Rajkot મહાનગરપાલિકા 2 ઓગસ્ટથી તમામ વોર્ડમાં સીરો સર્વે હાથ ધરશે, હર્ડ ઇમ્યુનિટી અંગે માહિતી મેળવશે

|

Jul 30, 2021 | 3:41 PM

રાજકોટ કોર્પોરેશન દ્વારા 2 ઓગસ્ટથી 20 જેટલી આરોગ્ય શાખાની ટીમો દ્રારા સીરો સર્વે હાથ ધરવામાં આવશે. આ ટીમ 18 વોર્ડમાં સર્વે કરશે અને એક ટીમ 36 જેટલા લોકોના બ્લડ સેમ્પલ લેશે.

કોરોના(Corona)ની ત્રીજી લહેરની આશંકાને પગલે રાજકોટ(Rajkot) મનપા દ્વારા સીરો સર્વે(Sero Survey)હાથ ધરવામાં આવશે. 2 ઓગસ્ટથી 20 જેટલી આરોગ્ય શાખાની ટીમો દ્રારા સીરો સર્વે હાથ ધરવામાં આવશે. આ ટીમ 18 વોર્ડમાં સર્વે કરશે અને એક ટીમ 36 જેટલા લોકોના બ્લડ સેમ્પલ લેશે. આ અંગે રાજ્ય સરકાર દ્રારા આરોગ્ય કર્મચારીઓને ટ્રેનિંગ પણ આપવામાં આવી છે. સીરો સર્વેથી શહેરમાં હર્ડ ઇમ્યુનિટી કેટલી છે તે અંગેનો ખ્યાલ આવશે. દેશના કોરોનાની બીજી લહેર દરમ્યાન અનેક વાર સીરો સર્વે હાથ ધરવામાં આવ્યા છે. તેમજ હાલ રાજયમાં કોરોના વેકસિનેશનની કામગીરી ચાલી રહી છે.

આ પણ વાંચો : Team India: શ્રીલંકા પ્રવાસે રહેલા યુઝવેન્દ્ર ચહલ અને ગૌથમ કોરોના પોઝિટિવ જણાયો, કૃણાલ સહિત ત્રીજો ખેલાડી સંક્રમિત

આ પણ વાંચો : Surat : સુરતનું એક એવું ગોવિંદા મંડળ જેણે સભ્યોના ઇન્સ્યોરન્સની તમામ રકમ કોરોના સમયમાં સેવા માટે વાપરી

Published On - 3:26 pm, Fri, 30 July 21

Next Video