Rajkot: ભાજપ સંકલનની બેઠકમાં મોબાઈલ લઈ જવા પર શહેર પ્રમુખે મુક્યો પ્રતિબંધ, વિક્ષેપ ટાળવા નિર્ણય લેવાયાનો દાવો

|

Oct 07, 2023 | 12:39 AM

Rajkot: શિસ્તબદ્ધ કહેવાતી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો માટે શહેર ભાજપ પ્રમુખનું નવુ ફરમાન આવ્યુ છે. ભાજપ સંકલનની બેઠકમાં કાર્યકર્તાઓને મોબાઈલ લઈ જવા પર શહેર ભાજપ પ્રમુખે પ્રતિબંધ મુક્યો છે. જેની પાછળ એવી દલીલ અપાઈ છે કે કાર્યકર્તાઓનું ધ્યાન મુદ્દા પરથી ભટકે નહી. તેમજ બેઠકમાં કોઈ વિક્ષેપ ન આવે તે હેતુથી આ નિર્ણય કરાયો છે.

Rajkot: ભાજપ સંકલનની બેઠકમાં મોબાઈલ લઈ જવા પર શહેર પ્રમુખે મુક્યો પ્રતિબંધ, વિક્ષેપ ટાળવા નિર્ણય લેવાયાનો દાવો

Follow us on

Rajkot: ભારતીય જનતા પાર્ટી આમ તો શિસ્તબદ્ધ પાર્ટી છે. કાર્યકર્તાઓની રજૂઆત,પ્રશ્નો અને તેની કામગીરી શિસ્તમાં સોંપવામાં આવતી હોય છે પરંતુ આ જ પાર્ટીના કેટલાક એવા નિર્ણયો જોવા મળે છે જે શિસ્તની સાથે કાર્યકર્તાઓ પરના વિશ્વાસ સામે પણ પ્રશ્નાર્થ મુકે છે. તાજેતરમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ રાજકોટ મહાનગરપાલિકાની સંકલનની બેઠકમાં તમામ હોદ્દેદારોને મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. શહેર ભાજપ પ્રમુખના આ આદેશથી થોડા સમય માટે કાર્યકર્તાઓ ચોંકી ઉઠ્યા હતા.

સંકલનમાં સુમેળ રહે, કાર્યકર્તાઓનું ધ્યાન રહે તે માટે નિર્ણય- મુકેશ દોશી

રાજકોટ શહેર ભાજપની સંકલનની બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ ટીવીનાઇન સાથે વાતચીત કરી હતી.મુકેશ દોશીએ કહ્યું હતું કે પાર્ટી કાર્યકર્તાઓનું સંકલનમાં ધ્યાન રહે અને સંકલનની બેઠકમાં કોઇ વિક્ષેપ ન આવે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. મુકેશ દોશીએ વધુમાં કહ્યું હતું કે કેટલીક વખત કાર્યકર્તાઓ સંકલનની બેઠકમાં મોબાઇલમાં વ્યસ્ત રહેતા હોય છે જેથી હવેથી શહેર ભાજપ પ્રમુખ સહિત તમામ હોદ્દેદારોએ મોબાઇલ બહાર રાખવાની સૂચના આપવામાં આવી છે.જો કે આ નિર્ણયથી કાર્યકર્તાઓ પર અવિશ્વાસ છે તેવું ન લાગે તેના જવાબમાં મુકેશ દોશીએ કહ્યું હતું કે આ શિસ્ત અંગેનો નિર્ણય છે પરંતુ અવિશ્વાસની કોઇ વાત નથી.

અગાઉ જનરલ બોર્ડમાં મોબાઇલ પર પ્રતિબંઘ મૂક્યો હતો

આ પહેલી વખત નથી અગાઉ રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં ભાજપના કોર્પોરેટરો દ્રારા જનરલ બોર્ડની કામગીરીમાં ધ્યાન આપવાને બદલે મોબાઇલમાં વ્યસ્ત રહેતા કેમેરામાં કેદ થયા હતા જેના પગલે પહેલા મેયર અને ત્યારબાદ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ તમામ કોર્પોરેટરોને જનરલ બોર્ડમાં પણ મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ મૂક્યો છે.રાજકોટમાં ભાજપ પ્રમુખ તરીકે મુકેશ દોશીની વરણી થયા બાદ કાર્યકર્તાઓના ક્લાસ લેવામાં આવી રહ્યા છે અને શિસ્તનું ચુસ્ત પાલન થાય તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે જો કે શહેર ભાજપ પ્રમુખની આ કાર્યવાહીથી કેટલાક કાર્યકર્તાઓમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે.

ક્રિકેટર સિરાજ અને વાયરલ ગર્લના Photo નું સત્ય આવ્યું સામે, જુઓ
Headache : રોજ માથાનો દુખાવો થાય છે? આ રોગનું હોય શકે લક્ષણ
Fenugreek Seeds : પેટની ચરબીને 20 દિવસમાં ઓગાળી દેશે આ દાણા, દરરોજ સવારે આ રીતે કરો સેવન
અઢી વર્ષની પીડા.. ધોની સાથે પોપ્યુલર થયેલી યુવતીએ કર્યો દર્દનાક ખુલાસો
Car price : અત્યારે ડિમાન્ડમાં છે આ કાર, 1 ફેબ્રુઆરીથી થશે મોંઘી
Kiss કરતી વખતે આંખો બંધ થઈ જવા પાછળ 5 કારણો

આ પણ વાંચો: Ahmedabad: 7 ઓક્ટોબર 2001ના રોજ નરેન્દ્ર મોદીએ સંભાળી ગુજરાતની ધુરા, 22 વર્ષની રાજકીય કારકિર્દીમા મોદીએ લીધેલા ક્રાંતિકારી નિર્ણયો બની ગયા જન અભિયાન-વાંચો

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

Next Article