Rajkot: રાજકોટ-લોધિકા સંઘના અરવિંદ રૈયાણી જૂથનું પત્તુ કપાયુ, ચેરમેન તરીકે નરેન્દ્રસિંહ જાડેજા રિપીટ, અરજણ રૈયાણીની વાઈસ ચેરમેન તરીકે વરણી

|

May 02, 2023 | 10:28 PM

Rajkot: રાજકોટ-લોધિકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન વાઈસ ચેરમેનની ચૂંટણીમાં અરવિંદ રૈયાણી જૂથનું પત્તુ કપાયુ છે અને ચેરમેન પદે નરેન્દ્રસિંહ જાડેજા રિપીટ થયા છે જ્યારે વાઈસ ચેરમેન તરીકે અરજણ રૈયાણીની વરણી કરવામાં આવી છે.

Rajkot: રાજકોટ-લોધિકા સંઘના અરવિંદ રૈયાણી જૂથનું પત્તુ કપાયુ, ચેરમેન તરીકે નરેન્દ્રસિંહ જાડેજા રિપીટ, અરજણ રૈયાણીની વાઈસ ચેરમેન તરીકે વરણી

Follow us on

રાજકોટ જિલ્લાની અગ્રણી સહકારી સંસ્થા લોધિકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન તરીકે નરેન્દ્રસિંહ જાડેજા અને વાઈસ ચેરમેન તરીકે અરજણ રૈયાણીની વરણી કરવામાં આવી છે. આજે(02.05.23) રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરીયા દ્રારા પ્રદેશ ભાજપ દ્રારા આપવામાં આવેલા મેન્ડેટ સાથે સંકલનની બેઠક કરી હતી. જેમાં પ્રદેશ ભાજપ દ્રારા આ બંન્ને નામ જાહેર કરવામાં આવ્યા હતા. રાજકોટ લોધિકા સંઘમાં નરેન્દ્રસિંહ જાડેજાનું નામ રિપીટ થતા પૂર્વ રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી અને તેનું જુથ કપાયું હતું. જ્યારે નરેન્દ્રસિંહ જાડેજાનો હાથ ઉપર રહ્યો હતો.

ભાજપના બે જુથ વચ્ચે હતો ખરાખરીનો જંગ

રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી માટે ભાજપના જ બે જુથ આમને સામને હતા. એક તરફ હાલના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા એક ધારાસભ્ય અને મંત્રીનું સમર્થન મેળવીને તેને રિપીટ કરવામાં આવે તેવી રજૂઆત છેલ્લે સુધી કરી હતી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સુધી આ રજૂઆત પહોંચાડવામાં આવી હતી. બીજી તરફ પૂ્ર્વ મંત્રી અરવિંદ રૈયાણી અને નીતિન ઢાંકેચા જુથ દ્વારા તેઓના જુથમાંથી કોઈ એકને સ્થાન આપવામાં આવે તેવી પ્રદેશ પ્રમુખથી લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી હતી.

બંન્ને વચ્ચેના જુથવાદમાં રૈયાણી જુથ દ્રારા લોઘિકા સંઘના નફામાં ઘટાડો થયો અને ગત ટર્મમાં સાથે રહીને નરેન્દ્રસિંહને સહયોગ આપ્યાનો દાવો કર્યો હતો. જ્યારે નરેન્દ્રસિંહ જાડેજાએ વિધાનસભાની ચૂંટણીમાં રૈયાણી જુથ નિષ્ક્રિય રહ્યું હોવાની રજૂઆત કરી હતી જેના કારણે રાજકારણ ગરમાયું હતું.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

પદ માંગણી કરવાનો સૌ કોઈને હક- જિલ્લા પ્રમુખ

ભાજપના આંતરિક જુથવાદ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરીયાએ કહ્યું હતું કે કોઇપણ સહકારી સંગઠન હોય તેમાં પદ માટે માંગણી કરવાનો દરેક કાર્યકર્તાને હક છે. આ માટે દરેક કાર્યકર્તાઓની સેન્સ પણ લેવાતી હોય છે પરંતુ પાર્ટી જ્યારે કોઈ એક ઉમેદવારનું નામ જાહેર કરે છે ત્યારે તમામ કાર્યકર્તાઓ એક થઈને કામ કરે છે અને કોઈ જુથવાદ રહેશે નહિ તેવો દાવો કર્યો હતો.

આ પણ વાંચો: Rajkot: સુદાનથી રેસ્ક્યુ કરાયેલા 30 લોકોની વતન વાપસી, બસપોર્ટ પર આત્મજનોના મિલાપથી ભાવુક દ્રશ્યો સર્જાયા

રાજકોટ-લોધિકા સંઘમાં પ્રમાણિક વહિવટથી પાર્ટી ખુશ-નરેન્દ્રસિંહ જાડેજા

ચેરમેન તરીકે રિપીટ થયા બાદ નરેન્દ્રસિંહ જાડેજાએ મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં નરેન્દ્રસિંહ જાડેજાએ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો. નરેન્દ્રસિંહે કહ્યું હતું કે છેલ્લા અઢી વર્ષમાં રાજકોટ લોઘિકા સંઘમાં પ્રમાણિકતાથી વહિવટ સંભાળ્યો છે. મારા કામથી જિલ્લા ભાજપ અને પ્રદેશ ભાજપ ખુશ છે. જેથી મને ફરીથી રિપીટ કરાયો છે. આગામી દિવસોમાં હું આ પ્રમાણિક વહિવટને આગળ વધારીશ અને પાર્ટીએ મારા પર જે વિશ્વાસ મુક્યો છે તેને ચરિતાર્થ કરીશ.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article