કરોડો રૂપિયાની જમીન પચાવી પાડનાર રાજકોટના બિલ્ડર સ્મિત કનેરિયાની અટકાયત, CID ક્રાઈમે જાહેર કર્યો હતો લુક આઉટ સર્ક્યુલર

રાજકોટમાં કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવાના આરોપી બિલ્ડર સ્મિત કનેરિયાની અટકાયત કરવામા આવી છે. CID ક્રાઈમે બિલ્ડરની ધરપકડ માટે લુક આઉટ સર્ક્યુલર જાહેર કર્યો હતો. આ સર્ક્લુયલરના આધારે તેની મુંબઈ ઍરપોર્ટ પરથી અટકાયત કરાઈ છે.

કરોડો રૂપિયાની જમીન પચાવી પાડનાર રાજકોટના બિલ્ડર સ્મિત કનેરિયાની અટકાયત, CID ક્રાઈમે જાહેર કર્યો હતો લુક આઉટ સર્ક્યુલર
| Edited By: | Updated on: Nov 28, 2023 | 12:14 AM

કરોડોની જમીન પચાવી પાડી અનેક લોકોનુ કરી નાખનાર રાજકોટના બિલ્ડર સ્મિત કનેરિયાની આખરે અટકાયત કરવામાં આવી છે. બિલ્ડર સામે કરોડો રૂપિયાની જમીન હડપ કરવાનો આરોપ છે. તેની વિરુદ્ધ CID ક્રાઈમે લુક આઉટ સર્ક્યુલર જાહેર કર્યો હતો. આ સર્ક્યુલરના આધારે તેની મુંબઈ ઍરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. સ્મિત કનેરિયાને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે સીઆઈડી ક્ર્રાઈમ ગાંધીનગર સમક્ષ હાજર થવાનો આદેશ કર્યો છે.

આ પણ વાંચો: સાત નદીઓનો જ્યાં સંગમ થાય છે તે વૌઠાની કરમની કઠણાઈ, સ્નાન તો દુર અંદર હાથ નાખવાની ચીતરી ચઢી જાય, જુઓ વીડિયો

સ્મિત કનેરિયાનો પાસપોર્ટ પણ જપ્ત કરી લેવામાં આવ્યો છે. કરોડોની જમીન પચાવી પાડવા સહિત નોટિરીયલ લખાણના બે પાના બદલી કોન્ટ્રાક્ટ બનાવવામાં આવ્યો હોવાનો આરોપ છે. કરોડોના જમીન વહીવટમાં સ્મિત કનેરિયા સામે જ્યાં મળે ત્યાંથી ધરપકડ કરવાનો સીઆઈડી ક્રાઈમે સર્ક્લુયલર જાહેર કર્યો હતો.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો