Rajkot : વરસાદ ખેંચાતા ધોરાજીના ખેડૂતોની ચિંતા વધી, પાક નષ્ટ થવાની સેવાતી ભીતિ

|

Aug 08, 2021 | 6:41 PM

આ વર્ષે  સારો વરસાદ થશે અને મબલખ પાક ઉતરશે. પણ જગતના તાતની આ આશા પર નહીં વરસતા વરસાદને કારણે પાણી ફરી વળ્યા. તેમજ કપાસ, મગફળી, સોયાબીન અને તુવેર જેવા પાકને હાલ પાણીની જરૂર છે પણ વરસાદ ખેંચાતા હવે પાક નષ્ટ થવાની ભીતિ સેવાઈ રહી છે.

ગુજરાત(Gujarat)માં એક તરફ વરસાદ(Rain) નથી વરસી રહ્યો બીજી તરફ ડેમમાંથી સિંચાઈનું પાણી મળે તેવા કોઈ એંધાણ નથી. કારણકે ડેમની જળસપાટી પણ ઘટી રહી છે.આ તમામ પરિબળોએ ધોરાજી(Dhoraji)ના ખેડૂતની ચિંતા વધારી દીધી છે .ધરતીપુત્રોથી મેઘરાજા રીસાઈ ગયા છે. જેને કારણે પાક મુરઝાઈ રહ્યો છે. પહેલો વરસાદ થતાની સાથે જ ખેડૂતોએ વાવેતર કરી દીધા. આશા હતી કે આ વર્ષે  સારો વરસાદ થશે અને મબલખ પાક ઉતરશે. પણ જગતના તાતની આ આશા પર નહીં વરસતા વરસાદને કારણે પાણી ફરી વળ્યા. તેમજ કપાસ, મગફળી, સોયાબીન અને તુવેર જેવા પાકને હાલ પાણીની જરૂર છે પણ વરસાદ ખેંચાતા હવે પાક નષ્ટ થવાની ભીતિ સેવાઈ રહી છે.

આ પણ વાંચો :  Surat : ઓલિમ્પિકમાં હારીને પણ લોકોનુ દિલ જીતનાર મહિલા હોકી ટીમના દરેક ખેલાડીને, સવજી ઘોળકીયા 2.50 લાખ આપશે

આ પણ વાંચો : અહીં છે ભારતનું રહસ્યમય સરોવર, અહીં જતો વ્યક્તિ ક્યારેય પણ પરત ફરતો નથી

Next Video