Rajkot : મોરબી- વાંકાનેર પેસેન્જર ટ્રેનને ઉથલાવવાના કાવતરાનો ભેદ ઉકેલાયો, પોલીસે બે વ્યકિતની ધરપકડ કરી

|

Jun 24, 2022 | 10:57 PM

રાજકોટમાં 12 જુનના  રોજ મોડી રાત્રે  મોરબી- વાંકાનેર પેસેન્જર ટ્રેનને ઉથલાવવાના કાવતરાનો ભેદ ઉકેલાયો છે. જેમાં  પોલીસે બે વ્યકિતની ધરપકડ કરી છે. 

Rajkot : મોરબી- વાંકાનેર પેસેન્જર ટ્રેનને ઉથલાવવાના કાવતરાનો ભેદ ઉકેલાયો, પોલીસે બે વ્યકિતની ધરપકડ કરી
Rajkot Railway Station

Follow us on

ગુજરાત રમખાણોને રાજકીય ચશ્માથી જોવામાં આવ્યા, વડાપ્રધાન મોદીની પાછળ પડી હતી લેફ્ટ ગેંગ: રવિશંકર પ્રસાદગુજરાતના (Gujarat) રાજકોટમાં(Rajkot)  12 જુનના  રોજ મોડી રાત્રે  મોરબી- વાંકાનેર પેસેન્જર ટ્રેનને ઉથલાવવાના કાવતરાનો ભેદ ઉકેલાયો છે. જેમાં  પોલીસે બે વ્યકિતની ધરપકડ કરી છે.જેમાં સમગ્ર ઘટનાની વિગત મુજબ 12 જૂનના રોજ રાત્રીના 3.45 કલાકે મોરબી વાંકાનેર મેમુ ટ્રેન ઉથલાવવા અને પેસેન્જરને મોટી જાનહાનિ પહોંચાડવાનું કાવતરું ધડવામાં આવ્યું હતું. જેમાં રેલવેના ટ્રેક ઉપર પાકી ઇંટો ગોઠવી ટ્રેનને ઉથલાવી દેવા કાવતરું ઘડાયું હતું. જો કે આ મામલે પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. તેમજ આ મામલે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમજ તેમની પૂછતાછ દરમ્યાન ઉત્તર પ્રદેશ સરકારે બુલડોઝરો ચલાવ્યા હોવાના કૃત્યના પ્રત્યાઘાત રૂપે આ કૃત્ય કર્યું હોવાનું ખુલ્યું હતું. જેમાં પોલીસે મુખ્ય સૂત્રધાર અકબર ઉર્ફે દાઉદ મિયાણા અને મગન લક્ષ્મણ કોળીની ધરપકડ કરી છે.

જો કે આ કેસની વધુ તપાસ NIA અથવા તો ATS પણ કરી શકે છે, જ્યારે પોલીસે આ સમગ્ર કાવતરાનો ભેદ ટેક્નિકલ અને હ્યુમન સર્વેલન્સના આધારે ઉકેલ્યો છે.

આ સમગ્ર ઘટનાને અંજામ આપવા સૂત્રધાર અકબર મિયાણાએ વાંકાનેરમાં જ રહેતાં મગન લક્ષ્મણ નામના શખ્સનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ રૂપિયા આપી લક્ષ્મણને ટ્રેન ઉથલાવવાના ષડયંત્રમાં સામેલ કર્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, અકબરે લક્ષ્મણને રેલવે ટ્રેક પર ઈંટો ગોઠવવા માટે રૂપિયા આપ્યા હતા. રેલવે ટ્રેક પર ઈંટો ગોઠવી આરોપી ફરાર થઈ ગયા હતા. 12 જૂને જ્યારે મોડી રાત્રે જ્યારે ટ્રેન મોરબીથી વાંકાનેર તરફ જઈ રહી હતી ત્યારે લોકો પાયલટે ટ્રેક પર ઈંટો જોઈ હતી. ટ્રેક પર અડચણ જોતા જ તેમણે ઈમરજન્સી બ્રેક લગાવી ટ્રેન રોકી દીધી હતી. ત્યારબાદ ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી..

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

Published On - 5:39 pm, Fri, 24 June 22

Next Article