Rajkot : ગુરૂકુળના અમૃત મહોત્સવનો આજે મુખ્યમંત્રી તેમજ સંતો મહંતોની ઉપસ્થિતિમાં વિધીવત્ રીતે થશે પ્રારંભ

અહીં 26 ડિસેમ્બર સુધી સાંસ્કૃતિક પ્રદર્શન જોવા મળશે. જે 40 વીઘા જેટલી વિશાળ જગ્યામાં તૈયાર કરવામાં આવ્યા છે. પ્રાકૃતિક પહાડો, જંગલ, ગુફા અને 1 લાખથી વધુ ફૂલ – છોડ, વનરાઈઓ વચ્ચે 30 પ્રકારની અદ્યતન ટેકનોલોજી સાથે પારિવારિક, સામાજિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મૂલ્યોને ઉજાગર કરતું ભવ્ય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

Rajkot : ગુરૂકુળના અમૃત મહોત્સવનો આજે મુખ્યમંત્રી તેમજ સંતો મહંતોની ઉપસ્થિતિમાં વિધીવત્ રીતે થશે પ્રારંભ
Rajkot gurukul Amrut mahotsav
| Edited By: | Updated on: Dec 22, 2022 | 2:38 PM

અધ્યાત્મ અને શિક્ષણના સમન્વય જેવી સંસ્થા રાજકોટ ગુરૂકુળના 75 વર્ષ પૂર્ણ થતા અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાનના 75 વર્ષ થતાં અમૃત મહોત્સવનો વેદોક્ત વિધી સાથે પ્રારંભ કરવામાં આવશે. સાંજે 5-30 વાગ્યે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ મહોત્સવમાં વિશેષ હાજરી આપશે. સાંજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ સહિત ગુરૂકુળના વરિષ્ઠ સંતો મહંતો ઉપસ્થિત રહેશે અને મુખ્ય હિમાલય ગેટ ખુલ્લો મુકાશે અને ઉત્સવ ઉત્સવનો ધામધૂમથી પ્રારંભ થશે.

અમતૃ મહોત્સવના પ્રારંભ પહેલા સવારના સમયે ભગવાન સ્વામિનારાયણનું પૂજન કરવામાં આવ્યું હતું. 700 x 300 ફૂટના સભા મંડપમાં ભગવાન શ્રી સ્વામિનારાયણને પંચામૃત તથા સાત પ્રકારની માટી, સાત સમુદ્રના જળ તથા 108 પ્રકારની ઔષધીઓથી ભગવાનને મહંત સ્વામી દેવપ્રસાદદાસજી તથા ધર્મ વલ્લભ સ્વામી, ભક્તિવલ્લભ સ્વામી વગેરે સંતોએ અભિષેક વિધી કરી હતી. અભિષેક પૂર્વે 108 તીર્થ જળ ભરેલા કળશનું વિધિવત પૂજન શાસ્ત્રી મંગલ સ્વામી તથા નીલકંઠ સ્વામીએ કરાવ્યું હતું. જેમાં રાજકોટના 300 ઉપરાંત હરિભક્તોએ પૂજનનો લાભ લીધો હતો.

તારીખ 22 થી 26 ડિસેમ્બર દરમિયાન આ મહોત્સવ યોજાશે. જ્યારે સાંસ્કૃતિક પ્રદર્શની 10 ડિસેમ્બરથી 26 ડિસેમ્બર સુધી યોજાશે. આ મહોત્સવમાં દેશના મોટા સંતો સહિત અલગ અલગ ક્ષેત્રોની હસ્તીઓ પણ ઉપસ્થિત રહેશે. ચીન્ના જિયર સ્વામી,યોગ ગુરુ રામદેવ બાબા, ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝા,ચિદાનંદ સરસ્વતી જી જેવા સંતો રહેશે ઉપસ્થિત. 1948માં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાનની સ્થાપના થઈ હતી.જેને આ વર્ષે 75 વર્ષ પૂર્ણ થયા છે.જેથી સંસ્થા દ્વારા ભવ્ય અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

વિષ્ણુયાગમાં દેશ વિદેશના 2000 યજમાનો આપશે આહૂતિ

ભવ્ય સભામંડપમાં 75 કુંડી શ્રી મહા વિષ્ણુયાગ માટે કમળાકાર શ્રીધરકુંડી યજ્ઞશાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે આ મહાયાગમાં દેશ વિદેશના 2000 યજમાનો આહુતિઓ અર્પશે. જેમાં જવ તલ ધી કમળ કાકડી આદિક હવિષ્યાન્ન તેમજ પીપળો અરણી ખીજડો વગેરે શાસ્ત્રોમાં કહેલા વૃક્ષોના લાકડાઓ વપરાશે. યજ્ઞમાં નિર્વ્યસની બ્રાહ્મણો જનમંગલ સ્તોત્ર તથા સર્વમંગલ સ્તોત્રના પાઠ તેમજ સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરશે.

