Rajkot: રાજકોટમાં ‘યોગ ગરબા’ કરી ગુજરાત સ્થાપના દિવસની કરાઇ અનોખી ઉજવણી- જુઓ Video

|

May 01, 2023 | 11:38 PM

Rajkot: શહેરમાં વગર નવરાત્રિએ આજે લોકો ગરબાના તાલે ઝુમ્યા હતા. ખેલૈયાઓએ યોગ ગરબા કરી ગુજરાત સ્થાપના દિવસની અનોખી ઉજવણી કરી હતી.

Rajkot: રાજકોટમાં યોગ ગરબા કરી ગુજરાત સ્થાપના દિવસની કરાઇ અનોખી ઉજવણી- જુઓ Video

Follow us on

1 મે એટલે કે આપણા ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ. 1 મે 1960ના રોજ ગુજરાત બૃહદ મહારાષ્ટ્રથી અલગ થયું હતું અને અલગ ગુજરાત રાજ્યની સ્થાપના થઇ હતી. રાજ્યભરમાં આજે અલગ અલગ રીતે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી થઈ હતી. ત્યારે રાજકોટમાં પણ ગુજરાત સ્થાપના દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટમાં યોગ ગરબા કરીને રાજ્યના સ્થાપના દિવસની અનોખી રીતે ઉજવણી કરાઇ હતી.

“ગરબાથી શારીરિક લાભ થાય તે માટે યોગ ગરબાની શોધ કરી”

મૂળ સુરતના અનિષ રંગરેજ રાજકોટમાં યોગા ટ્રેનરોને યોગ ગરબાની ટ્રેનિંગ આપવા આવ્યા હતા. તેમણે યોગ માટે લોકોમાં વધારે જાગૃતિ આવે તે માટે સ્થાપના દિવસની ઉજવણી પણ યોગ ગરબા દ્વારા કરી હતી. ટ્રેનર અનીષ ભાઈએ tv9 સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે યોગની સાથે ગરબાનું સંયોજન કરીને પોતાને સ્વસ્થ અને ખુશ રાખી શકીએ તે માટેનો એક પ્રયાસ યોગ ગરબા છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગરબાનો ઇતિહાસ અને ગરબાની ફિલોસોફી સાથે વૈજ્ઞાનિક અભિગમથી ગરબાના મૂવમેન્ટના યોગ્ય અભિગમ વિશે આ યોગ ગરબાની ટ્રેનિંગમાં શીખવાડવામાં આવે છે. ટેકનિકલ બાબતોને ધ્યાનમાં રાખીને ગરબાના શારીરિક લાભ કરી રીતે લઈ શકાય અને સાથે યોગાસન, પ્રાણાયામ અને ધ્યાન સાથે ભેગા કરીને માનસિક અને આધ્યાત્મિક લાભ યોગ ગરબા દ્વારા મેળવી શકાય છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

10 વર્ષના સંશોધન પછી યોગ ગરબા લોંચ કર્યા

યોગ ગરબા એટલે યોગ અને ગરબાનું સંયોજન. અનીષ ભાઈએ જણાવ્યું હતું કે 10 વર્ષના સંશોધન પછી 2019માં સુરત ખાતે યોગ ગરબા લોન્ચ કર્યા હતા. સરકારની નવી એજ્યુકેશન પોલિસી અંતર્ગત સુરતની દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અને અન્ય કોલેજમાં પણ યોગ ગરબાનો સર્ટિફિકેટ કોર્સ ચાલી રહ્યો છે. દુનિયામાં ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર થાય તે માટે પણ યોગ ગરબાની રચના કરવામાં આવી છે.

આ પણ વાંચો: Breaking News : સીએમ ભૂપેન્દ્ર પટેલે સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ ગુજરાતીઓને શુભેચ્છા પાઠવી, કહ્યું દેશ-વિદેશમાં ગુજરાતીઓએ ગૌરવ વધાર્યું

કોરોના કાળમાં પણ દર્દીઓને કરાવ્યા હતા યોગ ગરબા

2019માં યોગ ગરબા લોન્ચ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 2020માં કોરોના કાળ શરૂ થતા કોરોનાના દર્દીઓને પણ યોગ ગરબા કરાવી માનસિક અને શારીરિક સ્વસ્થતા આપવામાં આવી હતી. આ ઉપરાંત ભારતીય સૈન્ય દળના બીએસએફના જવાનોને પણ ભુજ ખાતે યોગ ગરબાની ટ્રેનિંગનો તેમણે લાભ આપ્યો હતો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 10:41 pm, Mon, 1 May 23

Next Article