Rajkot: કિરણ પટેલ જેવા જ વધુ એક મહાઠગની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, IAS ઓફિસરની ઓળખ આપી એક કરોડથી વધુ રૂપિયા પડાવ્યા

|

Apr 17, 2023 | 4:23 PM

Rajkot: રાજકોટમાંથી કિરણ પટેલ જેવા જ વધુ એક મહાઠગની રાજકોટ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. IAS ઓફિસરની ઓળખ આપી અનેક લોકો 1.25 કરોડથી વધુ રૂપિયાનો ચુનો લગાવી ચુક્યો છે. વાંચો શું છે આ ઠગનો ઇતિહાસ અને મોડેસ ઓપરેન્ડી.

Rajkot: કિરણ પટેલ જેવા જ વધુ એક મહાઠગની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, IAS ઓફિસરની ઓળખ આપી એક કરોડથી વધુ રૂપિયા પડાવ્યા

Follow us on

રાજકોટમાં એક વેપારી સાથે વધુ એક મહાઠગએ છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. આ ઠગએ રાજકોટના ઉદ્યોગપતિ સાથે IAS અધિકારી અને IBના ડેપ્યુટી ડાયરેકટરની ઓળખ આપી 1.25 કરોડથી વધુની ઠગાઇ આચરી છે. ઠગ હિતેશ ઠાકરએ 3 વર્ષના સમયગાળામાં ગૌચરની જમીન અપાવવા, ડિફેન્સ વિભાગમાં વાયરનો કોન્ટ્રાક્ટ અપાવવા, ધંધાકીય મનદુઃખમાં સમાધાન કરાવી ભાગીદારોને ધંધામાંથી છૂટા કરાવી દેવા અને ઈનકમ ટેક્સ અને જીએસટીની રેડમાથી બચાવવા જેવી લાલચ આપીને 1.25 કરોડ રૂપિયા ફરિયાદી પાસેથી પડાવ્યા હતા.

સમગ્ર કેસની ફરિયાદ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ છે. ક્રાઈમ બ્રાન્ચએ વડોદરાના ઠગબાજ હિતેશ ઠાકરની ધરપકડ કરી લીધી છે અને આરોપીને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આરોપીના 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન આરોપી પાસેથી મોટા ખુલાસા થાય તેવી શકયતા રહેલી છે.

શા માટે IBનો અઘિકારી જ બનવાનું નક્કી કર્યું?

આ મહાઠગ હિતેશ ઠાકરએ IB ના ડેપ્યુટી ડાયરેક્ટર બનીને ફરિયાદી પાસેથી અલગ અલગ લાલચો આપીને 1.25 કરોડથી વધુની રકમ પડાવી હતી. હવે સવાલ એ થાય કે આ ઠગએ આઇબીનો જ નકલી અધિકારી બનવાનું કેમ પસંદ કર્યું. તો તેનું કારણ એ છે કે IB ના અઘિકારીની ઓળખ આપવાથી કોઈ તેની ઓફિસ વિશે કઈ તપાસ ન કરે, તેમનો કોઈ ખાસ ડ્રેસ કોડ ન હોય અને તેમને કોઈ ઓળખતું ન હોય. જેથી તેનો ખેલ છતો ન થાય.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

અસલી IAS અધિકારી ન બની શક્યો તો નકલી બનવાનું નક્કી કર્યું

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઝડપાયેલો ઠગ હિતેશ ઠાકર પોતાના યુવાનીના દિવસોમાં IAS ઓફિસર બનવા માગતો હતો. તે UPSC ની મેઈન્સ એક્ઝામ સુધી પણ પહોચ્યો હતો પરંતુ થોડા અંતર માટે તે પાસ ન થઈ શક્યો અને તેનું IAS ઓફિસર બનવાનું સ્વપ્ન અધૂરું રહી ગયું. ત્યારબાદ તે ટ્યુશન ક્લાસિસ ચલાવતો હતો. પરંતુ ઓનલાઇન ક્લાસિસનો યુગ આવતા તેનો વ્યવસાય ભાંગી પડ્યો અને તેણે નકલી તો નકલી IAS ઓફિસર બની રૂપિયા બનાવવાનું નક્કી કર્યું.

પોતાના ભણતરના દિવસોમાં નાટકોમાં ખૂબ ભાગ લેતો આ ઠગ

આ ઠગ હિતેશ ઠાકર પોતાના શાળાના દિવસોમાં નાટકોમાં ખૂબ ભાગ લેતો હતો અને અલગ અલગ રોલ નિભાવતો હતો. ત્યારથી જ તેને એક્ટિંગ કરવામાં ફાવટ મેળવેલી છે. જેથી તેને IAS અધિકારીની એક્ટિંગ કરી રૂપિયા બનાવવાનું નક્કી કર્યું. તે પોતાના કામમાં ખૂબ જ ધીરજ રાખતો હતો. જેને ઠગવાના છે તેની સાથે પારિવારિક સંબંધો બનાવતો. પોતાને રૂપિયાની લાલચ છે તેઓ જરાપણ ખ્યાલ ન આવવા દેતો.

આટલું જ નહિ તેઓ જેને ઠગવાના છે તેના પરિવાર સાથે ફરવા પણ જતો હતો. આ ઉપરાંત જે કામ કરાવી આપવાની લાલચ આપી હોય તે કામ ન થાય તો ક્યારેક રૂપિયા પણ પરત કરી દેતો હતો. જેથી તેના પર ભોગ બનનારને સંપૂર્ણ વિશ્વાસ બેસે અને ત્યારબાદ તે તેમની પાસેથી મોટી રકમ પડાવી શકે.

આ પણ વાંચો: Rajkot: લાલપરી નદીમાંથી ટૂકડા થયેલા મૃતદેહની ઓળખ માટે પોલીસે ફાયરબ્રિગેડની મદદ લીધી

ફરિયાદીને કેવી રીતે ઠગાઇનો ખ્યાલ આવ્યો?

ફરિયાદના દોઢ મહિના પહેલા ઠગ હિતેશએ આપેલા કોર્ટોના લેટરોની જે તે કોર્ટની વેબસાઈટમાં ખરાઈ કરી હતી.આ ઉપરાંત ઠગએ જણાવેલ સમયમાં એક પણ કામ પૂર્ણ ન થયું હતું.ત્યારબાદ ખરાઈ કરતા જાણ થઈ હતી કે તેણે આપેલા લેટરો નકલી છે અને પોતે કોઈ IAS અધિકારી નથી. ક્રાઈમ બ્રાન્ચે આ ઠગની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 4:17 pm, Mon, 17 April 23

Next Article