આ દિવસો દરમિયાન થશે વિશેષ દિવસની ઉજવણી

 

  1. 23 થી 26 ડિસેમ્બર સર્વરોગ નિદાન કેમ્પ.
  2. 22 ડિસેમ્બરે કિસાન મંચ કાર્યક્રમ યોજાશે.જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેશે.
  3. 22 થી 26 ડિસેમ્બરે યોજાનાર મહોત્સવનું ઉદ્ઘાટનના દિવસે ભવ્ય શોભાયાત્રા યોજાશે
  4. 23 અને 24 ડિસેમ્બરે મહિલામંચ યોજાશે.જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહેશે..
  5. 25 ડિસેમ્બરે ભૂતપૂર્વ વિદ્યાર્થી મંચ યોજાશે..જેમાં ગુરુકુળના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હજાર રહેશે..
  6. 25 ડિસેમ્બરે સાંજે ડોકટર – એન્જિનિયર મંચ યોજાશે..જેમાં ખ્યાતનામ ડોકટરો અને એન્જિનિયર મોટી સંખ્યામાં ભાગ લેશે..
  7. 26 ડિસેમ્બરે વડીલ મંચ યોજાશે અને ત્યારબાદ ભારતની 75 પ્રતિભાઓની વિશિષ્ટ સેવાઓને પ્રોત્સાહિત કરવા ‘ધર્મજીવન એવોર્ડ ‘ એનાયત કરવામાં આવશે.

સાંસ્કૃતિક  પ્રદર્શન જે આપશે પારિવારિક અને સામાજિક મૂલ્યોને  સાચવવાનો સંદેશ

અહીં  26 ડિસેમ્બર સુધી સાંસ્કૃતિક પ્રદર્શન જોવા મળશે. જે 40 વીઘા જેટલી વિશાળ જગ્યામાં તૈયાર કરવામાં આવ્યા છે.  પ્રાકૃતિક પહાડો,જંગલ,ગુફા અને 1 લાખથી વધુ ફૂલ – છોડ,વનરાઈઓ વચ્ચે 30 પ્રકારની અદ્યતન ટેકનોલોજી સાથે પારિવારિક,સામાજિક,સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મૂલ્યોને ઉજાગર કરતું ભવ્ય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાંસ્કૃતિક પ્રદર્શનીમાં 3 ભવ્ય ઓડિટોરિયમમાં અલગ અલગ ટેલીફિલ્મો મુલાકાતીઓને બતાવવામાં આવશે. જેના મુખ્ય વિષયો મારું જીવન,મારું ભારત,મારી પ્રેરણા અને મારી શ્રધ્ધા રહેશે.

  • મારું જીવન ટેલીફિલ્મમાં વ્યસનનો અંજામ,માતૃદેવો ભવ – પિતૃ દેવો ભવ અને પ્રાકૃતિક આહાર એ જ ઔષધ જેવા વિષયોને સ્થાન આપવામાં આવ્યું છે.
  • મારું ભારત ટેલિફિલ્મમાં વિશ્વગુરુ ભારતની દિલધડક ગાથા અને ગુરુકુળનું વિશ્વને પ્રદાન જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
  • મારી પ્રેરણા ટેલીફિલ્મમાં શાસ્ત્રી મહારાજનું જીવન દર્શન પ્રદર્શિત કરવામાં આવશે..
  • મારી શ્રદ્ધા ટેલીફિલ્મમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના જીવન દર્શન વિશે ભક્તોને દર્શન કરાવવામાં આવશે..

આ ઉપરાંત સાંસ્કૃતિક પ્રદર્શનીના આકર્ષણોની વાત કરવામાં આવે તો તેમાં અલગ અલગ કલાકૃતિઓ ઊભી કરવામાં આવી છે જે મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.જેમાં ભગવાન શ્રી સ્વામિનારાયણનો જન્મ જે ગામમાં થયો હતો તે છપૈયા ધામ ખૂબ જ બેનમૂન રીતે ઉભુ કરવામાં આવ્યું છે.અન્ય આકર્ષણો જોઈએ તો તેમાં હિમાલય પ્રવેશદ્વાર,આર્ટ ગેલેરી, સાયન્સ સિટી,આનંદ મેળો,ઝૂલતો પુલ વગેરે આકર્ષણોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Published On - 1:43 pm, Thu, 22 December 22