Rajkot : ધોરાજીના ખેડૂતો કપાસના પાકમાં મિલી બર્ગ નામના રોગથી પરેશાન, દવાના છંટકાવ છતાં રોગ બેકાબૂ

|

Jul 30, 2021 | 9:31 PM

રાજકોટ(Rajkot) ના ધોરાજીના ખેડૂતોએ સારો વરસાદ થશે અને સારો પાક થશે તેવી આશા સાથે ભીમ અગિયારસના રોજ વાવણીના શ્રીગણેશ કર્યા હતા. જો કે આગોતરા વાવેતર કર્યા પછી વરસાદ ખેંચાતા ચિંતા વધી હતી. પણ હવે વરસાદ પણ સારો છે. તેવામાં વધુ એક મુસીબતે ખેડૂતોની ચિંતા વધારી છે. ખેડૂતોએ વાવેલા કપાસના પાકમાં મિલી બર્ગ ( miliberg)  નામનો રોગ આવ્યો […]

રાજકોટ(Rajkot) ના ધોરાજીના ખેડૂતોએ સારો વરસાદ થશે અને સારો પાક થશે તેવી આશા સાથે ભીમ અગિયારસના રોજ વાવણીના શ્રીગણેશ કર્યા હતા. જો કે આગોતરા વાવેતર કર્યા પછી વરસાદ ખેંચાતા ચિંતા વધી હતી. પણ હવે વરસાદ પણ સારો છે. તેવામાં વધુ એક મુસીબતે ખેડૂતોની ચિંતા વધારી છે. ખેડૂતોએ વાવેલા કપાસના પાકમાં મિલી બર્ગ ( miliberg)  નામનો રોગ આવ્યો છે. જેણે ખેડૂતોની ઉંઘ હરામ કરી દીધી છે.. ખેડૂતોનું કહેવું છે કે આ રોગની કોઈ દવા જ નથી.

ગત વર્ષે અતિવૃષ્ટિ અને ત્યાર બાદ તાજેતરમાં આવેલા વાવાઝોડાએ પહેલાથી જ ખેડૂતોને આર્થિક રીતે પાયમાલ કરી દીધો છે.. ચોમાસામાં તમામ આર્થિક નુકસાન સરભર થઈ જશે તેવી આશા સાથે ખેડૂતોએ કપાસનું વાવેતર તો કર્યું, પણ મિલીબર્ગ નામના રોગે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે..

આ પણ વાંચો : Tokyo olympics 2020 Highlight: પુરુષ હોકીમાં 5-3 થી ભારતે મેળવી શાનદાર જીત, એથલેટિક્સમાં મિક્સડ ટીમે નિરાશ કર્યા, બેડમિન્ટનમાં પીવી સિંધુની રોમાંચક જીત, સેમિફાઇનલમાં પહોંચી સિંધુ,

આ પણ વાંચો : Bell Bottom Release Date: મોટા પડદા પર ધમાકા કરવા માટે તૈયાર છે અક્ષય કુમાર, આ દિવસે રિલીઝ થશે ‘બેલ બોટમ’

Published On - 8:55 pm, Fri, 30 July 21

Next Video