ધોરાજીમાં તહેવારો સમયે જે ગરીબો રેશનના અનાજથી વંચિત, લલીત વસોયાની આંદોલનની ચીમકી

|

Nov 02, 2021 | 10:58 PM

ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલીત વસોયાએ આક્ષેપ કર્યો છે કે ધોરાજીમાં 80 ટકા લોકોને રાશન નથી મળ્યું . તેમજ સરકારની અણઆવડતના કારણે અનાજ વિતરણમાં વિલંબ થઇ રહ્યો છે.

ગુજરાતમાં(Gujarat)રાજકોટના(Rajkot)ધોરાજીમાં  તહેવારો સમયે જે ગરીબોને(Poor)રેશનકાર્ડ (Ration Card) મારફતે અપાતો અનાજનો જથ્થો નહિ મળ્યો હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. જેમાં ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલીત વસોયાએ(Lalit Vasoya) જો સમયસર અનાજ નહિ મળે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલીત વસોયાએ આક્ષેપ કર્યો છે કે ધોરાજીમાં 80 ટકા લોકોને રાશન નથી મળ્યું . તેમજ સરકારની અણઆવડતના કારણે અનાજ વિતરણમાં વિલંબ થઇ રહ્યો હોવાનો પણ આક્ષેપ કર્યો છે. તેમજ તેમણે તાત્કાલિક ધોરણે અનાજ વિતરણ વ્યવસ્થા ગોઠવવા ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર પણ લખ્યો છે.

આ ઉપરાંત તેમણે જણાવ્યું છે કે જો સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનથી ગરીબોને મળતું અનાજ વિતરણ શરૂ નહિ કરાઇ તો નવા વર્ષના બીજા દિવસથી ડેપ્યુટી કલેકટર કચેરી બહાર ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંત અમદાવાદમાં(Ahmedabad)દિવાળીના(Diwali)તહેવારો સમયે જ ગરીબોનો(Poor)કોળિયો અટવાયો છે.જેમાં સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનમાંથી વિતરીત કરવામાં આવતો ગરીબો માટેનું અનાજ હજુ સુધી તેમના સુધી પહોંચ્યું નથી. હાલના સમયમાં આ હકદાર ગરીબોને અનાજ જરૂર છે. તેવા સમયે દર વખતની જેમ આ વખતે સર્વરના ધાંધિયાથી તેમના સુધી અનાજ નથી પહોંચી શક્યું નથી.

જેના લીધે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં જ્યારે ગરીબો અનાજ લેવા પહોંચે છે તો તેમને કૂપન નથી મળી રહી. કૂપન ન મળવાનું કારણ એ છે કે ઓનલાઈન સર્વરમાં નવેમ્બર માસનો અનાજનો સ્ટોક શૂન્ય દર્શાવે છે.. આ સર્વર ગાંધીનગરથી ઓપરેટ થાય છે.. સર્વરમાં કોઈ ખામી હોય કે પછી ભૂલ છે તેનો ભોગ અત્યારે ગરીબો બન્યા છે.. દુકાનદારો કૂપન જનરેટ ન કરી શકતા હોવાથી ગરીબોને અનાજ નથી મળી શક્યું.

આ પણ વાંચો : ગુજરાતમાં નવા વર્ષથી રિક્ષાભાડામાં વધારો ઝીંકાયો, હવે મિનિમમ ભાડું 18 રૂપિયા થશે

આ પણ વાંચો : દિવાળી પૂર્વે વતન જવા અમદાવાદ એસ. ટી. સ્ટેન્ડે ભારે ભીડ, એકસ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય

Published On - 10:56 pm, Tue, 2 November 21

Next Video