રાજકોટમાં હોટલમાં ડાન્સ મામલે તપાસ શરૂ, પોલીસે સ્થળ શોધી કાઢ્યુ

|

Oct 02, 2021 | 9:26 AM

રાજકોટ પોલીસના ડીસીપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું છે કે જે સ્થળેથી વીડિયો ઉતારવામાં આવ્યો હતો તે સ્થળ પોલીસે શોધી કાઢ્યુ છે.

રાજકોટના( Rajkot) યાજ્ઞિક રોડની હોટલમાં યુવતીના ડાન્સ( Dance) મામલે પોલીસ(Police) વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમાં એ ડિવિઝન પોલીસ મથકમાં જાણવા જોગ ગુનો દાખલ કરાયો છે.રાજકોટ પોલીસના ડીસીપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું છે કે જે સ્થળેથી વીડિયો ઉતારવામાં આવ્યો હતો તે સ્થળ પોલીસે શોધી કાઢ્યુ છે.

તેમજ જે વ્યક્તિએ વીડિયો બનાવ્યો છે તેની પણ શોધખોળ કરીને વીડિયોની તપાસ કરાશે.જો કે નક્કર પુરાવા મળ્યા બાદ પોલીસ ફરિયાદ દાખલ કરવાની સ્પષ્ટતા કરવામાં આવી છે.પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે હોટલના છઠ્ઠા માળનો રૂમ એક્ઝીક્યુટી રૂમ હતો.જેનો ચાર્જ વધુ હોય છે અને હાઇપ્રોફાઇલ લોકો જ આ રૂમ ભાડે રાખતા હોય છે.

હાલ પોલીસ વિભાગે હોટલમાં પણ વધુ તપાસ હાથ ધરી છે..જેમાં હોટલના સીસીટીવી, રજીસ્ટરની એન્ટ્રીની તપાસ કરવામાં આવી રહી છે.પોલીસ અધિકારીઓએ હાલ હોટલના તમામ ડેટા એકત્ર કર્યા છે અને તેની તપાસ ચાલી રહી છે.પોલીસ અધિકારીનું માનવું છે કે વાયરલ વીડિયો 23 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર વચ્ચેનો હોઇ શકે છે.ત્યારે જોવાનું એ રહે છે કે આ મામલે પોલીસ તપાસમાં કયા કયા ખુલાસા થાય છે.

આ પણ વાંચો : Ahmedabad: મહિલાઓમાં વધતાં બ્રેસ્ટ કેન્સરની જાગૃતિ માટે સિવિલ હોસ્પિટલમાં મેમોગ્રાફી ટેસ્ટનું આયોજન

આ પણ વાંચો : Gandhi Jayanti 2021: જાણો ભારતીય ચલણી નોટ પર ગાંધીજીના ફોટોની રસપ્રદ વાત

Next Video