Rajkot : બાલાજી મંદિર ટ્રસ્ટ વિવાદ મુદ્દે બંને પક્ષોએ કલેક્ટર સમક્ષ રજૂ કર્યો જવાબ, હવે કોર્ટમાં રજૂ કરાશે રિપોર્ટ

|

May 27, 2023 | 9:03 AM

મંદિરના કોઠારી સ્વામી વિવેકસાગરે કહ્યું કે તેમણે કોઈ ગેરકાયદે બાંધકામ નથી કર્યું. જેના પુરાવા સાથે કલેક્ટર સમક્ષ જવાબ રજૂ કરવામાં આવ્યો છે. જરૂરી દસ્તાવેજો સાથે રાજકોટ મહાનગરપાલિકામાં પણ મંજૂરી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

Rajkot : બાલાજી મંદિર ટ્રસ્ટ વિવાદ મુદ્દે બંને પક્ષોએ કલેક્ટર સમક્ષ રજૂ કર્યો જવાબ, હવે કોર્ટમાં રજૂ કરાશે રિપોર્ટ

Follow us on

રાજકોટ (Rajkot) બાલાજી મંદિર ટ્રસ્ટ વિવાદમાં બંને પક્ષોએ કલેક્ટર સમક્ષ જવાબો રજૂ કર્યા છે. બાલાજી મંદિર ટ્રસ્ટે (Balaji Mandir Trust) પુરાવા સાથે જવાબ રજૂ કર્યો છે. કલેક્ટર પ્રભવ જોષીએ બંને પક્ષકારોને સાંભળ્યા છે. હવે કલેક્ટરે પુરાવા સાથે પોતાનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરશે. મંદિરના કોઠારી સ્વામી વિવેકસાગરે કહ્યું કે તેમણે કોઈ ગેરકાયદે બાંધકામ નથી કર્યું. જેના પુરાવા સાથે કલેક્ટર સમક્ષ જવાબ રજૂ કરવામાં આવ્યો છે. જરૂરી દસ્તાવેજો સાથે રાજકોટ મહાનગરપાલિકામાં પણ મંજૂરી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

આ પણ વાંચો-  Ahmedabad : ચાંદખેડાની શિબાની રોય મિસીસ અર્થ ક્વીન બની, અમદાવાદના મેયરે શુભેચ્છા પાઠવી

તો બીજીતરફ ગજાનંદધામ કરણસિંહજી હાઈસ્કૂલ બચાવો સમિતિના સભ્યોએ પણ કલેક્ટર સમક્ષ જવાબ રજૂ કર્યો છે. કરણસિંહજી હાઈસ્કૂલના પૂર્વ આચાર્ય સિદ્ધરાજસિંહ ઝાલાએ કહ્યું કે-સરકારે મૂકેલી શરતોનો ભંગ કરવામાં આવ્યો છે. પહેલેથી જ કીધુ હતુ કે શાળાનું રિનોવેશન કરવા નથી માગતા પણ શાળા પાડી નાખવા માંગે છે. આ મામલે જિલ્લા કલેક્ટરને પુરાવા આપ્યા છે. સિદ્ધરાજસિંહ ઝાલાએ કહ્યું કે- કલેક્ટરે અન્યાય નહીં થાય તેવી ખાતરી આપી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

શું છે આખો વિવાદ?

રાજ્ય સરકાર દ્રારા ભુપેન્દ્ર રોડ પર આવેલી કરણસિંહજી હાઇસ્કૂલ જે જર્જરિત થઈ ગઈ છે. તેના રિનોવેશન માટે અને શૈક્ષણિક હેતુ માટે બાજુમાં આવેલા બાલાજી મંદિર ટ્રસ્ટને સોંપી હતી. મંદિર ટ્રસ્ટ દ્રારા આ જગ્યાને તેની મૂળ સ્થિતિમાં ફેરફાર કર્યા વગર જ તેનુ રિનોવેશન કરીને ત્યાં સંસ્કૃત પાઠશાળા બનાવવાનો હુક્મ કરવામાં આવ્યો હતો.

જો કે મંદિર ટ્રસ્ટ દ્રારા અહીં 20 ચોમી જગ્યામાં આવેલા મંદિરને વિશાળ બનાવવામાં આવ્યું હતું અને મહાનગરપાલિકા કે જિલ્લા કલેક્ટરની પરવાનગી મેળવ્યા વગર જ આ બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. એટલું જ નહિ મંદિર પરિસરમાં આવેલો ચબુતરો તોડી પાડવામાં આવ્યો હતો. જ્યારે બાજુમાં આવેલા અન્નક્ષેત્ર પણ ચાલુ ન થાય તે રીતે તેમાં આજુબાજુ પથ્થરો પતરા સહિતની ચીજવસ્તુઓ રાખી દેવામાં આવી હતી. જેને લઇને વિવાદ સર્જાયો હતો.

રાજકોટ સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article