રાજકોટ : ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ-લોકોમાં હત્યારા સામે ભારે રોષ, વેકરિયા પરિવારે કરી મૃત્યુદંડની માગ

|

Feb 16, 2022 | 9:51 PM

ગ્રીષ્મા વેકરિયાની હત્યાનો આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ પણ વિરોધ કર્યો હતો.આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું.

રાજકોટ : ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ-લોકોમાં હત્યારા સામે  ભારે રોષ, વેકરિયા પરિવારે કરી મૃત્યુદંડની માગ
Rajkot: Grishma Vekaria murder case: Vekaria family seeks death penalty for killer

Follow us on

સુરતમાં (Surat) ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં ગળુ કાપીને કરાયેલી હત્યા (Murder) બાદ ગુજરાતભરમાં તેના ઘેરા પ્રત્યાધાતો પડ્યા છે. ગ્રીષ્માની હત્યા કરનાર સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. રાજકોટ (Rajkot) શહેરના સમસ્ત વેકરિયા પરિવાર (Vekaria family)દ્વારા ગ્રીષ્માની હત્યાનો વિરોધ કર્યો હતો. અને આરોપીને કડક સજા આપવાની માગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. સાથે સાથે આમ આદમી પાર્ટી દ્વારા પણ આજે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. અને હત્યારા સામે કડક કાર્યવાહી થાય તેવી માગ કરી હતી.

હત્યારાને મૃત્યુદંડની સજા મળવી જોઇએ-વેકરિયા પરિવાર

વેકરિયા પરિવાર દ્વારા જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલા આવેદનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ગ્રીષ્માની જે રીતે સરાજાહેર હત્યા કરવામાં આવી છે તેને અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ.આ કેસમાં આરોપીને મૃત્યુદંડની સજા મળવી જોઇએ.સરકાર દ્વારા આ અંગે પુરાવાઓ કોર્ટમાં રજુ કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે.

અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે

સુરતની જેમ રાજ્યભરમાં પોલીસ પ્રજાના પ્રશ્નો સાંભળે

વેકરિયા પરિવારે પોતાના આવેદન પત્રમાં વધુમાં ઉમેર્યુ છે કે સુરત પોલીસ કમિશનર દ્વારા તમામ પોલીસ સ્ટેશનના પીઆઇ પીએસઆઇને પ્રજાના પ્રશ્નો સાંભળવા માટે પોલીસ સ્ટેશનમાં હાજર રહેવાની સુચના આપી છે. સુરતની જેમ રાજ્યભરમાં પોલીસ દ્વારા આ પ્રકારે પોલીસને સૂચના આપવામાં આવે અને પોલીસ પ્રજાના પ્રશ્નો સાંભળે તેવી અપીલ કરવામાં આવી છે. ફરિયાદીની ફરિયાદ અલગ બુકમાં નોંધવામાં આવે અને જિલ્લા કલેક્ટરની સંકલનની બેઠકમાં તેનું રિવ્યુ થાય તેવી માંગ કરી છે.

આમ આદમી પાર્ટીએ પણ કડક પગલાની કરી માગ

ગ્રીષ્મા વેકરિયાની હત્યાનો આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ પણ વિરોધ કર્યો હતો.આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું.આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ શિવલાલ બારસિયાએ કહ્યું હતું કે આ ઘટના પરથી ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની શું સ્થિતિ છે તે સમજી શકાય છે.હત્યારા સામે કડક પગલાં લેવામાં આવે તેવી આમ આદમી પાર્ટીએ માગ કરી છે.

આ પણ વાંચો : રાજકોટ જિલ્લાના રખડતાં ભટકતાં બાળકો હવે શાળામાં ભણવા જશે, વાંચો કલેક્ટરનું વિશેષ આયોજન

આ પણ વાંચો : Sabarkantha: ટ્રેકટર વેચવા આવતો સેલ્સમેન ખેડૂતના ટ્રેલરને ચોરી જતો અનોખો ચોર ઝડપાયો

Published On - 9:51 pm, Wed, 16 February 22

Next Article