Rajkot: ધોરાજીમાં ચેકડેમો બન્યા બિસ્માર, જળસંગ્રહના હેતુથી બનાવાયેલા ચેકડેમમાંથી જ વહી રહ્યુ છે પાણી

|

May 29, 2023 | 4:33 PM

Rajkot: ધોરાજીમાં જળસંગ્રહ માટે બનાવાયેલા ચેકડેમ એટલી હદે જર્જરીત અને બિસ્માર બન્યા છે કે તેમાંથી પાણી વહી જઈ રહ્યુ છે. જેમાં જળસંગ્રહ કરવાનો હોય તે ડેમો જ પાણી ગુમાવી રહ્યા છે પરંતુ તંત્ર દ્વારા ડેમના સમારકામ માટેની કોઈ તસ્દી લેવાઈ રહી નથી.

Rajkot: ધોરાજીમાં ચેકડેમો બન્યા બિસ્માર, જળસંગ્રહના હેતુથી બનાવાયેલા ચેકડેમમાંથી જ વહી રહ્યુ છે પાણી

Follow us on

Rajkot: એક તરફ સરકાર ‘જળ બચાવો’ ‘જળ એ જ જીવન છે’ એવી જાહેરાતો કરતી હોય છે પરંતુ બીજી તરફ ધોરાજીમાં અનેક ચેકડેમો એટલા બિસ્માર અને જર્જરીત હાલતમાં છે કે આ ચેકડેમોમાંથી જ પાણી વહી જાય છે. ત્યારે પાણી સંગ્રહ કરવાની તો વાત દૂર. અહીં તો ડેમને સુધારવાની પણ તંત્ર દ્વારા તસ્દી લેવાઈ રહી નથી. અહીં ચેકડેમોની હાલત જોઈને એટલુ તો સમજી શકાય કે આ ચેકડેમ બિસ્માર થઈ ચુક્યા છે. જર્જરિત થઈ ગયા છે. ધોરાજી પંથકમાં સરકારે લાખો રૂપિયાના ખર્ચે ચેક ડેમો તો બનાવ્યા. જેનો હેતુ એ હતો કે આ ચેકડેમમાં વરસાદી પાણી ભરાય અને જે પાણીનો સંગ્રહ થાય તે શિયાળુ અને ઉનાળુ પાકના પિયતમાં ખેતીમાં કામ લાગે પરંતુ ચેકડેમોની હાલત અત્યંત બિસ્માર બની ચૂકી છે.

ચેકડેમમાં લીકેજને કારણે વહી જાય છે પાણીનો જથ્થો

ધોરાજીના ખેડૂતોનું કહેવું છે કે ધોરાજી પંથકના અનેક ચેકડેમો જર્જરિત હાલતમાં છે, વરસાદી સિઝનમાં વરસાદી પાણી ભરાય છે પરંતુ ચેકડેમમાં લીકેજ હોવાના કારણે અને ચેકડેમોમાંથી પાણીનો જથ્થો વહી જાય છે. જેને કારણે લાખો લિટર પાણીનો વેડફાઈ રહ્યુ છે. સરકાર દ્વારા જે લાખો રૂપિયા ચેકડેમ બાંધવા માટે ખર્ચવામાં આવ્યા તે ખર્ચ પાણીમાં જતો હોય એવું લાગી રહ્યું છે.

ખેડૂતોની માગ છે કે ધોરાજી પંથકના ચેક ડેમોને ઊંડા કરવામાં આવે અને જર્જરીત ચેકડેમોનું સમારકામ કરવામાં આવે. આવનારા દિવસોમાં વરસાદનું પાણી ચેકડેમની અંદર આવશે અને તે પાણી ખેડૂતોને ખેતીમાં ઉપયોગી થશે. જો ચેકડેમ ભરાયેલા હશે તો ખેડૂતોને ખેતરમાં કૂવા અને બોરના તળ પણ ઉંચા આવશે.

કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ

આ પણ વાંચો : Rajkot : ધોરાજીના વોર્ડ નબંર-4ના રહીશો પાણીની સમસ્યાથી ત્રસ્ત, સ્થાનિકોએ નગરપાલિકા કચેરીએ પહોંચી કર્યા સૂત્રોચ્ચાર

જવાબદાર અધિકારીઓ માત્ર સૂચના આપી માની રહ્યા છે સંતોષ

આ તરફ ધોરાજીના મામલતદાર હવે એ જ સરકારી ધોરણે, સરકારી રીતે સરકારી જ જવાબ આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે સિંચાઈ વિભાગને ચેકડેમો રિપેર કરવાની સુચના આપી દેવાઈ છે. સુચના આપી દેવાઈ હોય તો એ સારી જ વાત છે, પરંતુ છેક હવે ચોમાસુ માથા પર આવી ગયું ત્યારે કામગીરી સરકારી ધોરણે ક્યારે શરૂ થશે અને ક્યારે પુરી થશે એ એક સવાલ છે. જોકે હવે ખેડૂતોએ આ ચેકડેમ ઝડપથી રિપેર થઈ જાય અને પાણીનો સંગ્રહ શરૂ થાય એવી આશા રાખવા સિવાય બીજો કોઈ વિકલ્પ પણ તો નથી.

ઈનપુટ ક્રેડિટ- હુસેન કુરેશી-ધોરાજી

રાજકોટ સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article