Rajkot : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં (Saurashtra University) સેનેટની ચૂંટણીને (Senate election)લઇને કોકડું ગુંચવાયું છે. સેનેટની ચૂંટણીનો સમય વિતી રહ્યો છે. પરંતુ ઇન્ચાર્જ કુલપતિ (Chancellor in charge)ચૂંટણી યોજવાના મુડમાં નથી. જો ૨૩ મે પહેલા ચૂંટણી નહિ યોજાય તો છ જેટલા સિનીયર સિન્ડિકેટ મેમ્બરોના સિન્ડિકેટ પદ રદ્દ થઇ જશે.
કાયદાકીય ગુંચવણને કારણે નથી યોજાઇ રહી ચૂંટણી-કુલપતિ
આ અંગે ઇન્ચાર્જ કુલપતિ ગિરીશ ભિમાણીએ કહ્યું હતું કે દાતા દ્વારા સેનેટની ચૂંટણીની મતદાર યાદી રિસફલીંગ મુદ્દે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. જે અંગે લિગલ ઓપિનીયન લેવામાં આવ્યો છે.ત્યારબાદ રાજ્ય સરકારનું માર્ગદર્શન લેવામાં આવશે જે બાદ ચૂંટણી અંગેનો નિર્ણય લેવામાં આવશે.ચૂંટણી નહિ યોજવાનો કોઇ ઇરાદો નથી.પરંતુ કાયદાકીય ગુંચવણ ઉભી ન થાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે.
23 મે સુધીમાં ચૂંટણી ન યોજાઈ તો કોના કોના જશે સિન્ડિકેટ સભ્ય તરીકે ના પદ ?
ભાજપ
ડૉ. નેહલ શુક્લ
ડૉ. મેહુલ રૂપાણી
ડૉ. ભરત રામાનુજ
ડૉ.. ભાવિન કોઠારી
ડૉ. પ્રવીણ સિંહ ચૌહાણ, કોંગ્રેસ
ડૉ. હરદેવસિંહ જાડેજા
23 મેં 2022 સેનેટ સભ્યની ટર્મ પૂરી થાય છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ સભ્યોની ટર્મ 23 મે 2022ના રોજ પૂરી થાય છે. યુનિવર્સિટીના સેનેટની ચૂંટણીના નિયમ પ્રમાણે ટર્મ પૂરી થવાના 49 દિવસ પહેલા ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ થવું જોઇએ. અને તેના પણ 21 દિવસ પહેલા મતદાર યાદી પ્રસિદ્ધ કરવી જોઇએ. પરંતુ યુનિવર્સિટીના કુલપતિએ પ્રસિદ્ધ ન કરતા વિવાદ સર્જાયો છે.