રાજકોટ(Rajkot)મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા “સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૨” અન્વયે જુના બીન વપરાશ ટાયર તથા સ્ક્રેપ કરવા લાયક પાઇપમાંથી કુલ-12 સ્ક્રેપ બેન્ચ(Scrap Bench) તૈયાર કરી શહેરના જુદા-જુદા 5 બગીચાઓમાં(Garden)મૂકવામાં આવી છે.આ સ્ક્રેપ બેન્ચ ઇનોવેટીવ એન્ટરપ્રાઇઝ દ્વારા પી.પી.પી. ધોરણે બનાવી આપેલ છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના વાહનોના બીન-વપરાશ સ્ક્રેપ કરવા લાયક ટાયર તથા બાંધકામ વિભાગના સ્ટોરમાં રહેલ બીન-વપરાશ સ્ક્રેપ કરવા લાયક પાઇપનો ઉપયોગ કરવામાં આવેલ છે.
આ બગીચાઓમાં રાખવામાં આવી સ્ક્રેપ બેન્ચ
(૧) કલ્પના ચાવલા ગાર્ડન, રેસકોર્ષ,
(૨) જ્યુબેલી ગાર્ડન,
(૩) લાલ બહાદુર શાસ્ત્રી ગાર્ડન, અમરનાથ મંદિર પાસે,
(૪) ચંદ્વશેખર આઝાદ ગાર્ડન, પ્રેમ મંદિર સામે
(૫) બાલ મુકુન્દ ગાર્ડન, વોર્ડ નં.૯ ની ઓફિસ સામે
સ્ક્રેપ બેન્ચ આકર્ષણનું કેન્દ્ર
મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગ દ્રારા તૈયાર કરવામાં આવેલી બેન્ચ આકર્ષણનું કેન્દ્ર છે.અત્યાર સુધી રાજકોટમાં સિમેન્ટ અથવા તો લોખંડની બાકડાંઓ મૂકવામાં આવી રહ્યા હતા ત્યારે પ્રથમ વખત આ પ્રકારના ઇનોવેટિવ બાંકડાઓ મૂકવામાં આવી રહ્યા છે જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
અગાઉ સ્ક્રેપમાંથી અનેક ચીજવસ્તુઓ તૈયાર કરાઇ હતી
રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલિક મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ પણ આ પ્રકારના સ્ક્રેપમાંથી ઇનોવેટિવ ચીજવસ્તુઓ તૈયાર કરી હતી.અગાઉ લોખંડના સ્ક્રેપમાંથી એક ખેડૂત,ઘોડો સહિતની કૃતિઓ તૈયાર કરવામાં આવી હતી અને તેને શહેરના વિવિધ સર્કલ પર રાખવામાં આવી હતી.
આ પણ વાંચો : Ahmedabad : કારચાલકોની નજર ચુકવી કિંમતી વસ્તુઓની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ, એક શખ્સ ઝડપાયો, એક ફરાર
આ પણ વાંચો :Surat : આમ આદમી પાર્ટીમાં ભંગાણ, કોર્પોરેટર વિપુલ મોવલિયાના સમર્થનમાં સંગઠનમાંથી કાર્યકરોના રાજીનામા