VIDEO : રાજકોટ સિવિલ હોસ્પિટલમાં માનવતાને લાંછન, જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા વૃદ્ધાને વોર્ડ બહાર કરાયા

રાજકોટ સિવિલ હોસ્પિટલના વોર્ડ નંબર 10માં દાખલ વૃદ્ધાને વોર્ડ બહાર(Rajkot Civil hospital) કરી દેવામાં આવતા હોસ્પિટલના તંત્ર સામે અનેક સવાલ ઉભા થયા છે.

VIDEO : રાજકોટ સિવિલ હોસ્પિટલમાં માનવતાને લાંછન, જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા વૃદ્ધાને વોર્ડ બહાર કરાયા
Rajkot civil hospital video goes viral
| Edited By: | Updated on: Jul 03, 2022 | 1:26 PM

Rajkot : સામાન્ય રીતેહોસ્પિટલમાં (Civil Hospital) દર્દી સારવાર માટે જાય છે. ડૉક્ટરને ભગવાન માનનારા લોકો નવા જીવનની આશાએ હોસ્પિટલમાં જતાં હોય છે. પરંતુ, આ જ ડૉક્ટરો જ્યારે દયા ભૂલી જાયને માનવતાને લાંછન લગાડતું કૃત્ય કરે તો..કઈક આવું જ બન્યું છે રાજકોટની(rajkot news)  સિવિલ હોસ્પિટલમાં. અહીં બન્યો છે, માનવતાને કલંક લગાડતી ઘટના સામે આવી છે.હોસ્પિટલના વોર્ડ નંબર 10માં દાખલ વૃદ્ધાને વોર્ડ બહાર(Rajkot Civil hospital) કરી દેવામાં આવતા હોસ્પિટલના તંત્ર સામે અનેક સવાલ ઉભા થયા છે.

હોસ્પિટલના જ એક રેસિડેન્ડ અને ત્રણ ઈન્ટર્ન તબીબોએ (intern doctors) વૃદ્ધાને વોર્ડ બહાર કર્યા હોવાનું બહાર આવ્યું છે.જોકે આ મામાલો ઉચ્ચ અધિકારીઓના ધ્યાને આવતા વૃદ્ધાને ફરી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

જુઓ વીડિયો

શું માનવતા મરી પરવારી ?

મળતી માહિતી મુજબ મોરબીના (morbi) હસીનાબેનને સારવાર માટે શુક્રવારે રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા.શનિવારે સવારે સાડા 10 વાગ્યે વોર્ડમાંથી બહાર કાઢી મૂકાયા હતા.નવાઈની વાત તો એ છે કે,રેસિડેન્ટ તબીબની (Resident doctors) સૂચનાથી આયા બહેને વ્હીલચેર પર બેસાડી વૃદ્ધાને બહાર નવી હોસ્પિટલ સામે આવેલા બાંકડા પર મૂકી દેવાયા હતા.વૃદ્ધાની હાલત એટલી ગંભીર છે કે તેઓ જાતે હલન-ચલન પણ કરી શકતા નથી.જો કે હદ તો ત્યારે થઈ જ્યારે હોસ્પિટલના તબીબોએ રજિસ્ટરમાં વૃદ્ધા જાતે નાસી ગયાનું જણાવ્યુ.રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બનેલી આ ઘટના બાદ શું કાર્યવાહી થાય છે તે જોવુ રહ્યુ.