Rajkot: ભ્રષ્ટાચારના આક્ષેપોથી ખરડાયેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ગાંધીનગર ઓડિટ ટીમની તપાસ

|

May 02, 2023 | 10:40 PM

Rajkot: ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ પ્રદેશ ભાજપ દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આખી કમિટી પાસેથી રાજીનામુ લઈ લેવામાં આવ્યુ હતુ. ત્યારબાદ આજે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત શાળાઓને આપવામાં આવતી ગ્રાન્ટની તપાસ અર્થે ગાંધીનગરની ઓડિટ ટીમ રાજકોટ આવી હતી.

Rajkot: ભ્રષ્ટાચારના આક્ષેપોથી ખરડાયેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ગાંધીનગર ઓડિટ ટીમની તપાસ

Follow us on

રાજ્ય સરકાર દ્વારા સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત શાળાઓને આપવામાં આવતી ગ્રાન્ટની તપાસ અર્થે ગાંધીનગરની ઓડિટ ટીમ રાજકોટ આવી પહોંચી હતી. શિક્ષણ સમિતી હસ્કતની 92 જેટલી શાળાઓમાં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત આપવામાં આવેલી ગ્રાન્ટની ફાળવણી અને તેના હિસાબોને લઈને ઓડિટ હાથ ધરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે દર વર્ષે આ ઓડિટ આવતું હોય છે, પરંતુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતી સામે જે રીતે ભ્રષ્ટ્રાચારના આક્ષેપો થયા હતા અને તે બાદ પ્રદેશ ભાજપ દ્વારા આખી કમિટી પાસેથી રાજીનામુ લેવામાં આવ્યું હતું, ત્યારે આ ઓડિટનું મહત્વ ખૂબ જ વધી જાય છે.

સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત શાળાને મળે છે સીધી ગ્રાન્ટ

રાજ્ય સરકાર દ્રારા રાજ્યભરની શાળાને રોજબરોજના ખર્ચ કરવા માટે,શાળામાં મેઈન્ટેનન્સના કામ કરવા માટે કેટલીક નિશ્ચિત રકમની ગ્રાન્ટની ફાળવણી કરે છે. આ ગ્રાન્ટ શાળાના ખાતામાં સીધી પહોંચે છે જે વર્ષ દરમિયાન ખર્ચ થતો હોય છે. આ ખર્ચ અંગેેના હિસાબો માટે ગાંધીનગરથી ઓડિટ ટીમ પહોંચી છે. જે વિશેષ તપાસ હાથ ધરશે.

કેટલાક શંકાસ્પદ વ્યવહારોની શક્યતા

સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે શાળાના રોજિંદા વપરાશની ચીજવસ્તુઓ આ ગ્રાન્ટમાંથી ખરીદવાની હોય છે, પરંતુ શિક્ષણ સમિતી સામે જે આક્ષેપો થયા છે તેમાં નિશ્વિત સ્ટોરમાંથી આ ચીજવસ્તુઓ ખરીદવા માટે શાળાઓ પર દબાણ કરવામાં આવતું હતું. જેથી ઓડિટ તપાસ દરમિયાન આ પ્રકારના વ્યવહારો નીકળી શકે છે જેના પર સૌની નજર રહેલી છે.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

આ પણ વાંચો: Rajkot: રાજકોટમાં ‘યોગ ગરબા’ કરી ગુજરાત સ્થાપના દિવસની કરાઇ અનોખી ઉજવણી- જુઓ Video

નગર પ્રાથમિક શિક્ષણ સમિતી વિખેરાઈ હતી

થોડા દિવસ પહેલા નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના તમામ સભ્યોને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ગાંધીનગર મળવા માટે બોલાવ્યા હતા અને ત્યાં તેની સાથે મુલાકાત કરી હતી. પ્રદેશ ભાજપને લેખિત ફરિયાદ મળી હતી કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતીમાં સ્કૂલ ડ્રેસની ખરીદીમાં ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે જેને કારણે પ્રદેશ પ્રમુખ પાટીલે તમામ સભ્યોને બોલાવ્યા હતા. સી આર પાટીલ સાથેની મુલાકાતના બીજા જ દિવસે ચેરમેન સહિત તમામ સભ્યોના રાજીનામાં લઇ લેવામાં આવ્યા હતા ત્યારે હવે ઓડિટ આવતા શાળાને મળેલી ગ્રાન્ટને લઈને તપાસ થઈ શકે છે.

Next Article