રાજકોટના(Rajkot) કાગવડ ખોડલધામ (Khodaldham) ખાતે આજે ચેરમેન નરેશ પટેલની(Naresh Patel ) અધ્યક્ષતામાં અલગ-અલગ ટ્રસ્ટીઓની બેઠક મળી હતી જેમાં સૌપ્રથમ ખોડલધામ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ત્યારબાદ યુવા પાટીદાર સમાજ ભવન સોમનાથના ટ્રસ્ટીઓ અને ત્યારબાદ ગુજરાત પરના ખોડલધામના કન્વીનરોની એક બેઠક મળી હતી આ બેઠકમાં નરેશ પટેલના રાજકીય પ્રવેશને લઈને એક મહત્વની ચર્ચા પણ થઈ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે નરેશ પટેલે ગુજરાતભરમાંથી આવેલા અલગ-અલગ જિલ્લાના કન્વીનરોને તેમને રાજકારણમાં આવવું જોઈએ કે નહીં તેવો પ્રશ્ન કરવામાં આવ્યો હતો નરેશ પટેલે ગુજરાતભરના ખોડલધામના કન્વીનરોને વિશ્વાસ આપતા કહ્યું હતું કે રાજકારણમાં પ્રવેશ હું સમાજના લાભ માટે અને સમાજ માટે કરી રહ્યો છું મારો કોઈ વ્યક્તિગત એજન્ડા નથી નરેશ પટેલ ના સવાલ સામે તમામ કન્વીનરો એ એકી સૂરે તેમને રાજકારણમાં આવવા અંગે સંમતિ આપી હતી
વધુમાં નરેશ પટેલે તમામ કન્વીનરો ને કહ્યું હતું કે રાજકારણમાં જોડાવા અંગે નો તેવો નિર્ણય લેવા જઈ રહ્યા છે જ્યારે પણ સાનુકૂળ વાતાવરણ હશે અને નિર્ણય લેવાનો હશે ત્યારે નિર્ણય લેતા પહેલા ફરી એકવાર તમામ કન્વીનરો સાથે ચર્ચા કરીશ
ખોડલધામ ના મુખ્ય ટ્રસ્ટીઓ તથા ગુજરાતના અલગ-અલગ જિલ્લાના કન્વીનરો સાથેની મુલાકાત બાદ નરેશ પટેલ આગામી દિવસોમાં તાલુકાના સક્રિય કન્વીનરો સાથેની એક બેઠક લેશે જેમાં નરેશ પટેલ ગ્રામ્ય સ્તરે કયા પ્રકારની સ્થિતિ છે તે અંગેની સમીક્ષા કરશે અને તાલુકાના કન્વીનરો પાસે તેમને રાજકારણમાં જોડાવું જોઈએ કે નહીં તે અંગેની સંમતિ માગશે
નરેશ પટેલે પોતાના રાજકારણ માં જોડાવા અંગે એવું કહ્યું છે કે સમાજના વડીલો તેમને રાજકારણમાં ન જોડાઈને ખોડલધામ ના બેનર હેઠળ સમાજસેવા કરવા અપીલ કરી રહ્યા છે જ્યારે સમાજના યુવાનો અને મહિલાઓ તેમને આવકારવા માટે થનગની રહ્યા છે જો કે રાજકારણમાં પ્રવેશ માટે એક સર્વે ચાલી રહ્યો છે એ સર્વે પૂર્ણ થયા બાદ તેઓ પોતાના રાજ્યાભિષેક નો અંતિમ નિર્ણય લેશે
આ પણ વાંચો : Surat : કોર્પોરેશન દ્વારા ઇ-ચાર્જિંગ સ્ટેશન વધાર્યા બાદ ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા હજી વધવાનું અનુમાન
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો
Published On - 4:25 pm, Wed, 27 April 22