Rajkot : માધાપર વિસ્તારમા ઉનાળા પૂર્વે જ પાણીનો ઉકળાટ શરૂ ! મહિલાઓએ મનપા કચેરીમાં મચાવ્યો હોબાળો

|

Feb 17, 2023 | 2:46 PM

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભેળવ્યાને બે વર્ષ કરતા વધુ સમય થયો હોવા છતાં કેટલાક વિસ્તારોમાં પાણી, સફાઈ સહિતની પ્રાથમિક સુવિધા ન મળતી હોવાથી લોકોમાં આક્રોશ વધ્યો છે.

Rajkot : માધાપર વિસ્તારમા ઉનાળા પૂર્વે જ પાણીનો ઉકળાટ શરૂ ! મહિલાઓએ મનપા કચેરીમાં મચાવ્યો હોબાળો
water crisis in rajkot

Follow us on

રાજકોટમાં ઉનાળા પૂર્વે જ પાણીનો ઉકળાટ શરૂ થઈ ગયો છે. માધાપર વિસ્તારની રોષે ભરાયેલી મહિલાઓએ પાણી ન મળતા મનપા કચેરીમાં જોરદાર હોબાળો મચાવ્યાની ઘટના સામે આવી છે. મહિલાઓએ કોર્પોરેટર બાબુ ઉધરેજાનો પાણી મુદ્દે બરાબરનો ઉધડો લીધો હતો.

આ પણ વાંચો : Rajkot : સ્વાર્થી દીકરાએ વિધવા માતાને તરછોડી ભટકવા કરી મજબુર, તંત્રએ રસ લઈ જમીન-મકાન અને ભરણપોષણ આપવા કર્યો આદેશ

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભેળવ્યાને બે વર્ષ કરતા વધુ સમય થયો હોવા છતાં કેટલાક વિસ્તારમાં પાણી, સફાઈ સહિતની પ્રાથમિક સુવિધા ન મળતી હોવાથી લોકોમાં આક્રોશ વધ્યો છે. મહિલાઓએ પાણીના ટેન્કર નહીં, પાણીની પાઈપ લાઈન આપવાની ઉગ્ર માગણી કરી રહી છે. તો પોલીસે મહિલાઓનો આક્રોશ જોઈને મનપા કચેરીનો ગેટ બંધ કરી દીધો હતો. આ સમયે પોલીસ અને મહિલાઓ વચ્ચે પણ ઉગ્ર બોલાચાલી થઈ હતી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

રાજકોટમાં પાણી માટે મહિલાઓએ આક્રોશ ઠાલવ્યો હતો. વારંવારના વાયદાઓથી અકળાયેલી મહિલાઓનો આક્રમક મિજાજ જોઈને કોર્પોરેટરે હૈયાધારણા આપવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે કોર્પોરેટરે કહ્યું કે બે-ત્રણ વર્ષમાં તમામ કામ ન થઈ શકે. આ બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે. અને આગામી થોડા સમયમાં જ પાણી મળવા લાગશે. જ્યાં સુધી પાણી ન આવે ત્યાં સુધી ટેન્કરથી સમયસર પાણી મળે તેનું ધ્યાન રાખવામાં આવશે.

તો બીજી તરફ રાજકોટના મેયરે કહ્યું કે પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે 1400 કરોડના ખર્ચે પાણીની લાઈનો નાંખવામાં આવી રહી છે. તેમજ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી બાદ એકાદ મહિનામાં જ ટેન્ડર બહાર પાડવામા આવશે અને વહેલી તકે કામ પૂર્ણ કરવામા આવશે. આ પૂર્વે નવા ભળેલા માધાપર, નાનામૌવા, ઘંટેશ્વર સહિતના વિસ્તારોમાં પાણીના ટેન્કરોથી નિયમિત પુરવઠો પુરો પાડવામાં આવેલ છે.

થોડા દિવસો પહેલા રાજકોટના વોર્ડ નંબર-11માં પાણીની સમસ્યા ઉભી થઈ હતી. જેના વિરોધમાં મહિલાઓ રસ્તા પર ઉતરી આવી હતી. શહેરના મવડી વિસ્તારમાં આવેલા સોરઠીયા પાર્કમાં પાણી ના આવતા સ્થાનિકોએ મનપાના અધિકારીઓનો ઘેરાવ કર્યો હતો.સ્થાનિકોનો આરોપ હતો કે , ચૂંટણી સમયે મત માગવા નેતાઓ આવી જાય છે. પરંતુ પાણીની સમસ્યાનો નિકાલ કરવા એક પણ નેતા કે કોર્પોરેટરો ફરકતા નથી. પાણીવેરો ભરવા છતા એક ટીપું પાણી ન આવતા સ્થાનિકોએ મનપાના અધિકારીઓ પર આક્રોશ ઠાલવ્યો હતો.

 

Published On - 2:16 pm, Fri, 17 February 23

Next Article