રાજકોટના સૌથી વ્યસ્ત ગણાતા કે.કે.વી. ચોક પર કાલવાડ રોડ અને 150 રિંગરોડ ક્રોસ થતા લોકોને ભારે ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડે છે.

Rajkot: કેકેવી ચોક બ્રિજનું કામ પૂર્ણ થવામાં તારીખ પે તારીખનો સિલસિલો યથાવત, 2-2 મુદ્દત પુરી થયા બાદ આવી નવી તારીખ

Follow us on

રાજકોટ શહેરમાં માધાપર ચોકડી ઓવરબ્રિજ બાદ વધુ એક ઓવરબ્રિજના કામ પૂરું થવામાં રાજકોટવાસીઓને ‘તારીખ પે તારીખ’ મળી રહી છે. રાજકોટના કાલાવડ રોડ શહેરનો સૌથી વ્યસ્ત ટ્રાફિક ધરાવતો રોડ છે. કેકેવી ચોક પર કાલાવડ રોડ અને 150 રીંગરોડ (Ring Road) ક્રોસ થતાં હોવાથી ખૂબ જ ટ્રાફિક (Traffice) સમસ્યા રહે છે.

જેના કાયમી ઉકેલ માટે મનપા દ્વારા 129 કરોડના ખર્ચે કેકેવી ચોક પર હાઇલેવલ બ્રીજ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું. પરંતુ આ બ્રિજનું કામ પૂર્ણ થવાની 2-2 તારીખો જતી રહી છે અને હવે રાજકોટવાસીઓને આ બ્રિજનું કામ પૂર્ણ થવાની નવી તારીખ મળી છે. જેથી હજુ આવનારી મુદ્દત સુધી રાજકોટવાસીઓને ટ્રાફિક સમસ્યાનો સામનો કરવાનું યથાવત રહેવાનું છે.

વધુ એક વખત રણજીત બિલ્ડકોનની બેદરકારી

શહેરના કોટેચા ચોકથી આત્મીય કોલેજ સુધી મનપા દ્વારા કે.કે.વી ચોક પર હાઈલેવલ બ્રિજ બનાવવાની કામગીરી જાન્યુઆરી 2021માં શરૂ કરવામાં આવી હતી. આ કામ પૂરું થવાની ટેન્ડર મુજબની તારીખ 20 જાન્યુઆરી 2023 હતી.ત્યારબાદ રણજીત બિલ્ડકોનએ વધુ મુદ્દત માગી હતી.તે મુદ્દત 30 એપ્રિલ હતી પરંતુ 30 એપ્રિલ પણ જતી રહેતા હજુ પણ બ્રિજનું કામ પૂર્ણ થયું નથી અને કંપની દ્વારા વધુ એક મુદ્દત 15 જૂન સુધીની માગવામાં આવી છે. નક્કી થયેલી પહેલી મુદ્દત પૂરી થયાને 4 મહિના જેટલો સમય થઈ ગયો હોવા છતાં કામ પૂર્ણ થયું નથી. બીજી તરફ 2-2 મુદ્દત જતી રહી હોવા છતાં મનપા દ્વારા રણજીત બિલ્ડકોન કંપનીને માત્ર નોટિસ આપી સંતોષ માનવામાં આવી રહ્યો છે.

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

પદાધિકારીઓ અને રણજીત બિલ્ડકોનની મીલીભગત:કોંગ્રેસ

રણજીત બિલ્ડકોનએ 15 જૂન પહેલા કામ પૂર્ણ નહિ થઈ શકે તેવું મનપાને સ્પષ્ટ જણાવી દીધું છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે મનપાના સત્તાધીશો,અધિકારીઓ અને કોન્ટ્રાક્ટ એજન્સીની મીલીભગતને કારણે લોકોને મુશ્કેલી સહન કરવી પડે છે.કોન્ટ્રાક્ટ એજન્સી અને સત્તાધીશો એક જ છે એટલે માત્ર નોટિસ આપવાના ડોળ કરે છે.કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે રણજીત બિલ્ડકોન આ પહેલા પણ અનેક વિવાદમાં આવી ગયું છે છતાં પદાધિકારીઓ સાથે મીલીભગતના કારણે તેમની સામે કાર્યવાહી નથી કરવામાં આવતી.

આ પણ વાંચો: Rajkot : તલાટીની પરીક્ષાને લઈને રાજકોટથી દોડાવાશે આ પરીક્ષા સ્પેશિયલ ટ્રેનો

કામ પૂર્ણ થયા બાદ પેનલ્ટી અંગે નિર્ણય લેવાશે:પુષ્કર પટેલ

બીજી તરફ રાજકોટ મહાનગર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલએ ટીવી9 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જાન્યુઆરી 2021માં આ બ્રિજનું ખાતમહુર્ત થયું હતું. જાન્યુઆરી 2023માં આ બ્રિજનું કામ પૂર્ણ થવાનું હતું પરંતુ અમુક વિધ્નો આવતા કામ પૂર્ણ નહોતું થઈ શક્યું ત્યારે જૂન મહિના સુધીમાં આ કામ પૂર્ણ થઈ જશે તેવી તેમને બાહેંધરી આપી છે.માત્ર નોટિસ ફટકારવામાં આવે છે તે અંગે તેમને જણાવ્યું હતું કે કામ ચાલુ હોય ત્યારે નોટિસ જ ફટકારવામાં આવે છે. કામ પૂર્ણ થયા બાદ બિલની ચૂકવણી સમયે પેનલટી અંગે નિર્ણય લેવામાં આવશે.હવે જોવાનું એ રહેશે કે બ્રિજનું કામ 15 જૂન સુધીમાં પૂર્ણ થાય છે કે કેમ? અને રણજીત બિલ્ડકોનને પેનલ્ટી ફટકારવામાં આવે છે કે કેમ?

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો  tv9gujarati.com પર

  ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article