RAJKOT : સીસી રોડમાં હલકી ગુણવત્તા સામગ્રી વાપરવાનો આક્ષેપ, જેતપુર પાલિકાના મહિલા સભ્યએ પ્લાન્ટની મુલાકાત લીધી

|

Aug 03, 2021 | 7:31 PM

જેતપુર નગરપાલિકા દ્વારા બનતા સીસી રોડમાં નીચી ગુણવત્તાની સામગ્રી વાપરવાનો આક્ષેપ થયો છે. નગરપાલિકાના મહિલા સભ્યએ સીસી રોડના મટિરિયલ મિક્સિંગ પ્લાન્ટ પર તપાસ કરીને અનેક આક્ષેપો કર્યો હતા.

RAJKOT : જિલ્લામાં જેતપુર નગરપાલિકા દ્વારા બનતા સીસી રોડમાં નીચી ગુણવત્તાની સામગ્રી વાપરવાનો આક્ષેપ થયો છે. નગરપાલિકાના મહિલા સભ્યએ સીસી રોડના મટિરિયલ મિક્સિંગ પ્લાન્ટ પર તપાસ કરીને અનેક આક્ષેપો કર્યો હતા. કોંગ્રેસના મહિલા સભ્ય શારદાબેન વેગડાએ પ્લાન્ટમાં વપરાતી સિમેન્ટ, રેતી, કપચી વગેરેની જાત તપાસ કરી હતી. અને મોટા પ્રમાણમાં ભેળસેળ થતી હોવાનો આક્ષેપ કર્યો હતો.

તો નગરપાલિકાના સભ્યના આક્ષેપ બાદ બાંધકામ વિભાગના ઈજનેરે પ્લાન્ટની મુલાકાત લીધી હતી.અને પ્રિ-મિક્ષ મટીરીયલના સેમ્પલ લઇને લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. આ મામલે તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી પણ તેમણે આપી છે.

 

Next Video