Rajkot : સિવિલ હોસ્પિટલમાં તરછોડાયેલા બાળકનું સારવાર દરમિયાન મોત, માતા પિતાની શોધખોળ શરૂ

|

Jul 09, 2021 | 1:00 PM

રાજકોટમાં માતૃત્વને કલંક લગાવતો કિસ્સો સામે આવ્યો છે, સિવિલ હોસ્પિટલમાં 20મી જુનના રોજ બાળકને દાખલ કરાયો હતો, જોકે બાળકની તબિયત વધુ નાજુક થતા માતા-પિતા બાળકને છોડીને ગુમ થયા હતા. ત્યારે આજે સારવાર દરમિયન બાળકનું મોત થયું છે.

રાજકોટ શહેરમાં 18 દિવસના બિમાર બાળકને સિવિલ હોસ્પિટલમાં મુકી માતા- પિતા ગુમ થયા હતા. ત્યારે આજે બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે. હાલ, પ્રદ્યુમન પોલીસે(Police) માતા-પિતા વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે.

બાળકને સિવિલ હોસ્પિટલમાં(Civil Hospital)  20મી જુનના રોજ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે એ સમય દરમિયાન માતા હાજર હતી, બાદમાં બાળકની તબિયત વધુ ગંભીર બનતા માતા પણ બાળકને છોડીને ગુમ થઈ હતી. પોલીસને પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે,રાજકોટના જામકંડોળા તાલુકાના જામટીંબી ગામમાં આ બાળકનો પરિવાર વસે છે.

મહત્વનું છે કે,હોસ્પિટલમાં બાળકને દાખલ કરવામાં આવ્યું હતું એ સમયે એડ્રેસ (Adress) પણ ખોટું હોવાથી સિવિલ હોસ્પિટલ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.

સિવિલ હોસ્પિટલના મેડીકલ સુપ્રિડેન્ટનું(Medical Superintendent) કહેવું છે કે, “બાળ નિષ્ણાંત ડોક્ટર દ્વારા તેમની સારવાર શરૂ કરી હતી, ત્યારે પહેલા દિવસે બાળકની તબિયત સ્થિર હતી. પરંતુ બીજા દિવસે તેમનું પેટ ફુલાવા લાગ્યું હતું, ત્યારે એન્ટીબાયોટેક(Anti Biotech) આપવામાં આવી હતી. ઉપરાંત ત્રણ દિવસ બાળકને ઓક્સિજન આપવામાં આવ્યું હતું અને ત્યાર બાદ વેન્ટીલેટર પર રાખવાની ફરજ પડી હતી. જો કે અંતે બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે.”

મહત્વપૂર્ણ છે કે, સિવિલ હોસ્પિટલમાં બાળકને દાખલ કરવા સમયે માતા-પિતા હાજર હતા.પરંતુ બાદમાં બાળકની તબિયત વધુ ખરાબ થતા બાળકને છોડીને ગુમ થયા હતા. ત્યારે પોલીસે માતા પિતાની  વિરુધ્ધ  ગુનો નોંધીને શોધખોળ શરૂ કરી છે.

આ પણ વાંચો : Gujarat : રાજ્યમાં આવતીકાલથી કોરોના ગાઈડલાઈન સાથે ખાનગી ટ્યુશન કલાસીસ ખુલશે

આ પણ વાંચો : Gandhinagar : અષાઢી બીજથી અક્ષરધામ મંદિર દર્શનાર્થી માટે ફરી ખુલ્લુ મુકાશે, 9 એપ્રિલથી મંદિર બંધ હતું

 

Published On - 12:58 pm, Fri, 9 July 21

Next Video