લોધીકામાં ભારે વરસાદને પગલે નદીઓમાં ઘોડાપૂર,કોઝવે પરથી તણાઈ કાર, જુઓ વાયરલ VIDEO

|

Jul 02, 2022 | 11:28 AM

રાજકોટ શહેર અને જિલ્લામાં અડધા થી 5 ઇંચ સુધી 10 તાલુકામાં વરસાદ નોંધાયો છે ,જેમાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ લોધીકા તાલુકામાં (lodhika Taluka)નોંધાયો છે.

લોધીકામાં ભારે વરસાદને પગલે નદીઓમાં ઘોડાપૂર,કોઝવે પરથી તણાઈ કાર, જુઓ વાયરલ VIDEO
Heavy rain in lodhika

Follow us on

સમગ્ર ગુજરાતમાં (Gujarat) મેઘાની જમાવટ જોવા મળી રહી છે.ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે તંત્ર પણ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યુ છે. સૌરાષ્ટ્રમાં(Saurashtra) અષાઢી બીજે મેઘરાજાએ ભારે જમાવટ કરી હતી.રાજકોટ શહેર અને જિલ્લામાં અડધા થી 5 ઇંચ સુધી 10 તાલુકામાં વરસાદ નોંધાયો છે ,જેમાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ લોધીકા તાલુકામાં (lodhika Taluka)નોંધાયો છે.રાજકોટ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદને પગલે રસ્તા જળબંબાકાર થયા હતા.

જુઓ વીડિયો

મેઘાની ધમાકેદાર બેટિંગને કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યા.ગઈ કાલે લોધીકા પાસે ફોફળ નદીમાં પૂર આવતા કોઝવે પરથી તણાઈ હતી.માહિતી મુજબ આ કારમાં સાત લોકો સવાર હતા.જો કે ગામલોકોની સમ સુચકતાને કારણે આ તમામ લોકોનો આબાદ બચાવ થયો છે.ગામના તરવૈયાઓ જીવના જોખમે નદીમાં કૂદી પડ્યા અને સાતેય લોકોને દોરડા વડે ખેંચી બહાર કઢાયા.મહત્વનુ છે કે,ગઈકાલે લોધિકામાં 4 ઈંચ વરસાદથી નદીઓમાં ઘોડાપૂર આવ્યુ હતુ.

સૌરાષ્ટ્રમાં મેઘાનુ દે…ધના…ધન

વિરામ બાદ રાજકોટ શહેરમાં (Rajkot) અષાઢી બીજે મેધાની જમાવટ જોવા મળી. સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે અલગ અલગ વિસ્તારમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો. શહેરના માધાપર, રેસકોર્સ, જામનગર રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. અસહ્ય ગરમી બાદ વરસદા ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

વરસાદી પાણીના ખાડામાં બે બાળકો ડૂબ્યા

રાજકોટમાં વરસાદી પાણીના ખાડામાં બે બાળકો નહાવા પડ્યા હતા. આ બંને બાળકોના ડૂબી જતા મોત નિપજ્યા છે.રેસક્યુ ટીમે શોધખોળ કરી બંને બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા.માહિતી મુજબ એક બાળક 5 વર્ષ અને એક બાળક 9 વર્ષનો હતો.અર્જૂન અને અશ્વીન નામના સગાભાઈઓના મોત થતા હાલ પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

Next Article