Rajkot : કોંગ્રેસે નવું માળખું જાહેર થતા જ ભડકો, પાટીદાર નેતાઓએ વ્યક્ત કરી નારાજગી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્રારા જાહેર કરવામાં આવેલા સંગઠનના માળખામાં રાજકોટનો દબદબો જોવા મળ્યો હતો નવા માળખામાં ઇન્દ્રનીલ રાજ્યગુરૂ,ડો.હેમાંગ વસાવડા અને ગાયત્રીબા વાધેલાને ઉપપ્રમુખ બનાવ્યા છે જ્યારે અશોક ડાંગર,મહેશ રાજપૂત અને જશવંતસિંહ ભટ્ટીને મહામંત્રી બનાવવામાં આવ્યા છે.ઇન્દ્રનીલ

Rajkot : કોંગ્રેસે નવું માળખું જાહેર થતા જ ભડકો, પાટીદાર નેતાઓએ વ્યક્ત કરી નારાજગી
Rajkot Congress Office
| Edited By: | Updated on: Mar 25, 2022 | 5:56 PM

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ (Congress) દ્રારા રાજ્યનું નવું સંગઠન માળખું જાહેર કરવામાં આવ્યું છે.નવા સંગઠનમાં રાજકોટ(Rajkot)  શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે પ્રદિપ ત્રિવેદીનું નામ ફાઇનલ કરવામાં આવ્યું છે.જો કે પ્રદિપ ત્રિવેદીનું નામ જાહેર થતા જ પાટીદાર(Patidar)  નેતાઓમાં નારાજગી જોવા મળી હતી.શહેર કોંગ્રેસના અલગ અલગ સોશિયલ ગ્રુપમાંથી પાટીદાર નેતાઓ નીકળીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.પાટીદાર નેતાઓએ નવા સંગઠનમાં પાટીદાર સમાજને યોગ્ય પ્રભુત્વ ન મળતું હોવાનો દાવો કર્યો હતો.નવી નિમણુક બાદ પાટીદાર સમાજને પ્રભુત્વ ન મળતા કોંગ્રેસ વિરુધ્ધ સોશિયલ મિડીયામાં મેસેજ વાયરલ થયાં હતા જેમાં પાટીદાર સમાજ સાથે અન્યાય થયો હોવાની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી અને આગામી દિવસોમાં પાર્ટીએ પરિણામ ભોગવવું પડશે તેવો પણ દાવો કરવામાં આવ્યો છે.

નવા પ્રદેશ માળખામાં 3 ઉપપ્રમુખ અને 3 મહામંત્રી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્રારા જાહેર કરવામાં આવેલા સંગઠનના માળખામાં રાજકોટનો દબદબો જોવા મળ્યો હતો નવા માળખામાં ઇન્દ્રનીલ રાજ્યગુરૂ,ડો.હેમાંગ વસાવડા અને ગાયત્રીબા વાધેલાને ઉપપ્રમુખ બનાવ્યા છે જ્યારે અશોક ડાંગર,મહેશ રાજપૂત અને જશવંતસિંહ ભટ્ટીને મહામંત્રી બનાવવામાં આવ્યા છે.ઇન્દ્રનીલ રાજ્યગુરૂ છેલ્લા થોડાં સમયથી નિષ્ક્રિય હતા જો કે કોંગ્રેસ દ્રારા તેને પ્રદેશ ઉપપ્રમુખ બનાવવામાં આવતા તેઓ હવે ફરી સક્રિય રીતે કોંગ્રેસમાં કામગીરી કરતા જોવા મળશે.

જિલ્લા પ્રમુખ તરીકે અર્જુન ખાટરીયાની વરણી

રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા અર્જુન ખાટરીયાની વરણી કરવામાં આવી છે.અર્જુન ખાટરીયા વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે.ગત જિલ્લા પંચાયતની ટર્મમાં તેઓએ જિલ્લા પંચાયતના સભ્યોને તૂટવા દીધા ન હતા અને આખી ટર્મ જિલ્લા પંચાયતમાં શાશન કર્યું હતું જેને લઇને પાર્ટી દ્રારા તેમના પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે જો કે તેઓની પસંદગી થતા જ ધારાસભ્ય લલિત વસોયાએ નારાજગી વ્યક્ત કરી હતી જો કે પછી તેઓએ નારાજ ન હોવાનો ખુલાસો કર્યો હતો.

ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસના  સંગઠનના નવા માળખાની જાહેરાત કરવામાં આવી છે.  જેમાં 25 ઉપ પ્રમુખો,  75 મહામંત્રીઓ અને 19 જિલ્લા પ્રમુખોના નામની  ગુરુવારે જાહેરાત કરવામાં આવી છે

આ પણ વાંચો : Banaskantha: લીલી પરિક્રમાની જેમ અંબાજી ગબ્બર ખાતે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા કરશે ભક્તો

આ પણ વાંચો : KUTCH : બાંધકામ મંજુરી નથી લીધી તો મેળવી લેજો, ભુજના ભરચક વિસ્તારમાં ઉભો કરાયેલ શો-રૂમ સીલ કરાયો

 

Published On - 5:52 pm, Fri, 25 March 22