SURAT : રાજ્યનું પ્રથમ વોટર પ્લસ શહેર જાહેર થયું સુરત, જાણો સુરતમાં કેટલા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત છે

ભારત સરકારના સ્વચ્છ સર્વેક્ષણ 2021 માં વોટર પ્રોટોકોલ સર્ટિફિકેશનના 700 પેરામીટર્સ બનાવાયા હતા, તેમાં સુરત આગળ રહ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2021 | 11:02 AM

SURAT : હીરાનગરી સુરતને સ્વચ્છ સર્વેક્ષણમાં વોટર સર્ટિફિકેટ મળતા ગુજરાતનું પ્રથમ વોટર પ્લસ શહેર જાહેર કરાયું છે. ત્યારે વોટર સર્ટિફિકેટ મળતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અભિનંદન પાઠવતું ટ્વીટ કર્યું છે. ભારત સરકારના સ્વચ્છ સર્વેક્ષણ 2021 માં વોટર પ્રોટોકોલ સર્ટિફિકેશનના 700 પેરામીટર્સ બનાવાયા હતા, તેમાં સુરત આગળ રહ્યું છે. વોટર પ્લસ પ્રોટોકોલનો હેતુ પર્યાવરણ જળસૃષ્ટિને નુકશાન ન પહોંચે તે રીતે પ્રોસેસ કરી ગંદા પાણીનો નિકાલ કરવો એવો છે. આ પેરામીટર્સમાં થર્ડ પાર્ટી દ્વારા ફિલ્ડ ઈન્સ્પેક્શન કરાયું હતું. જેમાં કોરોના મહામારીમાં પણ તમામ પેરામિટર્સમાં સુરત ખરું ઉતર્યું હતું. ભારતના કુલ 4 શહેરોને વોટર પ્લસ જાહેર કરવામાં આવ્યા છે. સુરત ભારતનું પ્રથમ એવું શહેર છે, જ્યાં ગંદાપાણીના પ્રોસેસિંગ માટે 11 જેટલા પ્લાન્ટ કાર્યરત છે.

આ પણ વાંચો : SURATમાં લવ જેહાદનો પ્રથમ ગુનો નોંધાયો, 51 વર્ષના પુરુષે હિન્દુ નામ ધારણ કરી 22 વર્ષની યુવતીને ફસાવી

આ પણ વાંચો : SURAT : ડુમ્મસના વિક્ટોરિયા ફાર્મમા કરંટ લાગતા બે યુવાનોના મોત

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">