રાજકોટમાં ભાજપના મહિલા અગ્રણીની દાદાગીરી, તેના પતિ પર શોષણનો આરોપ લગાવનાર શિક્ષિકાને ધમકાવી

|

Oct 06, 2021 | 4:14 PM

પતિને બચાવવા માટે સીમા જોશી પીડિત વિદ્યાર્થિની અને શિક્ષિકાને ફોન પર ધમકી આપતી કથિત ઓડિયો ક્લિપ વાઇરલ થઇ છે.

RAJKOT : રાજકોટમાં ભાજપ મહિલા અગ્રણીની દાદાગીરી સામે આવી છે.. લોધિકાના નવી મેંગણી ગામે આવેલી જ્ઞાનજ્યોત સ્કૂલના સંચાલક દિનેશ જોશી વિરુદ્ધ તેની જ શાળાની બે વિદ્યાર્થિની સાથે અડપલાં કરવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી..આ કેસમાં વગદાર સંચાલક સતત ચોથા દિવસે પોલીસ પકડથી દૂર છે. તેની પત્ની સીમા જોશી જિલ્લા ભાજપના મહિલા અગ્રણી છે. હવે પતિને બચાવવા માટે સીમા જોશી પીડિત વિદ્યાર્થિની અને શિક્ષિકાને ફોન પર ધમકી આપતી કથિત ઓડિયો ક્લિપ વાઇરલ થઇ છે.

ઉલ્લેખનીય છે કે પીડિતા વિદ્યાર્થિનીએ પોતાની આપવીતી તેના શિક્ષકને જણાવી હતી અને તરત જ શિક્ષીકાએ સંચાલિકા અને ભાજપ મહિલા મોર્ચાના આગેવાન સીમા જોશીને ફોન કરી વિદ્યાર્થિઓ આ રીતે વાત કરી રહી છે એમ કહ્યું હતું. આ સાંભળીને સીમાબેન લાજવાને બદલે ગાજ્યાં હતાં.

બાદમાં સીમા જોશીના પુત્રએ પણ શિક્ષિકા ધમકાવી હતી. સીમા જોશીના પુત્રએ શિક્ષિકાને કહ્યું કે તમે કોઈ છોકરા સાથે રખડો છો એવું તમારા પપ્પાને કહું તો તેઓ માનશે? કોઈને ખોટી રીતે બદનામ ન કરો. નરેન્દ્ર મોદી વિશે ખોટું બોલનાર જેલમાં જાય, મને 16 ગામના લોકો ઓળખે છે. સીમા જોશીના પુત્રએ પણ શિક્ષિકાને કહ્યું તમારા લગ્ન નથી થયા એટલે હેરાન થઇ જશો. સામે પક્ષે શિક્ષિકાએ કહ્યું કે તેમણે વિદ્યાર્થિનીની રજૂઆત સાંભળી અને અગાઉ પણ એક શિક્ષિકાએ મને સર વિશે કહ્યું હતું એટલું જ જાણું છું.

આ પણ વાંચો : નવરાત્રિનું કાઉન્ટડાઉન શરૂ, કોમર્શિયલ ગરબા પર પ્રતિબંધ, ગરબા રમવા રસીકરણ ફરજિયાત : હર્ષ સંઘવી

આ પણ વાંચો : JAMNAGAR : કોરોના નિયમોની આટીઘૂંટી વચ્ચે નવરાત્રિની રંગત ફિક્કી પડશે

Next Video