Rajkot ચેમ્બર ઓફ કોમર્સે સીએમ રૂપાણીને નવી GIDC ફાળવવા માંગ કરી, ટોય પાર્ક ફાળવવા પણ રજૂઆત

|

Aug 13, 2021 | 1:12 PM

રાજકોટમાં પ્લાસ્ટિક અને ધાતુના અનેક સ્પેરપાર્ટ બને છે. જો રાજકોટને ટોય પાર્ક ફાળવવામાં આવે તો ઓછા ખર્ચે રમકડાનું નિર્માણ કરી શકાય તેમ છે.

રાજકોટ(Rajkot)  ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનોએ CM વિજય રૂપાણીને મળી નવી GIDCફાળવવા માગણી કરી. રાજકોટના નાના-મોટા ઉદ્યોગકારોના 17 મુદ્દાનો ઉકેલ લાવવા CMને રજૂઆત કરવામાં આવી. જેમાં મોટા ઉદ્યોગકારોને 50 ટકા રાહતના દરે 6 હજાર મીટરના પ્લોટ ફાળવવા માંગણી કરવામાં આવી છે. તેમજ થોરાળા પાસે સરકારી જંત્રી મુજબ કન્ટેનર ડેપો બનાવવા રજૂઆત કરવામાં આવી છે. જેમાં રાજકોટમાં પ્લાસ્ટિક અને ધાતુના અનેક સ્પેરપાર્ટ બને છે. જો રાજકોટને ટોય પાર્ક ફાળવવામાં આવે તો ઓછા ખર્ચે રમકડાનું નિર્માણ કરી શકાય તેમ છે. આ ઉપરાંત લઘુ ઉદ્યોગ માટે 1.6 ની FSI મંજૂર કરવા માંગણી કરી હતી.

આ પણ વાંચો : SURAT : રાજ્યનું પ્રથમ વોટર પ્લસ શહેર જાહેર થયું સુરત, જાણો સુરતમાં કેટલા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત છે

આ પણ વાંચો : Viral Video: કપિરાજે પહેલા છીનવ્યુ ખાવાનુ પછી શરુ કર્યુ લાત મારવાનુ, જુઓ VIDEO

Next Video