રાજકોટમાં ફ્લેટધારકને 10 લાખનું વીજ બિલ ફટકારાયું, ગ્રાહકે ફરિયાદ કરતાં નવું બિલ આપ્યું

|

Mar 07, 2022 | 4:37 PM

રૂપિયા 10 લાખનું બિલ આપવામાં ગ્રાહકે ફરિયાદ કરી હતી. ત્યારબાદ પીજીવીસીએલના અધિકારીએ પંચિંગ મિસ્ટેક્સ હોવાનું કહીને સુધારેલું બિલ આપ્યું હતું અને ભવિષ્યમાં આવું ન થાય તે માટે તકેદારીના પગલાં લેવાશે તેવો દાવો કરાયો હતો.

રાજકોટમાં પીજીવીસીએલની વીજ બિલ બનાવવામાં એક ગંભીર બેદરકારી જોવા મળી છે. રાજકોટમાં રેસકોર્ટ વિસ્તારમાં રહેતા 1 BHK ફ્લેટ ધારકનેરૂપિયા 10 લાખથી વધુનું વીજબિલ ફટકારવામાં આવ્યું છે. 1 BHK ફ્લેટ ધારકને રૂપિયા 10 લાખનું વીજબિલ ફટકારવામાં આવતા તે ચિંતામાં મુકાઇ ગયાં હતાં. આ સમગ્ર મામલે તેણે PGVCLની ઓફિસે રજૂઆત પણ કરી છે.

રાજકોટના રેસકોર્સ (rajkot) નજીક ફ્લેટમાં રહેતા જયંત વાડોદરિયા નામના વીજગ્રાહકને રૂપિયા 10,41,368નું વીજબિલ ફટકારવામાં આવ્યું હતું. 2 મહિનાનું રૂપિયા 10 લાખ જેટલું બિલ આપવામાં આવતા વીજ ગ્રાહક જયંતભાઈ ચોકી ગયા હતા અને તેમજ આ મામલે તેમણે પીજીવીસીએલને જાણ કરી હતી.

ગત 5 માર્ચને શનિવારે પીજીવીસીએલના કર્મચારી મીટર રીડિંગ કરવા આવ્યા હતા અને જાન્યુઆરી-ફેબ્રુઆરીનું વીજબિલ આપ્યું હતું. ગ્રાહકને 10,41,368નું બિલ અપાયું હતું. આ ઉપરાંત બિલમાં પણ 15 માર્ચ સુધીમાં આ બિલ ભરપાઈ કરી દેવાની સૂચના પણ હતી.

સમગ્ર મામલે પીજીવીસીએલની ગંભીર બેદરકારી સામે આવ્યા બાદ તેમના દ્વારા તાત્કાલિક જયંતભાઈના ઘરે જઈને સુધારેલુ બિલ આપવામાં આવ્યું હતું. જ્યારે આ મામલે મામલે જયંતભાઈએ જણાવ્યું હતું કે, મારા ફ્લેટની કિંમત રૂપિયા 15 લાખ જેટલી થાય છે. એવામાં પીજીવીસીએલ દ્વારા રૂપિયા 10 લાખનું બિલ આપવામાં તરત જ પીજીવીસીએલમાં ફરિયાદ કરી હતી. ત્યારબાદ પીજીવીસીએલના અધિકારીએ પંચિંગ મિસ્ટેક્સ હોવાનું કહીને સુધારેલું બિલ મને આપ્યું હતું અને ભવિષ્યમાં આવું ન થાય તે માટે તકેદારીના પગલાં લેવાશે તેવો પીજીવીસીએલ દ્વારા દાવો કરાયો હતો.

આ પણ વાંચોઃ  Banaskantha: પાણીનો પ્રશ્ન વિકટ બન્યો, પાલનપુર તાલુકાના ખેડૂતોએ ટ્રેકટર રેલી કાઢી

આ પણ વાંચોઃ રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, ધરતીપુત્રોની ચિંતામાં થયો વધારો

Next Video