રાજકોટમાં (RAJKOT) પોલીસના તોડકાંડની તપાસ અંતિમ ચરણમાં છે. સખિયા બંધુ (Sakhiya Bandhu)અને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના (Police Commissioner Manoj Agarwal) અંતિમ નિવેદન બાદ ગમે તે ઘડીએ આ તપાસનો રિપોર્ટ સરકારમાં સુપ્રરત થાય તેવી શક્યતા છે.આજે એટલે કે સોમવારે આ કેસના મૂળ ફરિયાદી જગજીવન સખિયા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને (Home Minister Harsh Sanghvi)આ કેસમાં કડકમાં કડક કાર્યવાહી થાય તેવી રજૂઆત કરવા રૂબરૂ જવાના હતા. જોકે તેઓ ગાંધીનગર જવા નીકળે તે પહેલા ગૃહ વિભાગમાંથી ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે આપ ગાંધીનગર ધક્કો ન ખાતા આપના ધાર્યું પરિણામ આપીશું જેથી જગજીવન સખિયા આજે ગાંધીનગર ગયા ન હતા.
જવાબદારો સામે પોલીસ ફરિયાદ અને એસીબી તપાસની માગ
જગજીવન સખિયાએ આ કેસમાં જવાબદાર પીઆઇ પીએસઆઇ અને તેની ટીમ તથા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે 75 લાખ રૂપિયાના તોડ અંગે પોલીસ ફરિયાદની માંગ કરી છે સાથે સાથે તેની સામે આવક કરતા વધારે સંપતિ અંગે એસીબી તપાસની પણ માંગ કરી છે આ કેસમાં બદલીથી સંતુષ્ટ ન થતા જગજીવન સખિયાએ તમામને સસ્પેન્ડ કરવામાં આવે તેવી પણ માંગ કરી છે.
આ સપ્તાહમાં રિપોર્ટ રજુ થશે-વિકાસ સહાય
પોલીસ તોડકાંડમાં તપાસનિશ અધિકારી ડીજીપી વિકાસ સહાય દ્રારા 10થી વધારે લોકોના નિવેદનો લેવામાં આવ્યા છે.છેલ્લા 15 દિવસથી ચાલતી આ તપાસમાં આ કેસ સાથે જોડાયેલા તમામના નિવેદનો લેવાય ચૂક્યા છે હવે રિપોર્ટ તૈયાર થાય તેની રાહ છે.ડીજીપી વિકાસ સહાયે કહ્યું હતું કે આ સપ્તાહમાં પોલીસ તોડકાંડનો રિપોર્ટ સોંપી દેવામાં આવશે. જેના આધારે રાજ્ય સરકાર આગળની કાર્યવાહી હાથ ઘરશે.
બદલી કરાયેલા તમામ પીઆઇ-પીએસઆઇને છુટા કરાયા
રાજકોટ પોલીસનો તોડકાંડ સામે આવ્યા બાદ ગૃહ વિભાગ દ્રારા કડક પગલાં લેવામાં આવ્યા હતા અને એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચનું વિસર્જન કરીને તમામ પીઆઇ અને પીએસઆઇની બદલી કરી દેવામાં આવી હતી.આજે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે તમામ પીઆઇ પીએસઆઇને છુટા કરી દીધા હતા અને તમામને બદલી કરાયેલા સ્થળે હાજર થવા માટે સૂચના આપી હતી.
આ પણ વાંચો : હાર્દિકે ફરી આંદોલન કરવાની વાત કરી છે પણ લોકો સાથ આપશે તેવી પુરેપુરી ખાતરી તેને પણ નથી
આ પણ વાંચો : કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય-પ્રવક્તા-કાર્યકરો સહિત AAPના હોદ્દેદારો-સામાજિક આગેવાનો પણ ભાજપમાં જોડાયા