Rajkot: ધોરાજીના એક પરિવારે દીકરાના લગ્નમાં સોનાચાંદીની ભેટની જગ્યાએ એવી વસ્તુ આપી કે લોકો હસવું રોકી ન શક્યાં

|

Apr 18, 2022 | 10:00 AM

ધોરાજીના મોણપરા પરિવારના દીકરાના લગ્ન થયા હતા અને વરરાજાને પીઠીની રસમ ચાલતી હતી ત્યારે તેને તેના પરિવારે વરરાજાને અલગ જ પ્રકારની ભેટ આપીને અહીં હાજર દરકે વ્યક્તિને આશ્ચર્યમાં મૂકી દીધા હતા.

Rajkot:  ધોરાજીના એક પરિવારે દીકરાના લગ્નમાં સોનાચાંદીની ભેટની જગ્યાએ એવી વસ્તુ આપી કે લોકો હસવું રોકી ન શક્યાં
Rajkot Dhoraji family gave a lemon instead of a gold and silver gift at their sons wedding

Follow us on

અત્યારે લીંબુ (lemon) ના ભાવ આસમાને પહોંચ્યા છે અન તેને લગતા ફની વીડિયો સોશિયલ મીડિયામાં ફરતા થઈ રહ્યા છે ત્યારે હવે લગ્નમાં પણ લીંબુએ સ્થાન મેળવી લીધું છે. રાજકોટ (Rajkot)  જિલ્લાના ધોરાજી (Dhoraji) ના એક પરિવારે દીકરાના લગ્ન (wedding) માં સોનાચાંદીની ભેટની જગ્યાએ લીંબુની ભેટ આપીને મનોરંજન સાથે લગ્નનો આનંદ વધાર્યો, કોઈના લગ્ન થતા હોય ત્યારે વર અને વધુને કોઈને કોઈ ભેટ આપવામાં આવતી હોય છે અને ક્યારેક અમુક ભેટ એવી હોય છે જેનાથી હાસ્યનું મોજું ફેલાઈ જાય છે, હા આવી જ એક ભેટ ધોરાજીના એક યુવકના લગ્નમાં આપવા આવીને અહીં હાજર દરેક વ્યક્તિના મોઢા ઉપર હાસ્ય આવી ગયું હતું.

વાત છે ધોરાજીના મોણપરા પરિવારની. જ્યાં મોણપરા પરિવારના દીકરાના લગ્ન થયા હતા અને વરરાજાને પીઠીની રસમ ચાલતી હતી અને આ વરરાજાને પીઠીના પ્રસંગે સોના ચાંદીના દાગીનાની ભેટ તો મળતી હતી પરંતુ આજે તો તેને તેના પરિવારે વરરાજાને લીંબુ ભેટ આપીને અહીં હાજર દરકે વ્યક્તિને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. હાલ લીંબુનો ભાવ 1 કિલોના 300 થી 400 રૂપિયા જેટલા છે ત્યારે મોણપરા પરિવારે વરરાજા ને 5 કિલો કરતા વધુના લીંબુ ભેટ આપ્યા હતા, લોકો પણ આજે અનોખી ભેટ જોઈ ને હસવું આવી ગયુ હતું અને આ પ્રસંગના આનંદમાં વધારો થઇ ગયા હતો .

જે રીતે હાલ દિવસેને દિવસે દરેક ચીજ વસ્તુઓના ભાવો આસમાને પહોંચી ગયા છે અને સાથે પેટ્રોલ-ડીઝલ, ખાદ્ય પદાર્થ, શાકભાજીમા વધારો થઈ રહ્યો છે એમાં પણ ખાસ કરીને ઉનાળામાં જેની સૌથી વધુ જરૂરિયાત હોઈ અને ઉપયોગ થતો હોઈ એવા લીંબુના ભાવ પણ અસ્માને છે ત્યારે ધોરાજીના હિરપરા વિસ્તારમા રહેતા મોણપરા ફેમિલીના દીકરાના લગ્ન પ્રસંગમાં પીઠી ચોડવાની વિધિ ચાલતી હતી ત્યારે હાલ શાકભાજી તથા લીંબુમા ભાવો વધતા જોવા મળી રહ્યા છે અને એમાં પણ ખાસ લીંબુનો ભાવ હાલ ત્રણસો રૂપિયા સુધી પહોંચી ગયેલ છે ત્યારે મોણપરા ફેમીલાના સગા સંબંધીઓએ મીઠાઈ, રૂપિયા કે દાગીના નહિ પરંતુ તેમની જગ્યાએ છાબમા, મીઠાઈની જગ્યાએ લીંબુ આપવામાં આવેલ હતાં.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

આ સાથે વધતાં જતાં લીંબુના ભાવો તંત્ર અને સરકાર દ્વારા નિયંત્રણ કરવામા આવે તેવી અપીલ કરાઈ હતી ત્યારે લગ્ન પ્રસંગમાં આ અનોખી અને હાલની મોંઘી ભેટ લગ્ન પ્રસંગમાં તેમજ આસપાસના વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું અને આ અનોખી અને મોંઘી ભેટ લગ્ન પ્રસંગમાં આપવામાં આવતા લોકો પણ હાસ્યમય બનતા જોવા મળ્યા હતા.


આ પણ વાંચોઃ Vadodara: ફરી અશાંતિનો માહોલ, તોફાની ટોળાએ સાંઈબાબાની મૂર્તિને ખંડિત કર્યા બાદ બે કોમના ટોળા વચ્ચે હિંસક અથડામણ

આ પણ વાંચોઃ TV9 IMPACT: ભાવનગરમાં જર્જરિત શાળાઓનું સમારકામ શરૂ કરાયું

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article