Rajkot: રાજ્યમાં પ્રથમવાર યોજાશે કર્મકાંડી બ્રાહ્મણો માટેની ક્રિકેટ ટુર્નામેન્ટ, ઋષિકુમારોના નામે ટીમ, સંસ્કૃતમાં કોમેન્ટ્રી અને ચોગ્ગા,છગ્ગા પર બોલાશે વૈદિક મંત્રો

|

Feb 28, 2023 | 8:14 PM

રાજ્યમાં પ્રથમવાર કર્મકાંડી બ્રાહ્મણો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામા આવ્યુ છે. જે આગામી 3 અને 4 માર્ચના રોજ રૂદ્રશક્તિ ગ્રાઉન્ડ રતનપર ખાતે યોજાશે. જેમા કુલ 8 ટીમો ભાગ લઈ રહી છે. જેને વેદનારાયણ કપ નામ આપવામાં આવ્યુ છે. ટુર્નામેન્ટ દરમિયાન સંસ્કૃતમાં કોમેન્ટ્રી કરવામાં આવશે અને ચોગ્ગા, છગ્ગા પર વૈદિક મંત્રો બોલાશે.

Rajkot: રાજ્યમાં પ્રથમવાર યોજાશે કર્મકાંડી બ્રાહ્મણો માટેની ક્રિકેટ ટુર્નામેન્ટ, ઋષિકુમારોના નામે ટીમ, સંસ્કૃતમાં કોમેન્ટ્રી અને ચોગ્ગા,છગ્ગા પર બોલાશે વૈદિક મંત્રો

Follow us on

રાજ્યમાં પ્રથમ વખત કર્મકાંડી બ્રાહ્મણો માટે ઓપન ગુજરાત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. આગામી 3 અને 4 માર્ચના રોજ રૂદ્રશક્તિ ગ્રાઉન્ડ રતનપર ખાતે આ ટુર્નામેન્ટ યોજાશે. જેમાં કુલ 8 ટીમ ભાગ લઈ રહી છે. આ  ટુર્નામેન્ટને વેદ નારાયણ કપ-2023 નામ આપવામાં આવ્યું છે. કોઇ વૈદિક પુજા ચાલતી હોય તે પ્રકારના ધાર્મિક મંત્રોચ્ચાર સાથે આ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. જેમાં ટીમના નામ ઋષિકુમારોના નામ પરથી રાખવામાં આવ્યા છે.

ટીમના નામ

  • ભારદ્રાજ ઇલેવન (શાસ્ત્રી વિજય જોષી)
  • વિશ્વામિત્ર ઇલેવન (શાસ્ત્રી હરીશ ભોગાયતા)
  • અત્રિ ઇલેવન (શાસ્ત્રી હિરેન જોષી)
  • શાંડિલ્ય ઇલેવન (શાસ્ત્રી ગોપાલ જાની)
  • વશિષ્ઠ ઇલેવન (શાસ્ત્રી હિરેન ત્રિવેદી)
  • જમદગ્નિ ઇલેવન (શાસ્ત્રી અસિત જાની)
  • કશ્યપ ઇલેવન (શાસ્ત્રી જસ્મીન જોષી)
  • ગૌતમ ઇલેવન (શાસ્ત્રી જયેશ પંડ્યા)

સંસ્કૃતમાં થશે કોમેન્ટ્રી-ચોગ્ગા-છગ્ગા પર બોલાશે વૈદિક મંત્રોચ્ચાર

આ ટૂર્નામેન્ટનું આયોજન કરનાર તેજસ ત્રિવેદીએ Tv9 ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે કર્મકાંડી બ્રાહ્મણો માટેનું આ પ્રકારનું પ્રથમ વખત આયોજન થઈ રહ્યું છે. શહેરના મુખ્ય આઠ કર્મકાંડી શાસ્ત્રીઓને ટીમના માલિક બનાવવામાં આવ્યા છે. આ ટુર્નામેન્ટમાં શહેરભરના કર્મકાંડીઓને આવરી લેવાનો પ્રયાસ કરાયો છે. જે ખેલાડીઓ આ ક્રિકેટ રમશે તેઓ ધોતી અન ઝભ્ભો પહેરીને મેદાને ઉતરશે એટલું જ નહીં કોમેન્ટ્રી પણ સંસ્કૃતમાં બોલવામાં આવશે. જ્યારે પણ ખેલાડીઓ ચોગ્ગા કે છગ્ગા મારશે ત્યારે સંસ્કૃતના વૈદિક મંત્રોચ્ચારથી ગ્રાઉન્ડ ગુંજી ઉઠશે.

3 માર્ચે 8 ટીમ વચ્ચે 4 મેચ રમાશે, 4 માર્ચે સેમી ફાઈનલ-ફાઈનલ રમાશે

આ ટુર્નામેન્ટનું બે દિવસનું આયોજન કરાયું છે. 3 માર્ચના રોજ 8 ટીમો વચ્ચે ચાર મેચ મળીને દરેક ટીમ એક એક મેચ રમશે. જે જીતશે તે ટીમ બીજા દિવસે પહેલા સેમી ફાઇનલ અને ત્યારબાદ ફાઇનલ મેચ રમશે. અત્યાર સુધીમાં ઝભ્ભા અને ધોતિયામાં બ્રાહ્મણોને મંદિર કે કોઇ ધાર્મિક પ્રસંગોમાં મંત્રોચ્ચાર સાથે જોયા હશે પરંતુ હવે આ કર્મકાંડી બ્રાહ્મણો ક્રિકેટ રમતાં જોવા મળશે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ પણ વાંચો: Breaking News : ‘રાણો રાણાની રીતે’ ફેમ દેવાયત ખવડ આખરે 72 દિવસે આવ્યો જેલ બહાર, પણ માનવી પડશે હાઇકોર્ટની આ ખાસ શરત

આ ટુર્નામેન્ટનું આયોજન ભૂદેવ સેવા સમિતિ રાજકોટ દ્વારા કરવામાં આવ્યુ છે.  કર્મકાંડી બ્રા્હ્મણો માટે આ પ્રકારની ક્રિકેટ ટુર્નામેન્ટનું સૌપ્રથમવાર આયોજન કરવામાં આવ્યુ છે. આ પ્રકારની ટુર્નામેન્ટના આયોજન થકી બ્રાહ્મણોને પોતાના કર્મકાંડ તરફ જાગૃત કરવાનો પણ એક પ્રયાસ છે, જે કોઈ ભાષણોના માધ્યમથી નહીં પરંતુ ખેલના માધ્યમથી કરાઈ રહ્યુ છે.

Next Article